તા. ૨૬/૦૬/૨૦૧૮ મંગળવાર

વિક્રમ સંવત ૨૦૭૪ જેઠસુદ તેરસ  

તા. ૨૬/૦૬/૨૦૧૮ મંગળવાર

 • મુંબઈમાં અતિ ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત, ચોતરફ જળબંબાકાર, ચાર લોકોના મોત.
 • દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, ઉમરગામમાં 30 કલાકમાં 25 ઇંચ વરસાદ. વલસાડમાં 9 ઇંચ, સુરતમાં 2 ઇંચ, વાપી, નેત્રગમાં આઠ ઇંચ વરસાદ પડ્યો. રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે.
 • સંસદનું ચોમાસું સત્ર આગામી 18 જુલાઈથી 10 ઓગસ્ટ દરમિયાન ચાલશે. સત્ર દરમિયાન મહત્વના બીલ પસાર થવાની શક્યતાઓ છે.
 • વિડિયોકોનને ગ્રુપને લોન અપાવવાના કેસમાં ICICI બેંક અને તેના એમડી ચંદા કોચરને સેબી દંડ ફટકારે તેવા નક્કર પુરાવા મળ્યા છે.
 • તુર્કીના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રસાકસી બીડ રેસેપ તૈઈપ અદોંગા સાત બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે.
 • ભારત અને સેશલ્સ વચ્ચે નૌસેના સેન્ટરના નિર્માણ લઈને બને દેશો વચ્ચે મહત્વની સમજુતી થઇ છે.
 • 2002ના રમખાણો પૈકીનો નરોડા પાટિયા કેસમાં ત્રણ આરોપીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. વકીલ-શિક્ષક જેવા નોબલ વ્યવસાયીઓ આવા હીન કૃત્યમાં સંડોવાય તે માફી કરી શકાય નહિ- હાઈકોર્ટ
 • મેડીકલ પ્રવેશ માટે ‘ ડોમિસાઈલ ફરજીયાત’ ના ગુજરાત સરકારના નિર્ણયને હાઈકોર્ટે મંજુરી આપી.આગામી 27મીએ મેરીટલીસ્ટ અને 29મીથી મોક રાઉન્ડ યોજાશે.
 • કોંગ્રેસ હાઈકમાન્ડે અમદાવાદ સહીત ત્રણ શહેર અને નવ જીલ્લાના પ્રમુખોની વરણી કરી. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખપદે શશીકાંત પટેલ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રશાંત પટેલ અને નડીયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ચિરાગ બ્રહ્મભટ્ટની વરણી કરવામાં આવ્યા.
 • ગત વિધાનસભામાં મુખ્યમંત્રી સામે ચૂંટણી લડનાર કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજયગુરૂ કોંગ્રેસમાંથી તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. પ્રદેશ કક્ષાના નેતાઓની કાર્યપધ્ધતિથી નારાજ હોવાનું જણાવ્યું છે.
 • વોટર મેનેજમેન્ટ જાણવા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજથી છ દિવસના ઈઝરાઈલના પ્રવાસે જશે.રાજ્યના કૃષિમંત્રી જયદ્રથસિંહ પરમાર અને વિવિધ વિભાગોના અધિકારીઓ સામેલ છે.
 • ફિકા વર્લ્ડ કપ : રશિયાને 3-૦ થી હરાવી ઉરુગ્વે ગ્રુપમાં ટોચના સ્થાને પહોંચ્યું. ઉરુગ્વેના સ્ટાર ખેલાડી લુઇસ સુઆરેઝે ૧૦ મિનિટમાં મળેલી ફી કીકને ગોલમાં ફેરવીને ટીમને લીડ અપાવી હતી.
 • ફિકા વર્લ્ડ કપ : સાઉદી અરબે ઈજીપ્તને 2-1 થી હરાવીને જીત મેળવી. ઈજીપ્ત ટીમ તરફથી સાલેહે ગોલ કરીને ટીમને વિજય અપાવ્યો હતો.
 • ફિકા વર્લ્ડ કપ : પોલેન્ડને 3-0થી કચડી કોલંબિયાએ નોકઆઉટમાં પ્રવેશવાની આશા જીવંત રાખી છે.
 • અમદાવાદની એલાવેનિલ જર્મનીના સુહલ શહેરમાં ચાલી રહેલ જુનિયર શૂંટીગ વર્લ્ડકપમાં 10 મી.એર રાઈફલ સ્પર્ધામાં સતત બીજો ગોલ્ડ મેડલ જીત્યો.
 • વેસ્ટ ઇન્ડીઝ ખાતે યોજાનાર મહિલા ટી20 વર્લ્ડકપમાં ભારતની પ્રથમ મેચ 9 નવેમ્બરના રોજ ન્યૂઝીલેન્ડ સામે રમાશે.

Share This:

તા.૩૦/૧૨/૨૦૧૭ શનિવાર

Share This:

તા.૨૯/૧૨/૨૦૧૭ શુક્રવાર

Share This:

તા.૧૬/૯/૨૦૧૭ શનિવાર

વિક્રમ સંવત ૨૦૭૩ ભાદરવા અગિયારસ     

તા. ૧૬/૯/૨૦૧૭ શનિવાર

 • બ્રિટનની રાજધાની લંડનમાં પાર્સન્સ ગ્રીન સ્ટેશન ખાતે લાઇફલાઇન ટ્યુબટ્રેન પર આંતકવાદી હુમલામા ૨૨થી વધુ પ્રવાસી ઘાયલ થયા.
 • અમેરિકાના પ્રતિબંધોની અવગણના કરી ઉત્તર કોરિયાએ જાપાન પરથી લાંબા અંતરની મિસાઈલ છોડી, ૩૭૦૦ કિ.મીની રેન્જ ધરાવતી મિસાઈલ અમેરિકાના ગુઆમટાપુને નિશાન બનાવી તાકાતનું પ્રદર્શન કર્યું.
 • કેન્દ્ર સરકારે હવે આધાર કાર્ડ ડ્રાઈવિંગ લાઈસન્સથી લીંક કરવાની જાહેરાત કરી, જેનાથી ડ્રાઈવિંગ લાઈસન્સ બનતી ગુનાહિત પ્રવૃતિઓ અટકશે.
 • આજથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. આવતીકાલે ડભોઇ ખાતે નર્મદાયાત્રાનું સમાપન કરી નર્મદા બંધના ડેમ બંધ કરી ડેમનું લોકાર્પણ કરશે.
 • ઉત્તરપ્રદેશના મુગલસરાય શહેરનું નામ હવે પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગર કરવામાં આવ્યું.
 • જમ્મુના અરણીયા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ગોળીબાર કરતાં એક જવાન શહીદ થયો, જવાબી કાર્યવાહીમા બે પાકિસ્તાની રેન્જર્સ ઠાર
 • રાજ્યમાં અમદાવાદ સહીત અનેક વિસ્તારોમાં બે થી અઢી ઈંચ વરસાદ, ઉપલેટામાં મુશળધાર સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો.
 • કોરિયા ઓપન સુપર સિરીઝ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતીય સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુએ જાપાનની મીનાત્સું મીતાનીને હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો.
 • પાટીદાર આંદોલનકારી નેતા હાર્દિક પટેલની અમદાવાદ થી સોમનાથ સુધીની સંકલ્પ યાત્રાને ભારે પ્રતિસાદ મળ્યો. સરકાર સામે લડીને જેલમાં જવા પણ તૈયાર.- હાર્દિક પટેલ

 

Share This:

તા.૧૫/૯/૨૦૧૭ શુક્રવાર

વિક્રમ સંવત ૨૦૭૩ ભાદરવા દસમ       

તા. ૧૫/૯/૨૦૧૭ શુક્રવાર

 • જાપાનના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાન વચ્ચે ઐતિહાસિક ૧૫ સમજુતી કરાર કરવામાં આવ્યા.’ જય જાપાન-જય ઇન્ડિયા’ નો નારો આપતા જાપાનના શિન્ઝો.
 • ઉત્તરપ્રદેશના બાગપત જીલ્લામાં યમુના નદીમાં નૌકા ઉંધી વળી જતાં ઓછામાં ઓછા ૨૨ લોકોના મોત થયા. બોટમાં ૬૪ થી વધુ મુસાફરો હતા.
 • ૧૦ જુલાઈ ૨૦૧૭ના રોજ અમરનાથ ગયેલ આઠ ગુજરાતીઓ પર આંતકવાદી હુમલાનો માસ્ટર માઈન્ડ ખૂંખાર ત્રાસવાદી અને લશ્કરે-એ-તોઈબાનો કમાન્ડર અબુ ઈસ્માઈલ સુરક્ષાદળોએ ઠાર કર્યો.
 • મલેશિયાની રાજધાની કુઆલાલમ્પુરના બોર્ડીંગ મદરેસા દારૂલ કુરાન ઇત્તિફાકીયામાં આગ લાગતાં ૨૨ બાળકો સહીત ૨૪ લોકોના મોત થયા.
 • દેશમાં પ્રથમ હાઈસ્પીડ રેલ કોરીડોરના શિલાન્યાસ સાથે વડોદરામાં બુલેટ ટ્રેન ટ્રેનિંગ સેન્ટરનું વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
 • સીબીએસઈએ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સ્કૂલોને જવાબદાર ઠેરવી, આ માટે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી.
 • જાપાન ગુજરાત યુનિવર્સિટી ખાતે સાંસ્કૃતિક,રાજકીય અને સામાજિક આદાનપ્રદાન માટે ખાસ સેન્ટર ઉભું કરવા સહમત થયું.
 • ભરૂચમાં ધોધમાર બે ઇંચ વરસાદથી વાહનો તણાયા, બારડોલી અને રાજુલામાં પણ બે ઇંચ વરસાદ પડ્યો.
 • ભારતીય મહિલા બોકસર્સ વિદેશી કોચ સ્ટેફન કોટ્ટાલોર્ડાએ કોચપદેથી રાજીનામું આપ્યું.
 • આજથી અમદાવાદના એરેના ટ્રાન્સસ્ટેડીયા ખાતે પ્રતિષ્ઠિત એશિયન ટેબલ ટેનીસ ટુર્નામેન્ટની શરૂઆત થશે.જેમાં એશિયા ૧૩ દેશોના લગભગ ૩૨ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે.

Share This:

અગનપંખ ( Wings of Fire)

પુસ્તકનુંનામ     :-અગનપંખ ( Wings of Fire    

લેખકનુંનામ  :-  એ.પી.જે.અબ્દુલકલામ

અનુવાદક    :-  હરેશ ધોળકિયા

સાહિત્ય પ્રકાર  :-  આત્મકથા

                         ભારતના મિસાઈલના પિતામહ અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્પતિ ડૉ. અવુલ પાકીર  જૈનુલબ્દ્દીન  અબ્દુલ કલામ  ( એ.પી.જે.અબ્દુલકલામ ) વૈજ્ઞાનિક ઉપરાંત લેખક પણ હતા. તેમને ઇન્ડિયા :એ. વિઝન ફોર ધ ન્યુ  મિલેનિયમ  અને ઇગ્નાઈટેડ માઈન્ડ નામના અંગેજીમાં લખેલાં પુસ્તકો છે.  તેમણે અરુણ તિવારી સહકારથી પોતાની આત્મકથા વિન્ગ્ઝ ઓફ ફાયર લખી છે.તેનો ગુજરાતી અનુવાદ અગનપંખ હરેશ ધોળકિયાએ કર્યો છે. આ માત્ર તેમની આત્મકથા જ નથી;આધુનિક ભારતીય અવકાશ વિજ્ઞાનનો ઇતિહાસ છે. પુસ્તકની શરૂઆત તત્કાલીન મદ્રાસ રાજ્યના રામેશ્વરમ ગામના એક મધ્યમવર્ગીય તમિલ કુટુંબથી  થાય છે. ડૉ. કલામ તેમના પિતાની જન્મજાત સાહજિકતા, બુદ્ધિપ્રતિભા અને ઉદારતાનું વર્ણન કરતાં લખે છે કે તે દરરોજ કેટલા લોકોને ભોજન કરાવતાં તે હું ચોક્કસ કહી શકું તેમ નથી….’ રામેશ્વરમ મંદિરના મુખ્ય પૂજારી  શ્રી લક્ષ્મણ શાસ્ત્રીની તેમના  પિતાજી  સાથેના ગાઢ મિત્રતાનો ખાસ ઉલ્લેખ કરતાં ડૉ.કલામ જણાવે છે કે મારા પિતા અને શાસ્ત્રીજી ધાર્મિક અને આધ્યાત્મિક ચર્ચાઓમાં  મશગુલ રહેતા. ડૉ.કલામના જીવનમાં તેમના પિતાની ઉંડી અસર વર્તાય છે. તેમણે સમગ્ર જીવન દરમિયાન તેમના વિજ્ઞાન અને ટેકનોલોજીના જગતમાં તેમના પિતાને અનુસરવાનો પ્રયાસ કર્યો હતો. લગભગ છ વર્ષની વયે તેમને અહમદ જલાલુદીનનો પરિચય થાય છે.ઓછું  શિક્ષણ હોવા છતાં  જલાલુદીન હંમેશા તેમને અભ્યાસમાં પ્રોત્સાહિત કરતા હતા.

રામેશ્વરમ અને ધનુષકોડી વચ્ચે આવતાં રામેશ્વરમ રોડ પર ચાલતી ટ્રેનમાંથી છાપાના બંડલ ફેંકીને મેળવેલી પ્રથમ આવક માટેગૌરવની લાગણી તેમણે અનુભવી હતી. પોતાને વારસામાં પિતા પાસેથી પ્રમાણિકતા અને આત્મશિસ્ત મળ્યા હોવાનો ગર્વ કરતાં ડૉ.કલામ કહે છે કે તેને પરિણામે જ તેમની જિંદગીમાં મોટું પરિવર્તન આવી શક્યું  હતું. શાળા જીવન દરમિયાન વિજ્ઞાન શિક્ષક શિવસુબ્રમણ્ય ઐયર તેમની સાથે કલાકો ગાળતા અને કહેતા : કલામ , હું તને એટલો વિકસિત જોવા માંગું છું. જેથી તું મોટા શહેરોમાં ખૂબ શિક્ષિત લોકોની સમકક્ષ ઊભો રહી શકે …’ શ્રી ઐયર  જેવા વૈદિક બ્રાહ્મણના ઘેર ભોજન કરવાના પ્રસંગે શિવસુબ્રમણ્ય ઐયરના સામાજિક  બંધનો તોડવાના પ્રયાસનો ખાસ ઉલ્લેખ તેમણે  કર્યો છે.

રામનાથપુરમની સ્વાર્ટજ  હાઇસ્કુલના શિક્ષક ઈમાદુરાઈ  સોલોમન  તેમના શ્રેષ્ઠ  માર્ગદર્શક બની રહ્યા. ડૉ.કલામલખે છે ‘ બાળપણથી જ મને આકાશનાં રહસ્યો અને પક્ષીનાં ઉડ્ડયનો પ્રત્યે ખૂબ આકર્ષણ હતું……. 

                  સ્વાર્ટજ હાઇસ્કુલથી ત્રીચિની સેન્ટ જોસેફ કોલેજ સુધીના વિદ્યાર્થીકાળમાં ડૉ.કલામ અંગ્રેજી સાહિત્યથી માંડીને તત્વજ્ઞાનના વાંચન તરફ વળે છે. આ સમય દરમિયાન જ તેમણે ભૌતિકશાસ્ત્રમાં ખૂબ જ રસ પડવા લાગ્યો. વિજ્ઞાન વિશે ડૉ. કલામ કહે છે, ‘’ વિજ્ઞાન હંમેશા આધ્યાત્મિક સમૃદ્ધિ અને આત્મસાક્ષાત્કારનો માર્ગ રહ્યું છે…….’’

 દ.ભારતની મદ્રાસ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ મેળવતી વખતે પડેલી પૈસાની તંગી અને આ સ્થિતિમાં બહેન જોહરાની બંગડીઓં અને હાર ગીરવે મૂકીને ભરેલ ફી જેવી પરીસ્થિતિ પછી સખત અભ્યાસ કરીને શિષ્યવૃત્તિ મેળવવા પૂરા જોશથી ડૉ. કલામ મંડી પડ્યા. એરોનોટીકલ ઈજનેરી પસંદ કર્યા બાદ ડૉ. કલામનું વિમાનો ઉડાડવાનું ધ્યેય સ્પષ્ટ હતું. પ્રો. સ્પેન્ડ , પ્રો. એ.કે.વી. અને પ્રો. નરસિંહરાવના માર્ગદર્શન હેઠળ તેમની વ્યાવસાયિક કારકિર્દીનું ઘડતર  થયું. ડૉ. કલામની વ્યાવસાયિક ગુણવત્તા ઘડવામાં ટએમનો સિંહફાળો હતો. આત્મકથામાં ડૉ.કલામનો સ્વભાવ અને વ્યક્તિત્વનો ખાસ ઉલ્લેખ કરે છે. પુસ્તકની રસપ્રદ બાબત એ છે કે તેમની શાળા કોલેજના શિક્ષકો અને સાથી વિજ્ઞાનીઓના સુંદર વ્યકિતચિત્રો દ્વારા ડૉ.કલામ કોઈ વ્યકિતગત ઘટનાથી વાચકને પર  કરીને તેમને એરફોર્સ પાયલોટ બનવાના નિષ્ફળ પ્રયાસો તેમજ કલેકટર બનવાની ઈચ્છા  છતાં પોતે રોકેટ ઇજનેર કેમ બન્યા તેની છણાવટ  પુસ્તકમાં ઉપસી આવી છે. ડૉ. કલામના મત પ્રમાણે તેમના માતા પિતા  તથા શિક્ષકો  અને માર્ગદર્શકો પ્રત્યે ઋણ અદા કરવાનો આ પુસ્તકમાં તેમનો પ્રયાસ છે.

ડૉ. કલામની સફળતા કે નિષ્ફળતાની જ અંગત કથા માત્ર નથી, પણ પ્રોધોગીકી  ક્ષેત્રે સંઘર્ષ કરતાં આધુનિક ભારતની કહાની છે. ઈશ્વરના અનહદ આશીર્વાદની કામના સાથે ડૉ. કલામ ઈશ્વરની ભવ્યતાને વર્ણવે છે. અને વિન્રમતાપૂર્વક કહે છે કે કદી નાના કે અસહાય ન અનુભવવું , આપણે બધાં આપણામાં દિવ્ય અગ્નિ સાથે જન્મ્યા છીએ. આ આત્મકથામાં પ્રો. સારાભાઈ , સતીશ ધવન , ડૉ.બ્રમપ્રકાશ , જર્મન રોકેટ વિજ્ઞાની વોનબરોન  જેવા મહાન વૈજ્ઞાનિકો સાથેના સંસ્મરણો  સાથે આ લેખની આ કથા માત્ર આત્મકથા બની ન રહેતા જીવનોપયોગી પુસ્તક હોવાનો ઉત્તમ નમૂનો પૂરો પાડે છે. શ્રી હરેશ ધોળકિયાએ આ પુસ્તકનો ખુબ જ સુંદર અનુવાદ કર્યો છે.

Share This: