ડૉ.અબ્દુલ કલામ

  • દેશનું સૌથી સર્વ શ્રેષ્ઠ મગજ હંમેશા કલાસરૂમની છેલ્લી પાટલી પર જ મળી શકે છે.
  • રાહ જોનારાઓને માત્ર એટલું જ મળે છે જે પ્રયાસ કાનારાઓ છોડી દે છે.
  • જીવનમાં અવરોધો આપણને પાયમાલ કરવા માટે નથી આવતા પણ આપણા છૂપાયેલા સામર્થ્ય અને શક્તિઓને બહાર કાઢવામાં આપણી મદદ કરવા માટે મુશ્કેલીઓને બતાવી દો કે તમે તેના કરતાં પણ વધુ મજબૂત છો.

               ભારતના મિસાઈલમેન અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ નો જન્મ તા. ૧૫/૧૦/૧૯૩૧ના દિવસે  તમિલનાડુના રામેશ્વરમમાં ધનુષકોડી ગામમાં એક મધ્યમવર્ગીય મુસ્લિમ  પરિવારમાં થયો હતો. તેમનું આખું નામ અવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ  હતું. ડૉ. કલામે તેમના નાનપણના  દિવસોમાં પૈસાની તંગીનો  ખૂબ સામનો કરવો પડ્યો હતો. અબ્દુલ કલામના પિતા માછીમારોને હોળી ભાડે આપીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા. ડૉ.કલામના પિતા બહુ ભણેલા નહોતા, પરંતુ તેઓ મહેનતુ અને ધગશવાળા હોવાથી નાનપણથી જ કલામના જીવન ઉપર પોતાના પિતાની મહેનતનો પ્રભાવ પહેલેથી જ રહ્યો હતો. પ્રાથમિક શિક્ષણનો ખર્ચ કાઢવા માટે તેઓ ન્યુઝ પેપર વેચતા હતા. બાળપણથી જ તેમને અંતરીક્ષ વિજ્ઞાનમાં ઊંડો રસ હતો. તેમણે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ સેન્ટ જોસેફ કોલેજ તિરૂચિરાપલ્લી ખાતેથી કર્યો હતો. .ઈ.સ. ૧૯૫૮માં તેમણે મદ્રાસ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાંથી અંતરીક્ષ વિજ્ઞાનમાં ડીગ્રી મેળવી હતી. સ્નાતક થયા પછી તેઓ ઈ.સ.૧૯૬૨ માં ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનમાં પ્રવેશ લીધો. અંત ત્યાં તેઓએ સફળતાપૂર્વક કેટલાય ઉપગ્રહોના પ્રક્ષેપણમાં પોતાની મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે અગ્નિ મિસાઈલ  અને પૃથ્વી મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. સ્વદેશી ઉપગ્રહ બનાવવા અને આકાશમાં લોન્ચ કરવા ક્ષેત્રે તેમનું યોગદાન વિશિષ્ઠ હતું, તેથી તેઓ મિસાઈલ મેન તરીકે ઓળખાયા. ઈ.સ.૧૯૮૦માં રોહિણી ઉપગ્રહને અવકાશમાં સફળતાપૂર્વક તરતો મૂકવાના કાર્યમાં તેમનું યોગદાન હતું. ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ તરીકે ચુંટાઈ આવતા તેઓ ૨૫ જુલાઈ ૨૦૦૨ થી ૨૫ જુલાઈ ૨૦૦૭ રાષ્ટ્રપતિપદે રહ્યા હતા. તેમને અનેક એવોર્ડ અને સન્માન એનાયત થયેલ છે. ભારતનો સર્વશ્રેષ્ઠ ‘ ભારત રત્ન’ થી સન્માનિત કરવામાં આવ્યા છે. .ઇ.સ.૨૦૧૨માં તેમનો ૭૯મો જન્મદિવસ યુનાઈટેડ નેશન્સે ‘ વિશ્વ વિદ્યાર્થી દિવસ ‘ તરીકે ઉજવ્યો હતો. તેમને ડોક્ટર ઓફ ઈજનેરી, કિંગ્સ ચાલર્સ મેડલ, વીર સાવરકર એવોર્ડ, ઇન્દિરા ગાંધી એવોર્ડ વગેરે અનેક એવોર્ડથી સન્માનિત કર્યા છે. તેમણે અનેક પુસ્તકો લખ્યા છે. તેમણે પોતાના જીવન ઉપર આધારિત ‘ વિગ્સ ઓફ ફાયર’ આત્મકથા લખી છે. તા.૨૭મી જુલાઈ ૨૦૧૫ના રોજ મેઘાલયના શિલોંગમાં એક કાર્યક્રમમાં તેમની તબિયત બગડી અને તેઓ અવસાન પામ્યા.  

Share This:

મેઘનાથ સહા

          ભારતમાં મહાન અને આધુનિક ખગોળ ભૌતિકશાસ્ત્રના પિતા મેઘનાથ સહાનો જન્મ તા. ૬/૧૦/૧૮૯૩ના રોજ ઢાકા જિલ્લામાં આવેલ શિવરાતલી  ગામમાં થયો હતો. પિતાનું નામ જગન્નાથ અને માતાનું નામ ભુવનેશ્વરી હતું. માધ્યમિક અને ઉચ્ચ કેળવણી ઢાકામાં અને કલકત્તામાં લીધું. ઈ.સ. ૧૯૦૫માં અંગેજ હકુમત બંગાળ વિભાજનના વિરોધમાં આંદોલનમાં મેઘનાથ સહા અને તેમના મિત્રોએ અંગેજ શિક્ષકનું અપમાન કરવાથી તેના દંડ રૂપે શાળામાંથી હકાલપટ્ટી કરી અને ત[મને મળતી શિષ્યવૃત્તિ પણ બંધ કરી હતી. મેઘનાથ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા. તેઓ કલકતા યુનિવર્સીટીની એમ.એસ.સી. પ્રથમ વર્ગમાં પાસ કરી હતી. ગણિતશાસ્ત્રમાં સંશોધન કરી ૧૯૧૮માં ડોક્ટર ઓફ સાયન્સની ઉપાધી મેળવી હતી. તેમણે ઈ.સ. ૧૯૧૬માં કલકતા યુનિવર્સીટીમાં ભૌતિકશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના અધ્યાપક તરીકે રહ્યા. આ પછી તેઓ જર્મની ગયા અને બર્લિનની સાયન્સ કોલેજમાં જોડાયા. તેમણે તારાના રંગપટના સંશોધન વિષે મહાનિબંધ લખ્યો. અલ્હાબાદ યુનિવર્સીટીમાં જોડાયા અને એ એમનું સંશોધનનું મુખ્ય કેન્દ્ર બન્યું. એમને અણુભૌતિક શાસ્ત્ર અને કોસ્મિક કિરણોનું સંશોધન કર્યું.ઈ.સ. ક્ષ-કિરણોની શોધ કરી. ઈ.સ. ૧૯૩૪માં ઇન્ડિયન સાયન્સ કોલેજના પ્રમુખ  તેમણે તારાઓના વર્ગીકરણ ઉપરથી શોધ કાઢ્યું કે ‘ ૦ ‘ વગરના તારાના ઉષ્ણતામાન   અને વાતાવરણ દબાણ અંગે તેમણે સંશોધન કર્યું.તેમણે નક્ષત્રોના કિરણ ચિત્રોનો ભૌતિક સિધ્ધાંત રજુ કરી વિશ્વ વ્યાપી નામના પ્રાપ્ત કરી હતી. જ્યોતીવિજ્ઞાન અને પરમાણુ સિધ્ધાંત ક્ષેત્રે મહત્વનું યોગદાન છે.  ઈ.સ. ૧૯૫૨ માં લોકસભામાં ચૂંટાયા હતા.

Share This:

ડો. હરગોવિંદ ખુરાના

                      ભારતના મેઘાવી જીવ રસાયણશાસ્ત્રી ડો. હરગોવિંદ ખુરાનાનો જન્મ તા. ૯/૧/૧૯૨૨ના રોજ ભારતના (અંગ્રેજી હકુમત હેઠળ આવેલા) પંજાબ રાજ્યના રાયપુર (હાલમાં પકિસ્તાનમાં) ખાતે એક સાધારણ પરિવારમાં થયો હતો. તેમના પિતા પટવારી હતા. બાળપણથી જ તેઓ ભણવામાં ખૂબ જ હોંશિયાર હતા. એમણે પ્રાથમિક શિક્ષણ મુલતાન ખાતે પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ સાધારણ આર્થિક પરિસ્થિતિ સામે સંઘર્ષ કરીને પણ એમના પિતાએ એમને વધુ શિક્ષણ અપાવવા પ્રયત્ન શરૂ કર્યા. પિતાના પ્રયત્નોના ફળસ્વરૂપ એમણે મહેનતથી અભ્યાસ કર્યો. પંજાબ યુનિવર્સિટીમાંથી ઈ. સ. ૧૯૪૩ના વર્ષમાં તેઓ સ્નાતક થયા. પછી ઈ. સ. ૧૯૪૫ના વર્ષમાં તેઓ રસાયણશાસ્ત્ર તથા જૈવિક રસાયણશાસ્ત્ર (બાયોકેમેસ્ટ્રી) વિષય અનુસ્નાતક પણ થયા. અનુસ્નાતકની પદવી મેળવ્યા બાદ તેઓ ઈંગ્લેન્ડ ખાતે આવેલી યુનિવર્સિટી ઓફ લિવરપૂલમાં ઉચ્ચ અભ્યાસ કરવા ગયા. અહિંથી એમણે ઈ.સ. ૧૯૪૮માં પી. એચ. ડી.ની પદવી પણ મેળવી.

             ઇ. સ. ૧૯૫૨ના વર્ષમાં એમણે બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટી સાથે જોડાઈને સંશોધન કાર્ય શરૂ કર્યું અને સાથે સાથે ઝુરિક યુનિવર્સિટી અને કેમ્બ્રીજ યુનિવર્સિટી સાથે પણ કાર્ય કર્યું.  તેમની મુખ્ય શોધ તે કૃત્રિમ જીન્સ  હતી. તેમના માટે જિન્સ મનુષ્યના શારીરિક તેમ જ બોદ્ધિક ઘડતર માટેનું મુખ્ય પરિબળ છે. માણસનો સ્વભાવ, ગુણ.આકાર વગેરેનો મુખ્ય આધાર ‘ જિન્સ’ છે. માતાપિતા દ્વારા આપણને ગુણ,કર્મ અને સ્વભાવના જિન્સ પ્રાપ્ત થાય છે. તેમણે પ્રોટીન સિન્થેસિસમાં ન્યુક્લિયોટાઈડ્ઝની ભૂમિકા વિશે મહત્વપૂર્ણ સંશોધન કરી પ્રસિદ્ધ થયા. પછી સંશોધન ક્ષેત્રમાં એમણે ટીમ સાથે મળીને પ્રગતિ સાધી સાબિત કર્યું હતું કે બાયોલોજીકલ લેંગ્વેજ બધા જ જીવંત ઓર્ગેનિઝમ માટે એકસરખી (કોમન) હોય છે. આ સંશોધન કાર્ય માટે ઇ. સ્. ૧૯૬૮ના વર્ષમાં  શરીરવિજ્ઞાન અને તબીબ વિજ્ઞાનનું  ભૌતિકશાસ્ત્રનું સંયુક્ત નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. ઈ.સ.૧૯૫૬માં ‘માર્ક એવોર્ડ એનાયત થયો..ઈ.સ. ૧૯૬૦માં  કેનેડીયન પબ્લિક સર્વિસીસ તરફથી ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ રોનાલ્ડ રેગને તેમને ઈ.સ. ૧૯૮૭માં રાષ્ટ્રીય વિજ્ઞાન ચંદ્રકથી સન્માનિત કર્યા હતા.ઈ.સ.૧૯૭૦ના વર્ષમાં તેઓ અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે જીવશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર વિષયના પ્રોફેસર તરીકે જોડાયા હતા. તેમનું અવસાન તા.૯/૧૧/૨૦૧૧ના દિવસે અમેરિકામાં થયું હતું.

Share This:

ભારતીય ગણિતજ્ઞ એસ.રામાનુજન

            મહાન ભારતીય ગણિતશાસ્ત્રી શ્રી નિવાસ રામાનુજમ આયંગરનો જન્મ તા.૨૨મી ડીસેમ્બર ૧૮૮૭ના દક્ષિણ ભારતના થંજાવર જિલ્લના કુભકોમ ની પાસે આવેલા ઇરોડ નામના ગામમાં થયો હતો. પિતાનું નામ શ્રી નિવાસ આયંગર હતું. તેઓ ચુસ્ત ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ત[એમના પિતા કપડાની દૂકાન ચલાવતા હતા. માતાનું નામ કોમલતા અમ્મલ એક ધાર્મિક સ્વભાવના મહિલા હતા. રામાનુજમ હાઈસ્કુલમાં દાખલ થાય તે પહેલા જ અંકો,સમીકરણો અને ભૂમિતિ પર તેમની માસ્ટરી હતી. એમના કરતાં મોટા અને આગળના ધોરણોમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ ગણિતના દાખલા શીખવા એમની પાસે આવતા હતા. માત્ર ૧૩ વર્ષની નાની વયે રામાનુજમ એક કોલેજની લાયબ્રેરીમાંથી ત્રિકોણમિતિ પુસ્તક લઇ વાંચન કરી શોધ કાર્ય કર્યું. ૧૬ વર્ષની વયે તેઓ ઈ.સ. ૧૯૦૩માં મેટ્રીકનીની પરીક્ષા ગણિતના પ્રથમ વર્ગમાં પાસ કરી.  એસ. રામાનુજ ગણિત વિષય પરત્વે વધુ રૂચીને કારણે બીજા વિષયોમાં નબળા પડ્યા. કોલેજની પરીક્ષામાં નાપાસ થતાં તેઓએ સ્કોલરશીપ ગુમાવી. તેઓ આખો દિવસ સંખ્યાઓ જ લખતા બીજું કંઈ કરતા નહિ.        જેમને પિતાએ ગુસ્સામાં હાંસી ઉડાવી કે કોઈપણ રીતે પોતાની જીવવા કમાવી ન આપે તેવી નકામી ગણતરીઓ અને સિદ્ધાંતો કાગળ પર ઘસડી ઘસડી પોતાનો સમય બરબાદ કરી રહ્યો છે.

                       પિતાજીએ વિચાર્યું કે રામાનુજમ ગાંડા થઇ ગયા છે. એટલે એમનું ગાંડપણ હઠાવવા માટે ઈ.સ. ૧૯૦૯માં ૨૨ વર્ષની વયે તેમના લગ્ન જાનકીદેવી સાથે કરવામાં આવ્યા. પોતે ગરીબ પરિવારના હોવાથી રામાનુજને નોકરી કરવી જરૂરી બની. જો કે સદનસીબે મદ્રાસ પોર્ટ ટ્રસ્ટના નિયામક ફાન્સિસ સ્પિંગને ઈ.સ.૧૯૧૨માં પચ્ચીસ રૂપિયાના પગારે કારકૂન તરીકે નોકરી રાખી લીધા. તેમણે પોતાના ૧૨૦ પ્રમેયો કેબ્રીજ યુનિવર્સિટીના પ્રો. હાર્ડીને મોકલ્યા જેનાથી હાર્ડી તેનાથી ખૂબ જ પ્રભાવિત કર્યા. સ્વામીનાથ એકાદ સદીથી જેનો ઉકેલ મળતાં ન હતો. તેવો વેરંગનો પ્રોબ્લેમ તેમણે ઉકેલ્યો. તેમણે લગભગ ૩૦૦૦ પ્રમેયોનું વિવરણ અંકિત કર્યા જે પુસ્તક સ્વરૂપે પ્રગટ કર્યા. રામાનુજને પાઈનું આસન્ન મૂલ્ય માટે ઘણા સૂત્રોની શોધ કરી. ઈ.સ. ૧૯૧૮માં તેમણે ફેલો ઓફ રોયલ સોસાયટી તરીકે ચૂંટી બહુમાન કરવામાં આવ્યું. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. ઈ.સ.૧૯૧૭માં રામાનુજને એક સૂત્ર આપ્યું જેનાથી કોઈપણ સંખ્યાનું વિભાજન કરી શકાય છે. તેમની પધ્ધતિ વિશ્લેષક પધ્ધતિના નામે ઓળખાય છે. રામાનુજ ભારતીય સભ્યતા અને સંસ્કારના પૂજારી હતા. ઇંગ્લેન્ડ જતા પિતાને વચન આપ્યું કે હું ઈંગ્લેન્ડમાં પણ હિન્દુસ્તાની રહીશ અને એવી કોઈ વાત નહિ કરું જેનાથી ભારતીયોને હાની થાય. ૨૬મી એપ્રિલ ૧૯૨૦ના દિવસે તેમનું અવસાન થયું.

Share This:

ઓબેદ સિદ્દીકી

                  ભારતના જાણીતા જીવશાસ્ત્રી ડૉ. ઓબેદ સિદ્દીકીનો જન્મ તા.૭/૧/૧૯૩૨ના રોજ ઉત્તરપ્રદેશના બસ્તી ગામમાં થયો હતો. તેમના પિતા અબ્દુલ મજીદ સિદ્દીકી જીવન વિજ્ઞાની હતા. માતાનું નામ જ્મોલા એમિલ સિદ્દીકી હતું. જેઓ યુનિવર્સિટી મેડીકલ કોલેજમાં હતા. ઓબેદ સિદ્દિકીઈ.સ.૧૯૭૭માં તેમણે સુક્ષ્મ જીવાણું જનનશાસ્ત્રથી પોતાના સંશોધનકાર્યની શરૂઆત કરી હતી. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલ પણ એનાયત થયેલ છે. તેમેણ માસ્ટર ડીગ્રી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી કાનપુરમાંથી મેળવી હતી. ઈ.સ. ૧૯૮૪માં સ્ટેટ યુનિવર્સિટી પુલ્લામ વોશિંગ્ટનમાંથી પી.એચ.ડી.ની ઉપાધી મેળવી હતી. આ ઉપરાંત કોલોરાડો યુનિવર્સિટીમાં ખૂબ જ ટૂંકાગાળામાં ડોકટરેટનીની પડવી મેળવી હતી. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે સેવા આપી હતી. નેશનલ સેન્ટર ફોર બાયોલોજીકલ સાયન્સીસ , બેગ્લોર સંસ્થાએ તેમણે ખૂબ જ મદદ કરી હતી. ઈ.સ. ૨૦૦૩માં અમેરિકાની રાષ્ટ્રીય વિજ્ઞાન અકાદમી પણ તેમણે વિદેશી સહયોગી તરીકે નિયુક્ત કર્યા હતા. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી , બનારસ હિંદુ યુનિવર્સિટી  તથા જામિયા હર્મદ તેમને ડી.એસ.સી.ની ડીગ્રી એનાયત કરી હતી. ઈ.સ. ૨૦૦૦માં શાંતિસ્વરૂપ ભટ્ટનાગર એવોર્ડ .ઈ.સ.૨૦૦૧માં જી.એમ.મોદી  ઇનોવેટીવ સાયન્સ એન્ડ ટેકનોલોજી એવોર્ડ પણ મળ્યો હતો. આ ઉપરાંત ઈ.સ. ૨૦૦૬માં ભારત સરકારે પદ્મ ભૂષણ ઈલકાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે ન્યૂરો જેનેટિસિસ્ટ તરીકે મશહૂર સિદ્દિકીએ ફળો પરની માખી વિષે પણ શોધકાર્ય કર્યું. તેમણે ‘ડ્રોસો ફિલા’ નામક ફળ પરની માખીની રાસાયણિક સંવેદના અંગે પાયાના પ્રાયોગિક કામની નોંધ કરી હતી. ‘ તેમણે મગજની સૂંઘવાની પ્રક્રિયાની અમારી સમજણ વધારી છે’ . તેમણે ડીએનએના વહન અને ફૂગ તથા જંતુઓના પુનઃ જોડાણને સમજવામાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું.

Share This:

સર જગદીશચંદ્ર બોઝ

                આધુનિક ભારતના મહાન વિજ્ઞાનઋષિ તરીકે ઓળખાતા સર જગદીશચંદ્ર બોઝનો  જન્મ તા.૩૦/૧૧/૧૮૫૮માં તેમના મોસાળના ગામ મેમનસિંહમાં થયો હતો. પિતા ભગવાનચંદ્ર ફરિદપુર જિલ્લામાં નાયબ ન્યાયાધીશ હતા. માતાનું નામ વનસુંદરીદેવી હતું. ઈ.સ.૧૯૭૯માં ભૌતિક વિજ્ઞાનમાં બી.એની પરીક્ષા પાસ કર્યા બાદ જગદીશચંદ્ર પરદેશ જઈ ડોક્ટર બનવા માગતા હતા, પરંતુ દેશભક્ત પિતાએ બેકારોને રોજગારી આપવા માટે સેવા પ્રવૃત્તિ કરી એમાં દેવું થઈ ગયું. જગદીશચંદ્રએ દેવું ભરપાઈ કરવા માટે સરકારમાં મોટા હોદ્દાની પરીક્ષા આપીને નોકરી કરવાનું નક્કી કરી લીધું હતું, પરંતુ માતાએ ઘરેણાં વેચીને દીકરાને પરદેશ મોકલ્યો. ત્યાં ચાર વર્ષ રહીને ઈ.સ.૧૮૮૪માં જગદીશચંદ્ર નૈર્સિગક વિજ્ઞાન વિષયમાં સ્નાતકની ડિગ્રી લઈને લંડનથી ભારત પાછા ફર્યા.આથી વિધાર્થીઓમાં વિજ્ઞાનમાં રસ પણ ખૂબ કેળવાયો. તેમના અધિકારીઓ પણ તેમની આવડતથી ખૂશ થયા. ભારતમાં અંગ્રેજોએ સ્થાપેલી ઇમ્પિરિયલ શિક્ષણ સેવામાં અધ્યાપક બનનાર તેઓ પ્રથમ ભારતીય હતા. ભારતીય હોવાથી તેમને અડધો પગાર મળતો હતો. બોઝે તેના વિરોધમાં ૧૦ વરસ સુધી લડત આપીને પૂરો પગાર મેળવ્યો અને પિતાનું દેવું ઉતાર્યું. તેમણે ઈ.સ.૧૮૯૫માં વીજળીક કિરણોની શોધ કરી.

                        જગદીશચંદ્ર બોઝે વનસ્પતિમમાં જીવ છે એ સાબિત કરીને એવાં યંત્રો બનાવ્યાં હતા જે વૃક્ષના એક ઇંચના લાખમાં ભાગ જેટલી વૃદ્ધિને પણ જાણી શકતાં હતાં. આ સંશોધન શરીર વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, કૃષિ અને ચિકિત્સા શાસ્ત્રમાં ખૂબ જ કામ લાગ્યું છે. આ યંત્રનું નામ   ‘ Groth of Balance by inclined plane’  હતું. લંડનની રોયલ સોસાયટી તેના નિયમ મુજબ એક મહાનુભાવને એક જ વાર વ્યાખ્યાતા તરીકે આમંત્રણ આપે છે, પરંતુ જગદીશચંદ્ર બોઝ એવા પ્રથમ વૈજ્ઞાનિક હતા જેમને આ સોસાયટીએ ત્રણ વાર બોલાવ્યા હતા. બ્રિટીશ સરકારે તેમને કમાંડર ઓફ ધ ઇન્ડિયન અમ્પાયર તથા નાઇટની ઉપાધીથી નવાજ્યા હતા.તેમણે આખું જીવન સંશોધન પાછળ ગાળ્યું હતું. વનસ્પતિમાં સજીવ છે કે નિર્જીવ તેનું સંશોધન કરવાનું પણ તેમણે શરૂ કર્યું. અને અંતે તેમણે નક્કી કર્યું કે વનસ્પતિ સજીવ છે. વનસ્પતિ મનુષ્યની માફક દરેક ક્રિયા કરે છે ને લાગણી પણ અનુભવે છે-એવી શોધ જગદીશચંદ્રએ કરી. આ સાબિત કરવા માટે તેમણે  એક યંત્ર બનાવ્યું જેનું નામ ‘ રેઝન્ટ રેકોર્ડર ‘ હતું. ઈ.સ.૧૯૨૯માં સર જગદીશચંદ્ર બોઝનો ‘ હીરક મહોત્સવ ‘ ઉજવાયો હતો. તેમનું ૨૨મી નવેમ્બર૧૯૩૭ના દિવસે અવસાન થયું.

Share This: