નવસારી

 • નવસારી જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો મહત્વનો જિલ્લો છે
 • નવસારી જિલ્લાની ઉત્તરમાંસુરત જિલ્લો, પૂર્વમાં ડાંગ જિલ્લો અને દક્ષિણમાં વલસાડ અને પશ્ચિમે અરબીસમુદ્ર આવેલા છે,
 • નવસારીનો પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો વિસ્તાર બગીચા લાયક ‘ ગ્રીન બેલ્ટ’ તરીકે જાણીતો છે.
 • ક્ષેત્રફળ :- ૨,૬૫૭ચો.કિમી
 • સ્થાપના :- તા.૨/૧૦/૧૯૯૭
 • વિધાનસભાની કુલ સીટો :- ૪ { જલાલપુર, નવસારી, ગણદેવી અને વાંસદા (એસટી)}
 • વસ્તી :- ૧૩,૩૦,૭૭૧ (૨૦૧૧મુજબ )
 • વસ્તી ગીચતા :- ૬૦૨
 • અક્ષર જ્ઞાન :-૮૩.૮૮%
 • સ્ત્રી પુરૂષ પ્રમાણ:- ૯૬૧(દર હજારે)
 • મુખ્ય મથક :- નવસારી
 • તાલુકાઓ :-૬ ( જલાલપોર,નવસારી,ગણદેવી ,ચીખલી અને વાસંદા)
 • તાલુકા પંચાયતની કુલ સીટો :- ૬ (બેઠકો- ૧૩૪)( ભાજપ-૭૨ કોંગ્રેસ-૬૧ અન્ય-૧ )( નવસારી-૧૮, ગણદેવી-૨૪,જબલપુર-૨૦, વાસંદા-૨૮,ચીખલી-૨૮ અને ખેરગામ-૧૬)
 • જિલ્લા પંચાયતની કુલ સીટો :-૩૦ ( ભાજપ-૧૮, કોંગ્રેસ-૧૨, અન્ય-૦ )
 • જિલ્લા પંચાયત પ્રમુખ :- દિનેશભાઈ પટેલ
 • જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- ગીતા ગાવીત
 • નગરપાલિકાની સંખ્યા અને વોર્ડ:– ૧ (નવસારી-૧૧)(૪૪)( ભાજપ-૩૦, કોંગ્રેસ-૧૪,અન્ય-૦ )
 • ગામડાંઓ :-૩૯૨
 • ગ્રામ પંચાયત :- ૩૬૮
 • આરટીઓ નં.:-GJ-21
 • પોસ્ટ પીનકોડ નંબર :૩૯૬૪૪૫
 • ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ :એગ્રીકલ્ચર યુનિવર્સિટી, નવસારી
 • પાક:- ડાંગર, કપાસ, જુવાર, કેરી,શેરડી,કઠોળ
 • ઉદ્યોગ:- કાગળ,લાકડા ઉદ્યોગ ,ખાંડ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, સુતરાઉ કાપડ અને વહાણ ઉદ્યોગ
 • ખનીજ:-
 • બંદરો :- જલાલપોર, ઓંજલ અને બીલીમોરા
 • નદીઓ:- પૂર્ણા, અંબિકા, કાવેરી, ઔરંગા, ભૈરવી અને મીંઢોળા
 • તળાવ :- દૂધિયું
 • રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં:- ૮
 • પર્વતો:-
 • અગત્યના સ્થળો : સોમનાથનું મંદિર(બીલીમોરા) ,સંજાણ,ગણદેવી,દાંડી ,ઉભરાટનો દરિયો, ઉદવાડા, દાંડી

વિશેષ નોંધ :

