સલીમ અલી

       ગુજરાતના વનસ્પતિશાસ્ત્રી અને આર્યુંવેદાચાર્ય  અને ભારતના ‘ બર્ડ મેન’ તરીકે જાણીતા ડૉ. સલીમ મોહિઝુદ્દીન અબ્દુલ અલીનો જન્મ તા.૧૨/૧૧/૧૮૯૬ ના રોજ મુંબઈમાં થયો હતો. તેમનુ મૂળ વતન ખંભાત હતું. તેમનું આખું નામ ડૉ.સલીમ મોહિઝુદ્દીન અબ્દુલ અલી હતું. ડૉ.સલીમ અલી એની જિંદગીના શરૂઆતના દિવસો બેકારી અને તકલીફોમાં વિતાવ્યા હતા. નસીબે એનો હાથ પકડ્યો ના હોત તો તે વેપારધંધામાં કે ઓફીસ મેનેજર તરીકે જ જીવી જાત. દસ વર્ષની વયે સલીમને મામાએ એરગન લઇ આપી. એક દિવસ સલીમે ચકલીનો શિકાર કર્યો. આ ચકલીના ગળાનો નીચેલો ભાગ પીળા રંગનો હતો. સલીમ એ જાણવા ઉત્સુક હતો.પણ તેના મામા કહી ણા શક્યા કે ચકલી નોખી કેમ છે. એમણે સલીમને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી પર જવાનું સૂચવ્યું. એ ગયો તો ખરો,પણ અજાણ્યા અને વિચિત્ર લાગતાંઅંગેજ માનદ મંત્રી એસ.મીલાર્ડની પાસે જતાં અચકાતો હતો. હિંમત કરી તે ઓફિસમાં ગયો. આ એક જ ઘટનાએ સલીમની જિંદગીમાં આમૂલ પરિવર્તન આવ્યું. અને ભારતને તેનો શ્રેષ્ઠ પક્ષીવિદ મળ્યો. મિલાર્ડે પેલી ચકલીને પીળા રંગની ચકલી ઓળખી બતાવી અને સોસાયટીમાં દવાઓ ભરીને સાચવેલા પક્ષીઓનો અદભૂત ખજાનો પણ એને બતાવ્યો. સલીમને આ ઘટના પછી પક્ષીવિદ તરીકે જ વ્યવસાયમાં જોડાવાનો સંકલ્પ કર્યો.તેમને ભારતમાં હૈદરાબાદ રાજ્યના પક્ષીઓની મોજણીની સર્વપ્રથમ કામગીરી કરી.ત્યારપછી સમગ્ર ભારતના બધા જ પ્રદેશમાં પક્ષીઓની મોજણીની કામગીરી કરી હતી. કચ્છ અને ત્રાવણકોરનાં પક્ષીઓ પર તો તેમણે સ્વંતત્ર ગ્રંથો લખ્યા છે. આ ઉપરાંત પણ તેમણે પક્ષીઓ વિશે ઘણા પુસ્તકો લખ્યા છે. તેમણે ‘ ધ હોલ ઓફ ધ સ્પેરો’ નામની આત્મકથા લખી. તેમણે ઘણા રાષ્ટ્રીય અને અંતરરાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયા છે. ભારત સરકારે પણ તેમને’ પદ્મ ભૂષણ’ આપી સન્માનિત કર્યા છે. ડૉ.સલીમ અલી ૨૦મી જુન ૧૯૮૭નાં દિવસે અવસાન થયું.            

Share This: