ગુજરાત સરકારની યોજનાઓ

ક્રમ યોજનાનું નામ યોજનાની શરૂઆત યોજનાનો હેતુ વિશેષ માહિતી
જનની સુરક્ષા યોજના ૨૦૧૩ Ø અનુ.જાતિ, અનુ.જનજાતિ અને ગરીબી રેખા (BPL) હેઠળ આવેલા પરિવાર મહિલાને પ્રસૂતિ માટે આર્થિક સહાય. Ø ગ્રામીણ વિસ્તારમાં રૂ.૭૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂ.૬૦૦/- સહાય.
માતા યશોદા પુરસ્કાર યોજના ૨૦૦૭ Ø આંગણવાડીમાં કામ કરતા કાર્યકરો અને તેડાગરોની કાર્યશક્તિ બદલ. રોકડ પુરસ્કાર Ø આંગણવાડી કાર્યકરને પ્રથમ રાજ્ય સ્તરે રૂ. ૫૧,૦૦૦/-, જિલ્લા સ્તરે રૂ.૩૧,૦૦૦/- અને ઘટક સ્તરે ૨૧,૦૦૦/- એનાયત.

Ø તેડાગર કાર્યકરને પ્રથમ રાજ્ય સ્તરે રૂ. ૩૧,૦૦૦/-, જિલ્લા સ્તરે રૂ.૨૧,૦૦૦/- અને ઘટક સ્તરે ૧૧,૦૦૦/- એનાયત.

માતા યશોદા ગૌરવનિધિ વીમા યોજના ૨૦૦૯ Ø આંગણવાડીમાં કામ કરતા કાર્યકરો અને તેડાગરોને રૂ. ૫૦,૦૦૦/- વીમા રક્ષણ. Ø યોજના શરૂ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત.

Ø આંગણવાડી અને તેડાગર કાર્યકરોને દર માસે રૂ. ૫૦/- જમા કરાવે છે.

Ø વીમાધારકનું અવસાન થાય તો રૂ.૫૦,૦૦૦/- અને વ્યાજ જે તે વારસદારને મળે છે.

અભયમ-૧૮૧ યોજના ૨૦૧૪ Ø ઘરેલું ત્રાસ,ઓફિસમાં છેડછાડ અને શૈક્ષણિક સંસ્થામાં છેડતી જેવા બનાવો મહિલાઓની સુરક્ષા પૂરી પાડવી. Ø યોજના શરૂ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત.

Ø મહિલા હેલ્પલાઇન-૧૮૧ ફોન કરવાથી પોલીસ તથા સ્વંય સેવકો મોબાઈલવાન લઈને જશે.

Ø આ પ્રોજેક્ટ શરૂઆતમાં મુખ્ય ચાર શહેરોમાં અમલ.

મુખ્યમંત્રી અમૃતમ યોજના ૨૦૧૨ Ø ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને તબીબી સારવાર જેવી કે હદય,મગજ,કીડની ,બર્ન્સ ,કેન્સર બીમારીની સારવારમાં સહાય. Ø પરિવારની વાર્ષિક આવક મહત્તમ રૂ. ૨ લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ.

Ø પરિવારમાં રહેતા ૫ વ્યક્તિઓને જ લાભ મળે છે.

Ø પરીવારને લાભાર્થી કાર્ડ આપવામાં આવે છે. BPL લાભાર્થીને સરકાર માન્ય હોસ્પિટલને સીધો રાજ્ય સરકાર દ્વારા ખર્ચ આપવામાં આવે છે.

મિશન મંગલ યોજના ૨૦૧૨ Ø ગરીબ મહિલા તથા તેના પરિવારનું જીવનધોરણ ઊંચું લાવવા  માટે. Ø યોજના હેઠળ ૨ લાખથી વધુ સખી મંડળોની રચના કરવામાં આવી છે.
વિદ્યાસહાય કન્યા ITI  તાલીમ યોજના ૧૯/૮/૨૦૧૪ Ø ITI  તાલીમાર્થીકન્યાઓને મુસાફરીમાં સરળતા માટે સુવિધા કરવી. Ø ITI  માં ૬ માસથી વધુ સમયના કોર્સ તાલીમ માટે સાઈકલ અથવા રૂ.૨૫૦૦/- આપવામાં આવે છે.

Ø વાલીની આવકમર્યાદા ગામ્ય વિસ્તાર માટે રૂ.૨૭૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ. ૩૬૦૦૦/- છે.

મહિલા સમૃદ્ધિ યોજના    Ø OBC મહિલાને સ્વરોજગારી ઉભી કરવી. Ø રૂ. ૫૦,૦૦૦/- વાર્ષિક ૪%ના વ્યાજદરની લોન આપવામાં આવે છે.
જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ   Ø ગર્ભવતી મહિલાને મફત અને કેશવેલ સારવાર તેમ જ ૧ વર્ષ સુધી બિમાર બાળક ઓપરેશન તથા સારવાર પૂરી પાડવી. Ø આ યોજના મફત અને શૂન્ય ખર્ચ સારવાર,મફત નિદાન , દવા,ભોજન,હોસ્પિટલ રોકાણ તથા ૧૦૮નિ સેવા પૂરી પાડવામાં આવે છે.
૧૦ માતૃ વંદના યોજના   Ø પ્રજનન દર તથા બાળમૃત્યુ દર તથા માતા મૃત્યુંદર ઘટાડવો . Ø કિશોરીઓમાં પૂરતા પોષણની વ્યવસ્થા કરવાનું આયોજન.
૧૧ ચિરંજીવી યોજના ૨૦૦૬ Ø ગરીબી રેખા (BPL) હેઠળ તથા અનુ.જન જાતિની તમામ સગર્ભા સ્ત્રીઓ નજીકના સરકાર માન્ય ખાનગી સ્ત્રીરોગ ચિકિત્સક પાસે વિનામૂલ્યે પ્રસૂતિ કરાવી શકે. Ø સરકાર માન્ય ખાનગી સ્ત્રીરોગ ચિકિત્સકને રૂ.૧૭૯૫/- ચૂકવે છે.

Ø ગ્રામ્ય વિસ્તારની સગર્ભાને વાહનભાડા પેટે રૂ. ૨૦૦/- અને શહેરી વિસ્તારની સગર્ભાને વાહનભાડા પેટે રૂ.૧૦૦/- તથા મદદનીશને રૂ.૫૦/- ચૂકવાય છે.

૧૨ આત્મા પ્રોજેક્ટ ૨૦૦૫ Ø ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. Ø કૃષિ વિસ્તરણની પ્રવૃતિઓ તથા નવા સંશોધનો ખેડૂતો સુધી પહોચાડી માહિતગાર કરવા.
૧૩ બાલ સખા યોજના   Ø બાળ મૃત્યુદર ઘટાડવા માટે. Ø કેન્દ્ર સરકાર ૯૦% અને રાજ્ય સરકાર ૧૦% ગ્રાન્ટ ચૂકવે છે.
૧૪ અત્રમ બ્રહ્મ યોજના   Ø સમાજના નિરાધાર, તરછોડાયેલા ગરીબોને વિનામૂલ્યે અનાજ ઉપલબ્ધ કરવું. Ø  
૧૫ સરદાર આવાસ યોજના ૧૯૯૭ Ø ગરીબી રેખા (BPL) હેઠળ આવતાં પરિવારને પોતાનું ઘર  બનાવવું. Ø ગરીબી રેખા (BPL) હેઠળ રહેલા તમામ પરિવારને ફક્ત એક જ વખત લાભ આપવો.

Ø રાજ્ય સરકાર તરફથી રૂ. ૩૬,૦૦૦/- અને રૂ. ૭૦૦૦/- લોકફાળો નક્કી કરેલ છે.

૧૬ ઈ-ધરા પ્રોજેક્ટ યોજના ૧/૮/૨૦૦૪ Ø ખેડૂતોને તમામ રેકોર્ડ કમ્પ્યુટરરાઈઝ્ડ તથા ઓનલાઈન કરવી. Ø તમામ ખેડૂતોને પોતાના જ ગામમાં ડેટા ઓનલાઈનથી પ્રાપ્ત કરી શકે.

Ø ગામના નમૂના નં,૬,૭/૧૨ના ઉતારા,૮-અ ની ઓનલાઈન પ્રતિનકલ ગામમાંથી રૂ. ૫/- માં મળી શકે.

૧૭ સાગરખેડૂ યોજના ૨૦૦૮ Ø સમુદ્રકિનારે કે સમુદ્ર પર આધારિત ખેડૂતોને મદદ કરવી. Ø સાગરકાંઠાના ૩૮ તાલુકાના બધા જ ગામોને શુદ્ધ પીવાનું પાણી પુરૂ પાડવું.

Ø સાગરકાંઠાના ખેડૂતોને ઘર અને વીજળી પૂરી પાડવી.

Ø માછીમારોને ઓળખકાર્ડ આપવા.

૧૮ કૃષિ મહોત્સવ યોજના ૨૦૦૫ Ø કૃષિક્ષેત્રે લોકભાગીદારીથી ગામડાઓને આધુનિક ઓજારો,કૃષિ પદ્ધતિ,જળસંચય ,વીજળી સંચયના કાર્યક્રમો ખેડૂતો સુધી પહોચાડવા. Ø મંત્રીઓ,સંદી અધિકારીઓ,કૃષિ વૈજ્ઞાનિકો,બેંક ઓફીસરો, એનજીઓના અધિકારીઓ દ્વારા કૃષિ રથ સાથે તમામ ગામોને આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ખેતી વિષે પ્રચાર કાર્યક્રમ.

Ø કૃષિ-કીટ અને સોઇલ કાર્ડ આપવામાં આવે છે.

૧૯ ઉમ્મીદ યોજના ૨૦૦૭ Ø શહેરી બેરોજગાર યુવાનો (૧૮ થી ૩૫ વર્ષ)ઓને કૌશલ્યવર્ધક  તાલીમ આપી વેતનયુક્ત રોજગારી આપવી. Ø BPL લાભાર્થીઓને તથા ૪૦% મહિલાઓને સમાવેશ.

Ø ૧ લાખ શહેરી વિસ્તારના ગરીબ યુવક યુવતીઓને આજીવિકા આપવી.

Ø અંગેજી ભાષાનું જ્ઞાન,પ્રેક્ટીકલ તાલીમ આપવી.

૨૦ સ્વયં સક્ષમ યોજના   Ø OBC વર્ગના યુવક કે યુવતીઓને આર્થિક સહાય કરવી. Ø OBC વર્ગના યુવક કે યુવતીઓનેદાકતરી,આર્કિટેક્ટ, સોફ્ટવેર,ઓટોમોબાઇલ,વકીલ,હોટલ મેનેજમેન્ટ,શિલ્પ કળા તાલીમ મેળવી સ્વનિર્ભર બનવા માગતા હોય તો રૂ.૧૦ લાખ સુધી લોન ધિરાણ.

Ø રૂ. ૫ લાખ સુધી વ્યાજનો દર વાર્ષિક ૭% અને ૫ લાખથી ૧૦ લાખ સુધી વ્યાજનો દર વાર્ષિક ૮% હોય છે.

૨૧ તીર્થગ્રામ યોજના ૨૦૦૪ Ø ગામડામાં રહેતા લોકો વચ્ચે સદ્દભાવના,એકતા અને ગામનો વિકાસ થાય તેવા પ્રયાસો કરવા. Ø તીર્થગ્રામ માટે પસંદ થયેલ ગામને રૂ. ૨ લાખ પ્રોત્સાહન અનુદાન આપવામાં આવે છે.

Ø આ યોજના અંતર્ગત પસંદ થયેલ પાવાનગામને રૂ. એક લાખ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે.

૨૨ સમરસ ગ્રામ યોજના ૨૦૦૧ Ø ગામમાં સર્વ સમંતિથી  ગામના વડાની પસંદગી કરી ગામનો વિકાસ કરવો. Ø ૫૦૦૦ વસ્તી પ્રમાણ સમરસ ગામને  પ્રથમ વખતે રૂ. બે લાખ  અને સ્ત્રી સમરસ  હોય તો ત્રણ લાખ પુરસ્કાર સ્વરૂપે અપાય છે. બીજી વખતે રૂ. અઢી લાખ  અને સ્ત્રી સમરસ  હોય તો ત્રણ  લાખ પંચોતેર હજાર પુરસ્કાર સ્વરૂપે અપાય છે. ત્રીજી વખતે રૂ. ૩,૧૨,૫૦૦/- અને સ્ત્રી સમરસ  હોય તો રૂ.૪,૬૮,૭૫૦/- પુરસ્કાર સ્વરૂપે અપાય છે.

Ø ૫૦૦૧ થી વધુ  વસ્તી પ્રમાણ સમરસ ગામને  પ્રથમ વખતે રૂ. ત્રણ લાખ  અને સ્ત્રી સમરસ  હોય તો પાંચ  લાખ પુરસ્કાર સ્વરૂપે અપાય છે. બીજી વખતે રૂ. ૩,૭૫,૦૦૦/-  અને સ્ત્રી સમરસ  હોય તો રૂ.૬,૨૫,૦૦૦/- પુરસ્કાર સ્વરૂપે અપાય છે. ત્રીજી વખતે રૂ. ૪,૬૮,૭૫૦ /- અને સ્ત્રી સમરસ  હોય તો રૂ.૭,૮૧,૨૫૦ /- પુરસ્કાર સ્વરૂપે અપાય છે.

૨૩ જ્યોતિગ્રામ યોજના ૨૦૦૩ Ø ગ્રામીણ વિસ્તારોમાં ૨૪ કલાક સિંગલ ફેઝ અને ૮ કલાક થ્રી ફેઝ વીજળીની સુવિધા આપવી. Ø આ યોજનાનો અમલ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય.

Ø કૃષિ ઉત્પાદનમાં વધારો

Ø વીજ ચોરી અટકાવી શકાય

Ø નવીન રોજગારીની તકોમાં વધારો

Ø નાના અને કુટીર ઉદ્યોગોનો વિકાસ થશે.

૨૪ સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના ૨૦૦૭ Ø સફાઈ પ્રત્યે લોકોમાં સદ્દભાવના અને જાગૃતિ આવે. Ø વર્ષ- ૨૦૦૭ સરકારે ‘ નિર્મળ ગુજરાત’ ઉજવણી કરી.

Ø જે ગામમાં ૧૦૦% વેરો ઉઘરાવવામાં આવે તે ગામને સરકાર ૧૧૦% ગ્રાન્ટ પ્રોત્સાહક આપશે.

Ø ગામમાં શૌચાલય અને સફાઈ વ્યવસ્થા કરવી.

૨૫ નિર્મળ ગુજરાત શૌચાલય યોજના ૨૦૧૨ Ø શહેરોમાં વસવાટ કરતાં શૌચાલયવિહોણા પરિવારોને વ્યક્તિગત શૌચાલયની સુવિધા ઉભી કરવી. Ø રાજ્ય સરકાર રૂ. ૪૫૦૦/-ની સહાય તથા સ્થાનિક સંસ્થા રૂ. ૧૫૦૦/- સુધીની સહાય અથવા લોકભાગીદારીથી ચૂકવવી.

Ø આ યોજનાનો લાભ BPL અને APL પરિવાઓને મળવાપાત્ર છે.

૨૬ ગુણોત્સવ યોજના ૨૦૦૯ Ø રાજ્યની પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવાનો છે. Ø રાજ્યની પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવાનો સમાજ અને રાજ્ય સરકારનો સંયુક્ત પ્રયાસ.

Ø વાંચન,લેખન,ગણન  તથા શાળાના સર્વગ્રાહી મૂલ્યાંકન કરવાની યોજના.

૨૭ પ્રજ્ઞા યોજના ૨૦૧૦ Ø વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન, રમતગમત દ્વારા જ્ઞાન આપવાની યોજના છે.

Ø વિદ્યાર્થીઓ મુક્ત વાતાવરણમાં નિર્ભય બની શાળામાં આવે.

Ø પ્રજ્ઞા એટલે ભાર વિનાનું ભણતર, પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન,રમતગમત દ્વારા જ્ઞાન.

Ø શરૂઆતમાં ધો-૧ અને ૨માં દાખલ કરવામાં આવી, અત્યારે ધો-૧ થી ૫માં અમલમાં છે.

૨૮ વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના   Ø કન્યા કેળવણીનું પ્રમાણ વધે તે માટે. Ø ધો-૧ માં પ્રવેશ મેળવનાર કન્યાને રૂ.૨૦૦૦/- વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે. જ્યારે આ કન્યા ધો-૮ પાસ કરે ત્યારે બોન્ડની વ્યાજ સહિતની રકમ આપવામાં આવે છે.
૨૯ વિદ્યાદીપ યોજના   Ø શાળામાં અભ્યાસ કરતાં બાળકનું અચાનક અકસ્માતે મૃત્યુ થાય ત્યારે તેના વાલી /માતા-પિતાને આશ્વાસન આપવાનો હેતુ. Ø વિદ્યાદીપ યોજનાનું વીમા પ્રીમિયમ રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવે છે.

Ø પ્રાથમિક શાળાના (ધો-૧ થી ૮ ) વિદ્યાર્થીના વાલીને રૂ. ૫૦.૦૦૦/- તથા માધ્યમિક,ઉચ્ચત્તર માધ્યમિક અને કોલેજના વિદ્યાર્થીના વાળીને ૧,૦૦,૦૦૦/- વીમા રાશી ચૂકવવવામાં આવે છે.

૩૦ સરસ્વતી સાધના યોજના   Ø માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં કન્યાઓના શાળા છોડી જવાના પ્રમાણને ઘટાડવાનો મુખ્ય હેતુ. Ø ધો-૯માં ભણતી કન્યાઓને સાઈકલ ભેટ આપવામાં આવે છે.

Ø આ યોજના સામાજિક,શૈક્ષિણક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓને સાઈકલ ભેટ આપવામાં આવે છે.

Ø ગ્રામીણ વિસ્તારમાં માતાપિતાની વાર્ષિક આવક રૂ.૨૭૦૦૦/- અને શહેરી  વિસ્તારમાં માતાપિતાની વાર્ષિક આવક રૂ.૩૬૦૦૦/- નિર્ધારિત કરેલ છે.

૩૧ વિકલાંગ કન્યાને લગ્ન સહાય ૨૦૧૪ Ø વિકલાંગ કન્યાઓને લગ્ન સમયે સહાય પૂરી પાડવી. Ø વિકલાંગથી વિકલાંગ વ્યક્તિ એકબીજા સાથે લગ્ન કરે ત્યારે તથા વિકલાંગથી સામાન્ય વ્યક્તિ લગ્ન કરે ત્યારે આ યોજનાનો લાભ મળે છે.

Ø આ યોજનાનો લાભ તમામ બહેનોને રૂ.૨૦,૦૦૦/- આર્થિક સહાય આપવામાં આવે છે.

૩૨ વનબંધુ કલ્યાણ યોજના ૨૦૦૮ Ø આદિવાસી જાતિના ઉત્કર્ષ માટે Ø રાજ્ય સરકાર રૂ. ૧૫,૦૦૦/- કરોડના ખર્ચવાળી યોજના છે.

Ø છેલ્લા ૫ વર્ષમાં ૧૨ હજાર યુવાનોને ‘મારૂતિ ઉદ્યોગ લીમીટેડ’ સંસ્થાના સહયોગથી તાલીમ.

Ø વાડી યોજના, મોબાઈલ વાન, દૂધ સંજીવની યોજનાનો અમલ, ડેરી યોજના ,આદર્શ નિવાસી સ્કૂલો ચાલુ કરવી.

Share This: