વાસરિકા – જાન્યુઆરી

જાન્યુઆરી

૧ જાન્યુ.૧૮૯૨ – ગાંધીજીના મિત્ર અને અંતેવાસી મહાદેવભાઇ હરિભાઈ દેસાઈનો જન્મ સુરત જીલ્લાના ઓડપાલ તાલુકાના સરસ ગામમાં થયો હતો. તેમનું મૂળ વતન દિહેણ હતું. ૧૯૫૫માં ‘મહાદેવભાઇની ડાયરી’ રોજનીશીને દિલ્લી સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત થયેલ છે. ( અવસાન – ૧૫/૮/૧૯૪૨)

૧ જાન્યુ. ૧૯૧૦-  કેમેરાની કલાનો કસબી પ્રાણલાલ કરમશીભાઈ પટેલનો જન્મ જામનગર જીલ્લાના જોડીયા પાસેના એક નાનકડા ગામમાં થયો હતો. તેઓ ૧૯૩૦થી ફોટોગ્રાફી ક્ષેત્રે સંકળાયેલ હતા.સરદાર વલ્લભભાઈ પટેલના સત્તાવાર તસ્વીરકાર હતા. તેઓ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત થયેલ છે. ( અવસાન ૧૮/૧/૨૦૧૪)’’’

૧ જાન્યુ. ૧૯૧૨ – આજીવન નિષ્ઠાપૂર્વક અધ્યાપનકાર્ય કરનાર અજાતશત્રુ વિવેચક અનંતકુમાર મણિશંકર રાવળનો જન્મ અમરેલીમાં થયો હતો.’ જન્મ અમરેલીમાં થયો હતો. સાહિત્ય વિહાર તેમનો પ્રથમ વિવેચન ગ્રંથ છે. તે  ઉપરાંત ‘ સમીક્ષા’, ‘સમાલોચના’, સાહિત્યવિવેક’ અને તારતમ્ય’ વગેરે વિવેચન પુસ્તકો પણ આપ્યા છે. ( અવસાન તા. ૧૮/૧૧/૧૯૮૮)

૧ જાન્યુ. ૧૯૨૭ ગુજરાતી મહિલા નવલકથાકારકુન્દનિકા પરમાનંદ કાપડિયાનો જન્મ લીમડીમાં થયો હતો.તેમની ‘ સાત પગલાં આકાશના’ નવલકથાને સાહિત્ય અકાદમી દિલ્લી તરફથી પારિતોષિક એનાયત થયો હતો.

૧  જાન્યુ. ૧૯૩૬ – ગુજરાતી રંગમંચના ખ્યાતનામ કલાકાર પ્રવીણ રામલાલ જોષીનો જન્મ પાટણમાં થયો હતો. ‘ સંતુ રંગીલી’ માં દિગ્દર્શક રહી નાટકના ૩૨૧ પ્રયોગો ભજવવા સદભાગી બન્યા હતા. (અવસાન તા. ૧૯/૧/૧૯૭૯)

૧ જાન્યુ. ૧૯૩૭ – ગુજરાતીમાં લોકપ્રય નવલકથા લખનાર નવલકથાકાર પ્રિયકાન્ત કાન્તિલાલ પરીખનો જન્મ રાજપીપળામાં થયો હતો. તેમણે ‘ અગનપિછોડી’, ‘હિમશીલા’,’ બોગનવેલ’ વાર્તાસંગ્રહો અને કર્મ’, ‘ શખ્સ’, ‘ અર્થ’ અને ‘ શોધ અશોધ’ તેમની નવલકથાઓ છે.

૧ જાન્યુ.૧૯૪૧ – ગુજરાતી અને હિન્દી ફિલ્મના મહાન અભિનેતા અસરાનીનો જન્મ થયો હતો. તેમનું મૂળ નામ ગોવર્ધન અસરની હતું. 

૩ જાન્યુ. ૧૮૭૪ – સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયના સ્થાપક ભિક્ષુ અખંડાનંદનો જન્મ બોરસદમાં થયો હતો. અખંડાનંદ આર્યુવેદ કોલેજના સ્થાપક હતા. તેમનું સંસારી નામ લલ્લુભાઈ જગજીવનઠાકર હતું.

૪ જાન્યુ.-૧૯૪૦ ગુજરાતના રણજી ટ્રોફીના મહાન વિકેટકીપર રજનીકાંત વનમાળીદાસ ત્રિવેદીનો જન્મ ભાવનગરમાં થયો હતો.

૫ જાન્યુ.- ૧૯૨૪ અમદાવાદના અવકાશસંશોધનકેન્દ્રના વરિષ્ઠ વિજ્ઞાની સંશોધક, વિજ્ઞાન લેખક ડૉ. પરંતપ પાઠકનો  જન્મ થયો હતો.

૬  જાન્યુ ૧૯૨૯ –        શિક્ષણપ્રત્યેના યોગ્ય અભિગમમાં માર્ગદર્શન આપનાર રવીન્દ્રભાઈ દવેનો જન્મ થયો હતો.

૬ જાન્યુ  ૧૯૩૫ –     અમદાવાદના પતંગ મ્યુઝીયમના સર્જક , આધુનિક ચિત્રશૈલીમાં કામ કરનાર ચિત્રકાર ભાનુભાઈ શાહનો જન્મ થયો હતો.

૭  જાન્યુ.-૧૯૫૮ તેજસ્વી કટારલેખક સરદાર પટેલ જીવન કાર્ય સંશોધનના નિયામક હરિભાઈ દેસાઈનો જન્મ થયો હતો.

૯ જાન્યુ. ૧૯૨૭ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ કવિ પ્રિયકાન્ત પ્રેમચંદભાઈ મણિયારનો જન્મ અમદાવાદમાં થયો હતો.તેમણે ઈ,, ૧૯૫૩માં પ્રથમ કાવ્યસંગ્રહ પ્રતિકત્યારપછી અશબ્દ રાત્રિ,’ સ્પર્શ’, ‘સમીપઅને લીલેરો ઢાળપ્રકાશિત કાર્ય હતા.

૧૦ જાન્યુ. ૧૯૪૦  લોકસાહિત્યના સંશોધક, સંપાદક અને લોક્પ્રચારક જોરાવરસિંહ જાદવનો જન્મ થયો હતો.

૧૪ જાન્યુ. ૧૯૧૦ ગુજરાત દૈનિકના સનિષ્ઠ તંત્રી, સજાગ પત્રકાર તથા નવલકથાકાર મોહનલાલ તુલસીદાસ મહેતા ઉર્ફે સોપાનનો જન્મ મોરબીમાં થયો હતો. .. ૧૯૪૦ થી ૧૯૬૦ સુધી જન્મભૂમિ દૈનિકના તંત્રી રહ્યા હતા. (અવસાન ૨૩//૧૯૮૬)

૧૪ જાન્યુ. ૧૯૩૫ આધુનિક ગુજરાતી સાહિત્યના પ્રથમ હરોળના ઊર્મિકવિ લાભશંકર જાદવજી ઠાકરનો જન્મ સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી ગામમાં થયો હતો. તેમણે લઘરો’, ‘ ટોળાં અવાજ ઘોઘાટ’ , ‘ મારે નામને દરવાજે’, ‘ વહી જતી પાછળ રમ્યઘોષા’ , ‘ માણસની વાતઅને કાલગ્રંથી કાવ્યસંગ્રહો આપ્યા છે. ‘ બાથટબમાં માછલીતેમનો એકાંકી સંગ્રહ છે. તો પીળું ગુલાબ અને હુંનાટ્યસંગ્રહ અને અકસ્માત અને લીલાસાગર તેમની નવલકથાઓ છે. (અવસાન//૨૦૧૬)

૧૪ જાન્યુ. ૧૯૩૮ ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્યલેખકોની પ્રથમ હરોળમાં બિરાજમાન વિનોદ ભટ્ટનો જન્મ થયો હતો.

૧૬ જાન્યુ. ૧૯૨૦ ભારત બંધારણના નિષ્ણાત તેમ જ્ કરવેરાના તજજ્ઞ કાયદાશાસ્ત્રી નાની પાલખીવાળાનો જન્મ થયો હતો.

૧૬ જાન્યુ. ૧૯૨૦ ભારતના બંધારણના નિષ્ણાંત તેમ જ્ કરવેરાના તજજ્ઞ કાયદાશાસ્ત્રી નાની પાલ્ખીવાલાનો જન્મ થયો હતો.

૧૮ જાન્યુ. ૧૯૪૬ ગુજરાતી સુગમ સંગીતના જાણીતા ગાયિકા હંસાબહેન દવેનો જન્મ થયો હતો.

૨૧ જાન્યુ. ૧૯૧૨ સ્ત્રીઓને થતા અન્યાય સામે મશાલ ધરનાર જ્યોતિસંઘના મહાન મહિલા સમાજસેવિકા ચારૂમતી યોધ્ધાનો જન્મ થયો હતો. ( અવસાન ૩૧//૧૯૮૧)

 ૨૧ જાન્યુ. ૧૮૨૦ અર્વાચીન ગુજરાતી ભાષા સાહિત્યના ઉદયનું પ્રથમ કિરણ ગુજરાતી કવિ, નિબંધકાર અને નાટ્યકાર શ્રી દલપતરામ ડાહ્યાભીનો જન્મ અમદાવાદમાં થયો હતો.તેમનું મૂળ વતન વઢવાણ હતું.તેમણે લક્ષ્મી’, ‘ મિથ્યાભિમાનીતથા બૃહદપિંગળતેમની કૃતિઓ છે. ( અવસાન ૨૫//૧૮૯૮)

૨૨ જાન્યુ.૧૮૬૯ –  ગુજરાતીના પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવનો જન્મ અમદાવાદમાં થયો હતો. ( અવસાન//૧૯૪૨)

૨૨ જાન્યુ. ૧૯૧૭ ગુજરાતી ગઝલકાર, પત્રકાર અબ્બાસ અબ્દુલઅલી વાસીનો જન્મ સુરતમાં થયો હતો. તેમણે મરીઝના ઉપનામથી ગઝલોની રચના કરી હતી. તેમના આગમનઅને નકશાનોંધપાત્ર ગઝલસંગ્રહો છે.

૨૪ જાન્યુ. ૧૮૮૨ ગુજરાતના જાણીતા આર્યુવેદ દુર્ગાશંકર કેવળ દાસ શાસ્ત્રીનો જન્મ અમરેલીમાં થયો હતો. તેમણે આર્યુવેદ વિજ્ઞાનમાસિકના સંપાદનની કામગીરી કરી હતી. (અવસાન ૨૯//૧૯૫૨)

૨૪ જાન્યુ. ૧૯૨૭ છાંદસ અને અછાંદસ કવિતા દ્વારા આધુનિક ગુજરાતી કવિતામાં સારું યોગદાન આપનાર પ્રિયકાન્ત પ્રેમચંદ મણિયારનો જન્મ વિરમગામમાં થયો હતો. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રતીકછે. આ ઉપરાંત અશબ્દ રાત્રી’, ‘સ્પર્શ’, ‘સમીપ’, ‘પ્રબળ ગતિ’, લીલેરો ઢાળઅને વ્યોમલિપિતેમના કાવ્યસંગ્રહો છે. (અવસાન૨૫//૧૯૭૬)

૨૫ જાન્યુ. ૧૯૦૮ ગુજરાતના બાળસાહિત્યક્ષેત્રે ઉત્તમ સાહિત્યસર્જન કરનાર બાળવાર્તાકાર રમણલાલ પીતાંબરદાસ સોનીનો જન્મ સાબરકાંઠા જીલ્લાના મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં થયો હતો. તેમણે શિશુકથા’, શિશુ સંસ્કાર માળા’, શિશુ ભરતી ગ્રંથમાળાવાર્તાસંગ્રહો આપ્યા છે. (અવસાન ૨૦//૨૦૦૬)

૨૫ જાન્યુ. ૧૯૨૬ –   વિવિધ મહિલા સંસ્થાઓ અને સંગઠનોની પ્રવૃતિઓમાં સતત રસ લેનાર પદ્માબેન જયકૃષ્ણભાઈનો જન્મ અમદાવાદમાં થયો હતો. ,,૧૯૪૬માં તેઓ જ્યોતિસંઘમાં જોડાયા હતા.

૨૬ જાન્યુ. ૧૮૭૪ યુવાન હૈયાની ઉર્મીઓને ગાનાર કવિ કલાપીના ઉપનામથી જાણીતા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનો જન્મ સૌરાષ્ટ્રના લાઠી ગામમાં થયો હતો. ‘ કલાપીનો કેકારવતેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ છે. ‘ કાશ્મીરનો પ્રવાસતેમનો પ્રવાસગ્રંથ છે. પ્રકૃતિ, પ્રેમ અને પ્રભુ તરફથી ઉત્કટ લાગણીઓનો પ્રભાવ તેમના કાવ્યોમાં જોવા મળે છે. ( અવસાન //૧૯૦૦)

૨૮ જાન્યુ. ૧૯૧૩ અનુગાંધીયુગના સૌદર્યદર્શી કવિઓમાં પ્રથમ સ્થાન પામનાર રાજેન્દ્ર કેશવલાલ શાહનો જન્મ ખેડા જીલ્લાના કપડવંજમાં થયો હતો. તેમનું ઉપનામ રામવૃદાવનીહતું. ‘ ધ્વનિતેમનો પ્રથમ અને ઉત્તમ કાવ્યસંગ્રહ છે. આ ઉપરાંત શ્રુતિ’, ‘ કોલાહલ’, ‘ ચિત્રણાઅને હું સાક્ષી છુંજેવા વીસથી વધારે કાવ્યસંગ્રહો આપ્યા છે... ૨૦૦૧માં ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર એનાયત થયો છે. (અવસાન//૨૦૧૦)

૨૮ જાન્યુ. ૧૯૩૨ ગુજરાતી વિવેચક અને સંપાદક્ક્ષેત્રે મહત્વની કામગીરી કરનાર જયંત સુખલાલ કોઠારીનો જન્મ રાજકોટમાં થયો હતો.તેમણે ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપઅને સુદામાચરિત’. ‘નિબંધ અને ગુજરાતી નિબંધ પુસ્તકો તેમણે પુસ્તકો લખ્યા છે.

૩૦ જાન્યુ. ૧૮૮૯ ગુજરાતી નાટકના ભીષ્મ પિતામહ સમાન, ‘નટમંડળના સ્થાપક, સ્ત્રી પાત્ર ભજવનાર જયશંકર  સુંદરીનો જન્મ વિસનગરમાં થયો હતો.’ થોડા આંસુ થોડા ફૂલતેમની આત્મકથા છે. ( અવસાન૨૨//૧૯૭૫)

૩૧ જાન્યુ. ૧૯૩૪ સંગીતના મહાન પંડિત ઓમકારનાથ ઠાકુરના શિષ્ય અતુલભાઈ દેસાઈનો જન્મ

 

Share This: