Loading Events

« All Events

  • This event has passed.

રાષ્ટ્રભાષા હિન્દી દિવસ

September 14 @ 8:00 am - 5:00 pm

માણસ જન્મે છે ત્યારે રડવાનો અવાજ સાથે જન્મ લે છે. જેમ જેમ તે મોટો થતો જાય છે તેમ તે આજુબાજુના વાતાવરણને જાણે છે. તેમ તેમ કોઈને કોઈ રીતે તે તેના વર્તનમાં લાવે છે. એટલે ભાષા માત્ર સંપર્કનો સેતુ નથી,ભાષા એક ખજાનો છે.જેમાં સંસ્કૃતિનો ખજાનો સચવાઈ રહે છે. ભાષા એ કોઈપણ રાષ્ટ્રના લોકોને જોડતું સૌથી સક્ષમ અને અસરકારક માધ્યમ છે. આજના ટેકનોલોજીયુગમાં અંગેજી ભાષાનું મહત્વ છે.તેમ છતાં આપની માતૃભાષા અને રાષ્ટ્રભાષા ભૂલતા નથી. અને ભૂલતા પણ નથી. હિન્દી ભાષા ભારત દેશમાં સૌથી વધુ લોકો દ્વારા બોલાતી ભારતની રાષ્ટ્રભાષા છે. હિન્દી શબ્દનો પ્રયોગ હિંદમાંથી થયો છે. હિંદ શબ્દ ભારતની પશ્ચિમેં આવેલા મુસ્લિમ દેશો દ્વારા ભારત માટે વપરાતો શબ્દ છે. હિન્દી ભાષા મુખ્યત્વે સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવી છે. ખાસ કરીને તેમાં ફારસી શબ્દોનો સમાવેશ થાય છે.ભારતમાં વિવિધતામાં એકતા છે. ભરત દેહમાં દરેક રાજ્યની બોલી,રીતરીવાજ,પહેરવેશ અને ધર્મ જુદા છે,પણ આ વિવિધતામાં એકતા ભારતમાં જોવા મળે છે. હિન્દી અને તેની બોલીઓ ઉત્તર અને મધ્ય ભારતના વિવિધ પ્રાંતમાં બોલાય છે. હિન્દી ભાષા એ ભારતીય બંધારણમાં માન્યતા પ્રાપ્ત રાજભાષા છે. ભારતની બંધારણ સભાએ ૧૪મી સપ્ટેમ્બર ૧૯૪૯ના દિવસે તેને અધિકૃત ભાષા તરીકે જાહેર કરી હતી. ભારતીય બંધારણની ૧૭ માં અનુચ્છેદ ૩૪૩(૧)માં વર્ણન કરવામાં આવ્યું છે.અને ત્યારથી દર વર્ષે આ દિવસ હિન્દી તરીકે ઉજવાય છે.દેવનાગરી લિપિ સાથે રાષ્ટ્રભાષા તરીકે તેનો સ્વીકાર થયો છે.વિશ્વમાં ચીની ભાષા પછી સૌથી વધારે બોલાતી ભાષા હિન્દી છે. ભારતમાં અને વિદેશમાં કુલ ૬૦ કરોડથી પણ વધારે લોકો હિન્દી બોલે છે,વાંચે છે અથવા લખે છે. વિદેશોમાં અભ્યાસક્રમોમાં તથા યુનિવર્સિટીઓમાં હિન્દીનો સમાવેશ કર્યો છે.પરંતુ આપણા દેશમાં તેની બાદબાકી થાય છે.

વિશ્વ હિન્દી દિવસ ઉજવણીનો ઉદ્દેશ્ય હિન્દી ભાષાના પ્રચાર – પ્રસાર દ્વારા જાગૃતિ કેળવવાનો છે. આંતરરાષ્ટ્રીય ભાષા  તરીકે રજુ કરવાનો છે. ગાંધીજીએ હિન્દી ભાષાને ‘ એકતાની ભાષા’ કહી છે.

Share This:

Details

Date:
September 14
Time:
8:00 am - 5:00 pm