Loading Events

« All Events

  • This event has passed.

ડૉ. મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા

September 15, 2017 @ 8:00 am - 5:00 pm

 ભારતના મહાન ઈજનર ડૉ.વિશ્વેશ્વરૈયાનો જન્મ તા. ૧૫/૯/૧૮૬૧ના રોજ કર્ણાટક રાજ્યના ચિકકાબલ્લાપુર જીલ્લાના મુદ્દેનાહલ્લી ગામમાં શ્રીનિવાસ શાસ્ત્રી અને વેન્ક્ચમમાંને ઘેર થયો હતો. બચપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા પોતાની કુટુંબની અઆર્થીક સ્થિતિ સારી ન હોવા છતાં તેમણે ઉચ્ચ અભ્યાસ કર્યો. તેમેણ મદ્રાસ યુનિવર્સિટીમાં બીએ પાસ કરી સિવિલ એન્જીનિયરીંગનો અભ્યાસ કોલેજ ઓફ સાયન્સ પુના ખાતેથી પ્રથમ નંબરે પ્રાપ્ત કર્યો. તેઓ પોતાની આગવી કુશાગ્રતાથી સમયાંતરે દેશના એક મહાન ઈજનેર બન્યા. સત્ય, અહિંસા અને ઈમાનદાર જેવા ગુનો ડૉ.વિશ્વેશ્વરૈયાને પોતાની દાદીમાં પાસેથી મળ્યા. પોતાની અઆગવી કુનેહ અને વિશેષ વ્યક્તિત્વને કારણે ઈજનેરીના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું વિશિષ્ઠ યોગદાન તેમણે આપ્યું. સિંચાઈ પ્રણાલી, પધ્ધતિ, વહીવટ અને બાંધકામ ક્ષેત્રે પોતાની આગવી સૂઝથી તેમણે સફળતા મેળવી હતી.  પીવાના પાણિની યોજના અને વિતરણ વ્યવસ્થાને લગતી કામગીરી તેમણે સક્કર બેરેજથી શરૂ કરી અમદાવાદ, રાજકોટ, ભાવનગર જેવા આપણા રાજ્યોના શહેરોમાં પણ કરી હતી. સિંચાઈ કામો માટેના દરવાજા માટેની લોકીંગ સિસ્ટમ તેમની શોધ હતી અને તેથી તેમણે તૈયાર કરેલા ગેટ ‘વિશ્વેશ્વરૈયા ગેટ’ તરીકે જાણીતા છે. સરકારી નોકરી છોડ્યા પછી પણ હૈદ્રાબાદના નિઝામ અમે મૈસૂરના મહારાજાએ આ તજજ્ઞની સેવા લઇ પોતપોતાના રાજ્યનો વિકાસ કર્યો હતો, એટલું જ નહિ મૈસૂરના મહારાજાએ તો તેમણે દીવાન પણ બનાવ્યા હતા.

                    ડૉ.વિશ્વેશ્વરૈયાએ કાવેરી નદી પર આવેલા કૃષ્ણરાજ સાગર બંધ બાંધ્યો. ૯૨ વર્ષની જૈફ વયે પણ તેમણે બિહાર અને બંગાળમાં બ્રિજ બાંધવાની કામગીરી સંભાળી હતી. યમનમાં તેમણે ઈજનેર તરીકે કરેલી કામગીરીથી પ્રસન્ન થઇ તેમને ‘ કેશરેહિંદ’ નો ખિતાબ આપવામાં આવ્યો હતો. ૧૦૩ વર્ષની વયે અવસાન પામનાર આ મહાન વિભૂતિ પર પ્રશંસાના પુષ્પો  વેરાયા છે, તેમની કામગીરીની કદર થઇ છે. તેમના ઈજનેરી પ્રદાનથી થયેલા વિકાસથી પ્રભાવિત થઇ મહાત્મા ગાંધીજીએ તો તેમની કામગીરી બિરદાવતાં કહ્યું હતું કે વિશ્વેશ્વરૈયાએ બીજું કશું જ ના કર્યું હોત તો પણ તેમની ઈજનેરી ક્ષમતા અને મહાનતા જ તેમણે એક વિશિષ્ટવ્યક્તિ સાબિત કરવા માટે પૂરતી છે. આ મહાન વૈજ્ઞાનિકને બ્રિટનના મહારાણીએ સીઆઈઈની પડવી આપી તેનું અભિવાદન કર્યું હતું. ત્યારબાદ કેસી આઈઈની પદવી આપી તેમનું અભિવાદન કર્યું હતું. દેશનો ગૌરવશાળી ભારતરત્ન એવોર્ડ અર્પણ કરી ભારત સરકારે ઈ.સ. ૧૯૫૫માં આપી તેમણે કરેલી કામગીરીને બિરદાવી હતી. ઈ.સ.૧૯૮૦માં ભારત સરકારે ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.  આ મહાન માનવીને સ્મૃતિ સદાય જાવંત રાખવા દેશ તેમના જન્મદિન ૧૫મી સપ્ટેમ્બરને ‘ એન્જીનિયરીંગ દિવસ ‘ તરીકે ઉજવે છે. 

Share This:

Details

Date:
September 15, 2017
Time:
8:00 am - 5:00 pm