 • ઉભરાટ હવા ખવાનું સ્થળ છે.
 • ‘ પુસ્તકોની નગરી’ તરીકે નવસારી ઓળખાય છે.
 • નવસારી પૂર્ણા નદીને કિનારે વસેલું શહેર છે.
 • બીલીમોરા કાગળ ઉધોગ તેમજ લાકડાના ઉદ્યોગ માટે જાણીતું છે.
 • ગણદેવી ખાંડ ના કારખાના છે.
 • નવસારી પશ્ચિમ રેલ્વેનું મહત્વનું સ્ટેશન છે.
 • ગુજરાતમાં પારસીઓં સૌપ્રથમ સંજાણ,બંદરે ઉતર્યા હતા.
 • દાંડી મીઠાના સત્યાગ્રહ માટે જાણીતું છે.
 • ઉદવાડા પારસીઓંનું કાશી કહેવાય છે.
 • નવસારી શહેરના હુંદરાજના દાણા-ચણા અને સોનાની વ્યાજ્બી ભાવની ખરીદી પણ મશહુર છે.
 • નવસારી જિલ્લામાંથી પૂર્ણા , અંબિકા, કાવેરી, ખરેરા અને કોસખાડીવગેરે નદીઓ પસાર થાય છે.
 • નવસારીમાં દૂધિયા તળાવ આવેલું છે.
 • નવસારીજીલ્લાનાવાસંદામાં વાઘ, ચત્તા,દીપડો,જરખ અને ચૌશિંગા પશુઓનું વાસંદા નેશનલ પાર્ક આવેલું છે.
 • નવસારી જીલ્લાનું ઉભરાટ વિહારધામછે.
 • નવસારી શહેર જમશેદજી તાતાનું જન્મસ્થળ છે.

Share This:

નર્મદા

 • નર્મદા જિલ્લો ઉત્તરે વડોદરા અને છોટાઉદેપુરજીલ્લો દક્ષિણમાં સુરત જીલ્લો ,પૂર્વમાં મહારાષ્ટ્ર અને પશ્ચિમમાં સુરત જીલ્લાની સરહદો આવેલી છે.
 • ક્ષેત્રફળ :- ૨,૭૪૯ચો.કિમી
 • સ્થાપના :-૧૯૯૭
 • વિધાનસભાની કુલ સીટો :- ૨ { નાંદોદ (એસ.ટી) અને ડેડીયાપાડા(એસ.ટી)}
 • વસ્તી :-૫,૯૦,૩૭૯ (૨૦૧૧મુજબ )
 • અક્ષર જ્ઞાન :- ૭૨.૭૧ %
 • સ્ત્રી પુરૂષ પ્રમાણ:- ૯૬૧(દર હજારે)
 • મુખ્ય મથક :- રાજપીપળા
 • રાષ્ટ્રીય ધોરી માર્ગ :- નં.-૫૬
 • તાલુકાઓ :-૪( ૧) નાંદોદ ,(૨) ડેડીયાપાડા ,(૩) તિલકવાડા અને (૪) સાગબારા )
 • તાલુકા પંચાયતની કુલ સીટો :- ૫ (બેઠકો-૯૦)( ભાજપ-૨૭, કોંગ્રેસ-૪૪ અન્ય-૧૯ ) ( તિલકવાડા-૧૬, નાંદોદ-૧૮, ડેડીયાપાડા-૨૨, સાગબારા-૧૮,અને ગરૂડેશ્વર-૧૬)
 • જિલ્લા પંચાયતની કુલ સીટો :- ૨૨( ભાજપ-૬, કોંગ્રેસ-૧૦ અન્ય-૦૬ )
 • જિલ્લા પંચાયત પ્રમુખ :- રૂચિકા વસાવા
 • જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- વનીતા વસાવા (જેડીયુ)
 • નગરપાલિકાની સંખ્યા અને વોર્ડ :- ૧ ( રાજપીપળા-૭(૨૮)( ભાજપ-૧૫, કોંગ્રેસ-૦૭ અન્ય-૬ ))
 • ગામડાંઓ :-૬૦૯
 • આરટીઓ નંબર:GJ-22
 • પાક:- જુવાર, ડાંગર, બાજરી,કપાસ,મકાઈ અને ઘઉં
 • ઉદ્યોગ:- ઇમારતી લાકડું,ફિલ્મ ઉદ્યોગ અને અકીક
 • ખનીજ:-
 • નદીઓ:- નર્મદા,કરજણ
 • અભ્યારણ્ય :- ડુમખલ વન્ય અભ્યારણ્ય,સુરપાણેશ્વરઅભ્યારણ્ય (દેડીયાપાડા)
 • જળાશય ડેમ :- સરદાર સરોવર (કેવડીયા કોલોની),કરજણ ડેમ
 • પર્વતો:- રાજપીપળાની ટેકરીઓ
 • અગત્યના સ્થળો:- કેવડીયા કોલોની, સુરપાણેશ્વર, કેવડીયા, રાજમહેલ (રાજપીપળા),ગરૂડેશ્વર

વિશેષ નોંધ :

 • આ જિલ્લો ગુજરાત રાજ્યનો ત્રીજા ક્રમનો પછાત જિલ્લો છે.
 • રાજપીપળામાં એક હજાર બારીવાળો રાજમહેલ છે.
 • વ્યાયામ વિદ્યાલયો આવેલા છે.
 • કેવડિયા ખાતે આવેલ સરદાર સરોવર (નર્મદા યોજના) આપણા દેશ ની મહત્વની બહુહેતુક યોજના છે.
 • સૂરપાણેશ્વ્રર રીંછ,ચિત્તા, દીપડા,જંગલી બિલાડી, ઝરખ અને હાયેના માટેનું અભયારણ્ય આવેલું છે.

Share This:

આણંદ

 • આણંદ જીલ્લાની રચના ખેડા જિલ્લામાંથી કરવામાં આવી હતી. આ જીલ્લાની આજુબાજુ પશ્ચિમમાં અમદાવાદ, ઉત્તરે ખેડા,પૂર્વમાં વડોદરા અને દક્ષિણમાં ભરૂચ જિલ્લા આવેલા છે.
 • ક્ષેત્રફળ :-૨,૯૪૧ચો. કિમી
 • સ્થાપના :- તા. ૨/ ૧૦/ ૧૯૯૭ (મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા)
 • વિધાનસભાની કુલ સીટો :-૭ { ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજીત્રા}
 • વસ્તી :-૨૦,૯૨,૭૪૫ (૨૦૧૧મુજબ )
 • વસ્તીમાં જીલ્લાનો ક્રમ :- ૧૪મો
 • અક્ષર જ્ઞાન :-૮૪.૩૭ %
 • સ્ત્રી પુરૂષ પ્રમાણ:- ૯૨૫ (દરહજારે)
 • વસ્તી ગીચતા :-૭૧૧ એક ચો.કિમી (વ્યક્તિ દીઠ)
 • મુખ્ય મથક :- આણંદ
 • ગામડાઓ:- ૩૫૪
 • ગ્રામપંચાયતોની સંખ્યા :-૩૫૨
 • તાલુકાઓ :-૮ (૧) આણંદ ,(૨) બોરસદ, (૩) ખંભાત, (૪) પેટલાદ,(૫) સોજીત્રા,(૬) ઉમરેઠ,(૭) તારાપુર અને (૮) આંકલાવ
 • તાલુકા પંચાયતની કુલ સીટો :-૮ (બેઠકો-૧૯૬) ( ભાજપ-૬૬, કોંગ્રેસ-૧૩૨ અન્ય-૩ ) (આણંદ- ૩૪, ઉમરેઠ-૨૨, તારાપુર-૧૬, સોજીત્રા-૧૬, આંકલાવ-૨૦ પેટલાદ-૨૪ ,બોરસદ-૩૪,સોજીત્રા-૧૬ અને ખંભાત-૨૬)
 • જિલ્લા પંચાયતની કુલ સીટો :-૪૨ ( ભાજપ-૧૨, કોંગ્રેસ-૩૦ અન્ય-૦ )
 • જિલ્લા પંચાયત પ્રમુખ :- કપિલાબેન ચાવડા
 • જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- ગૌરાંગ પટેલ
 • નગરપાલિકાની સંખ્યા :-૧૧(૧) આણંદ -૧૩(૫૨)( ભાજપ-૨૮, કોંગ્રેસ-૨૨, અન્ય-૨ ), (૨) પેટલાદ-૯(૩૬)( ભાજપ-૧૪, કોંગ્રેસ-૨૦, અન્ય-૨ ), (૩) ખંભાત-૯(૩૬) ( ભાજપ-૨૦, કોંગ્રેસ-૧૬, અન્ય-૦ ) ,(૪) બોરસદ-૯ (૩૬) ( ભાજપ-૦૭, કોંગ્રેસ-૧૦ અન્ય-૧૯ ),(૫) ઉમરેઠ-૭(૨૮) ( ભાજપ-૨૨, કોંગ્રેસ-૦૦ અન્ય-૬ ),(૬)ઓડ, (૭)વલ્લભવિદ્યાનગર, (૮)કરમસદ, (૯) આંકલાવ,(૧૦) બોરીઆવી,(૧૧) સોજીત્રા
 • બંદરો:- ખંભાત (નાનું બંદર)
 • નદીઓ:- સાબરમતી,મહી ,શેઢી અને આનંદા,નાવીડા
 • રાષ્ટ્રીય ધોરી માર્ગ :- માર્ગ-૮ (નવો નંબર ૪૮)અને એક્સપ્રેસ હાઈ વે નં.-૧ પસાર થાય છે.
 • તળાવ અને સરોવર :-વેરાઈ માતાનું તળાવ (આણંદ),નારેશ્વર તળાવ(ખંભાત) અને ગોમતી તળાવ( ડાકોર) ,મોગરી તળાવ (આણંદ)
 • વાવ :- જ્ઞાનવાળી વાવ અને વડવાળી વાવ
 • ઇન્સ્ટીટયુટઓફ રૂરલ મેનેજમેન્ટ (ઇરમા)નું મુખ્ય મથક આણંદ ખાતે આવેલું છે.
 • ઉધોગ:- બીડી , તમાકુ સંશોધન કેન્દ્ર, અને ખંભાતના અકીકના પથ્થર પર પોલીશ કરવાનો ઉદ્યોગ.
 • એસટીડી કોડ નંબર:- ૦૨૬૯૨
 • આરટીઓ નંબર:GJ-23
 • ખનિજ :- ૧૯૫૮માં લૂણેજ ખાતેથી ગુજરાતમાં સૌપ્રથમ ખનીજતેલ મળી આવ્યું હતું. તથા ખંભાત ખાતેથી પણ ખનીજતેલ મળી આવ્યું છે.
 • મુખ્ય પાક :- તમાકુ, કેળાં, શેરડી, બાજરી, રાઈ,ચીકુ અને બટાકા
 • જમીનનો પ્રકાર :- ગોરાડું અને કાળી
 • મુખ્ય શહેરો : આણંદ,વલ્ભવિદ્યાનગર ,ખંભાત
 • અગત્યના શહેરો : ધુવારણ ,પેટલાદ ,લુણેજ
 • ઉચ્ચ શૈક્ષિણક સંસ્થાઓ :-
  • ઇન્સ્ટીટયુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ( IRMA)આણંદ (સ્થાપના -૧૯૭૯)
  • આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ( આણંદ) (સ્થાપના- ૨૦૦૪)
  • સરદાર પટેલ યુનિવર્સિટી (વલ્લભવિદ્યાનગર) (સ્થાપના- ૧૯૫૫)
  • ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચાંગા) મેડીકલ કોલેજ (કરમસદ)
 • આરટીઓ નંબર :- GJ-23
 • જોવાલાયક સ્થળો : અમુલ ડેરી (આણંદ) સ્વામિનારાયણ મંદિર (વડતાલ ) વિદ્યાધામ (વલ્ભવિદ્યાનગર), સંત કેવલ મંદિર (સારસા), મહાકાલેશ્વર મંદિર(બોરસદ),સ્વામીનારાયણ મંદિર (બોચાસણ)મહાકાલેશ્વરમંદિર(બોરસદ),ખંભાત, સ્વામીનારાયણ મંદિર બોચાસણ તથા કરમસદ

વિશેષ નોંધ :-

 • એશિયાની સૌથી મોટી ડેરી અને ભારતની પ્રખ્યાત અમુલ ડેરી આવેલી છે જેના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ હતા.સરદાર પટેલની સલાહથી તા. ૧૪ ડિસેમ્બર ૧૯૪૬ના રોજ ત્રિભુવનદાસ પટેલના ચેરમેનપદ હેઠળ અમૂલ (આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ)ની સ્થાપના કરવામાં આવી હતી.
 • એન .ડી.ડી .બી (નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ )નું વડું મથક આણંદમાં આવેલી છે .
 • આણંદગીર નામ ગોસાઈએ નવમી સદીમાં આણંદ શહેર વસાવ્યું હતું.
 • ખંભાતમાં અકીક ઉધોગ વિકસ્યો છે તેનું જુનું નામ સ્તંભતીર્થ હતું .
 • સરદાર પટેલની જન્મભૂમિ કરમસદછે.
 • બોરસદ રવિશંકર મહારાજની કર્મભૂમિ હતી.
 • ઈ.સ. ૧૯૪૬માં ખેડા દૂધ ઉત્પાદક સંઘની સ્થાપના કરવામાં આવી હતી.
 • ખંભાતનું પ્રાચીન નામ સ્તંભપુર છે.
 • વલ્લભવિદ્યાનગર ખાતે ગુજરાતની સૌપ્રથમ એન્જીનીયરીંગ કોલેજની સ્થાપના ભાઈલાલભાઈ પટેલના પ્રયત્નોથી થઈ હતી. વલ્લભવિદ્યાનગર વિદ્યાનગરી તરીકે જાણીતું છે.
 • આણંદ સફેદ ક્રાંતિ માટે સુપ્રસિદ્ધ છે. ડૉ. વર્ગીસ કુરિયન ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા છે.
 • અકીકના વેપારના મહત્વનું કેન્દ્ર ખંભાત છે.
 • પ્રાદેશિક પ્રદેશ ચરોતર તરીકે ઓળખાય છે.
 • બોચાસણનું નામ બુચેશ્વેર મહાદેવ પરથી પડ્યું છે. અહીં સ્વામિનારાયણસંપ્રદાય અક્ષર પુરસોત્તમ સંસ્થાનું મુખ્ય મથક આવેલું છે.
 • ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુતમથક ધુવારણમાં આવેલું છે.જે ની સ્થાપના પૂર્વ બળવંતરાય મહેતાના શાસનકાળ દરમ્યાન થયું હતું.
 • આણંદ શ્વેતક્રાંતિની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે.
 • ઐતિહાસિક લડાઈની યુદ્ધભૂમિ તરીકે અડાશ જાણીતું સ્થળ છે.
 • ખંભાત તાળાં, સૂતરફેણી અને હલવો જાણીતો છે. તથા વાસદ તુવેર દાળ, ઉમરેઠના અસ્ત્રા માટે જાણીતું છે.
 • ખંભાત નજીક ‘ કાકાની કબર’ વહોરા કોમનું તીર્થસ્થાન આવેલું છે.
 • વાસદની તુવેર દાળ, ઉમરેઠના અસ્ત્રા માટે જાણીતું છે.

Share This:

ગાંધીનગર

 • ક્ષેત્રફળ:-  ૨,૧૬૩ ચો. કિમી.
 • ગાંધીનગર જીલ્લાની આજુબાજુ મહેસાણા.અમદાવાદ, ખેડા, અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લાઓ આવેલા છે.
 • સ્થાપના :૧૯૬૪
 • વિધાનસભાની કુલ સીટો :-૫ { દહેગામ, ગાંધીનગર દક્ષિણ,ગાંધીનગર ઉત્તર,માણસા અને કલોલ }
 • વસ્તી :-  ૧૩,૮૭,૪૭૮ (૨૦૧૧ મુજબ)
 • સાક્ષરતા :- ૮૫.૭૮%
 • વસ્તી ગીચતા :-૬૪૧ એક ચો.કિમી (વ્યક્તિ દીઠ)
 • જાતિ પ્રમાણ (૧૦૦૦ પુરુષોએ) :- ૯૨૦
 • મુખ્ય મથક :-  ગાંધીનગર
 • તાલુકાઓ :-  (4)  (1)  ગાંધીનગર (2)  દહેગામ (3)  કલોલ  (4)  માણસા
 • તાલુકાપંચાયતનીસીટોઅનેબેઠકો:-૪ (બેઠકો:- ૧૧૬)(ભાજપ-૦, કોંગ્રેસ-૩)(ગાંધીનગર૩૬(ચૂંટણી યોજાઈ નથી) , દહેગામ૨૮, કલોલ૨૮, અનેમાણસા૨૪)
 • જિલ્લા પંચાયત સીટ :- ૩૦ (કોંગ્રેસ-૨૫, ભાજપ-૫)
 • જિલ્લા પંચાયત પ્રમુખ :- રામાજી ઠાકોર
 • જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- ભરતભાઈ પટેલ
 • નગરપાલિકાઓ :- ૪ (બેઠકો- (ગાંધીનગર- ૧૦ , દહેગામ-૭, કલોલ- ૭, અને માણસા-૬ )( ગાંધીનગર-૦(કોંગ્રેસ-૦, ભાજપ-૦), કલોલ-૧૧વોર્ડ(૪૪) (કોંગ્રેસ-૨૦, ભાજપ-૨૪)  ,અને દહેગામ-૭ વોર્ડ (૨૮) (કોંગ્રેસ-૦૯, ભાજપ-૨૦)
 • ગામડાઓ :- ૨૮૧ (ગાંધીનગર-૭૩, દહેગામ-૯૧, કલોલ-૬૯ અને માણસા-૪૮)
 • આરટીઓ નંબર :- GJ-18
 • નદીઓ :-  સાબરમતી,  ખારી,  મેશ્વો,  વાત્રક
 • અભ્યારણ્ય :- થોળ પક્ષી અભ્યારણ્ય
 • વાવ :- અડાલજની વાવ (રાણી રૂડાબાઈએ બંધાવેલ)
 • મુખ્ય પાકો :-  જુવાર,  ડાંગર,  બાજરી,  ઘઉં,  મગ,  એરંડા,  વરીયાળી,  બટાકા
 • ઉદ્યોગો:-ડેરી ઉદ્યોગ,  રાસાયણિક ખાતર,  ઈલેક્ટ્રોનિક્સ,  ખેતીના  ઓજારો,  પાક  સંરક્ષણ  દવાઓ, ઇફકો (કલોલ)
 • શૈ.સંસ્થાઓ :-
  • ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેકસિટી(ગીફ્ટ), ગાંધીનગર
  • પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી,ગાંધીનગર
  • નિરમા ઇન્સ્ટીટયુટ, ગાંધીનગર
  • કડી સર્વ વિશ્વ વિદ્યાલય , ગાંધીનગર
  • ધીરૂભાઈ અંબાણી ઇન્સ્ટીટયુટઓફ ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનીકેશન ટેકનોલોજી (DAIICT) ગાંધીનગર
  • વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ,ગાંધીનગર
  • જીએમઈઆરએસ મેડીકલ કોલેજ,ગાંધીનગર
  • ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી,ગાંધીનગર
  • ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી,ગાંધીનગર ((સ્થાપના-૨૦૦૯)
  • કામધેનું યુનિવર્સિટી,ગાંધીનગર (સ્થાપના-૨૦૦૯)
  • ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગર (સ્થાપના-૨૦૦૯)
  • નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફેશન ટેકનોલોજી,ગાંધીનગર(સ્થાપના-૧૯૮૬)
  • પ્લાઝમા રિસર્ચ ઇન્સ્ટીટયુટ સંસ્થા ભાટ, ગાંધીનગર
  • ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગર (સ્થાપના-૨૦૦૯)
  • ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગર (૨૦૦૯)
  • સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, ગાંધીનગર (૨૦૦૯)
  • ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન (GEER), ગાંધીનગર
  • એન્ટરપ્રિનીયોશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા (EDI) ભાટ,ગાંધીનગર
 • જોવાલાયક સ્થળો:-અક્ષરધામ,  ઇન્દ્રોડા  પાર્ક,  અડાલજની  વાવ,  થોળ  પક્ષી,  અભ્યારણ,  બરફનું  શિવલિંગઅમરનાથ,  ઘંટાકર્ણ  મહાવીર  (મહુડી), સરિતા ઉદ્યાન , હરણ ઉદ્યાન (ગાંધીનગર),

 

વિશેષ  નોંધ :

 • ગાંધીનગર સાબરમતીને કિનારે વસેલું છે.
 • ગુજરાતનું પાટનગર ગાંધીનગર  સુઆયોજિત  શહેર  છે.
 • શહેર 30  સેક્ટરોમાં  વહેચાયેલું  છે.
 • સરિતા ઉદ્યાન વગેરે  અનેક  બગીચાઓ  જોવાલાયક  છે.
 • સેક્ટર 20 માં આવેલું  ‘અક્ષરધામ’  વિશ્વભરમાં  પ્રખ્યાત  છે.
 • અનેક વિશાળ સરકારી  ઓફિસો  આવેલી  છે.
 • ગાંધીનગરથી થોડે દુર  અડાલજની  વાવ,  ફનવર્લ્ડ,  ઇન્દ્રોડા  પ્રાકૃતિક  શિક્ષણ  કેન્દ્ર  અને ડાયનાસોર પાર્ક,વિધાનસભા  ગૃહ,ધોળેશ્વર મહાદેવ જોવાલાયકસ્થળો છે.
 • ડભોડા હનુમાનજીનું પ્રાચીન મંદિર આવેલું છે.
 • ગાંધીનગર જિલ્લાના મહુડી જૈન મંદિર ઘંટાકર્ણ મંદિર આવેલું છે જેની સુખડીની પ્રસાદી પ્રખ્યાત છે. આ મંદિરની આચાર્ય બુદ્ધિસાગરજીએ સ્થાપના કરી હતી.
 • અડાલજમાં અડાલજની વાવ રાણી  રૂડાબાઈએ  બંધાવેલી  છે. તેની લંબાઈ ૮૪ મીટર છે.
 • ૧૨૧૦ વર્ષ પુરાણું અંબાજીમાતાનું મંદિર અંબોડમાં આવેલું છે. આ ઉપરાંત તે મીની પાવાગઢ તરીકે પણ ઓળખાય છે.
 • જૈન આરાધના કેન્દ્ર કોબામાં આવેલ છે.
 • ગાંધીનગરમાં ગીફ્ટ સિટી( ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક- સીટી ) આવેલી છે.
 • ગાંધીનગર જીલ્લાના રૂપાલમાં આસો સુદ નોમના દિવસે વરદાયિની માતાજીના મંદિરે શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે.
 • વાસન ગામમાં વૈજનાથ મહાદેવ ૧૧૭ વર્ષ જૂનું મંદિર આવેલું છે.
 • ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર દેવકરમુવાડા ગામે આવેલું છે.
 • નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફેશન ટેકનોલોજી(NIFD) સંસ્થા ગાંધીનગરમાં આવેલી છે.
 • અડાલજમાં દાદાન ભગવાન ફાઉન્ડેશન પ્રેરિત ત્રિમંદિર આવેલું છે.
 • ગાંધીનગર શહેર નજીક સાબરમતીને કિનારે ધોળેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે.
 • ખોરજ ગામમાં ખોડિયાર માતાનું મંદિર આવેલું છે.
 • કલોલમાં ઇફ્કોનું ખાતરનું કારખાનું , સુતરાઉ કાપડની મિલ અને ખનીજતેલના કૂવા આવેલા છે.

Share This:

જામનગર

 • ક્ષેત્રફળ :- ૮,૪૪૧ચો. કિમી.
 • સીમાઓ :- જામનગરની આજુબાજુ પૂર્વમાં રાજકોટ જીલ્લો, દક્ષિણમાં પોરબંદરજીલ્લો, પશ્ચિમમાં દેવભૂમિ દ્વારકા જીલ્લો અને ઉત્તરે કચ્છનો અખાત આવેલો છે. નામ હાલાર પ્રદેશ તરીકે ઓળખાય છે.
 • જામનગર સૌરાષ્ટ્રનું પેરીસ,કાઠીયાવાડનું રત્ન અને છોટા કાશી તરીકે ઓળખાય છે.
 • સ્થાપના :-તા. ૧/૫/૧૯૬૦
 • વિધાનસભાની કુલ સીટો :-૬કાલાવડ(એસ.સી),જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર, અને ખંભાળિયા
 • વસ્તી :- ૧૪,૦૭,૬૩૫(૨૦૧૧)
 • સાક્ષરતા :- ૭૩.૬૫%
 • વસ્તી ગીચતા :-૧૫૨ એક ચો.કિમી (વ્યક્તિ દીઠ)
 • સ્ત્રી પુરૂષ પ્રમાણ:- ૯૩૮ (દર હજારે)
 • મુખ્ય શહેર :- જામનગર
 • તાલુકાઓ :-  (1) જામનગર (2) લાલપુર (3) કાલાવડ (4) જામજોધપુર (5)   ધ્રોળ (6) જોડિયા
 • જામનગર મહાનગર પાલિકાની કુલ વોર્ડ અને સીટો :- ૧૬ બેઠકો (૬૪ સભ્યો) (ભાજપ-૩૮,કોન્ગ્રેસ-૨૪,અન્ય-૨)
 • જામનગરના મેયર :- પ્રતિભાબેન કનખરા
 • જામનગરના ડેપ્યુટી મેયર :- ભરત મહેતા
 • તાલુકા પંચાયતની કુલ સીટો અને બેઠકો :- ૬ (બેઠકો- ૧૧૨) ( કોંગ્રેસ-૬ (૮૪) , ભાજપ-૦(૨૮ ))( જામનગર-૨૬, લાલપુર-૧૮, જોડિયા-૧૬, ધ્રોળ-૧૬, જામજોધપુર-૧૮,કાલાવાડ-૧૮)
 • જિલ્લા પંચાયતની કુલ સીટો :- ૨૪ ( કોંગ્રેસ- ૧૭ , ભાજપ-૭ )
 • જિલ્લા પંચાયત પ્રમુખ :- મૂળજીભાઈ વાઘેલા
 • જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- જયેન્દ્રભાઈ મુંગરા
 • આરટીઓ નંબર :-GJ -10
 • નદીઓ :-ફુલઝરભોગતનાગમતીરંગમતીઊંડઘીસિંહણસાનીરૂપારેલસસાઈ
 • તળાવ અને સરોવર :-લખોટા તળાવ અને રણમલ તળાવ (જામનગર), રણજીત સાગર (જામનગર)
 • સિંચાઈ યોજનાઓ :- રણજીત સાગર બંધ (નાગમતી), ઉંડ બંધ (ઉંડ)
 • અભયારણ્ય :-સામુદ્રિક જીવસૃષ્ટી અભયારણ્ય, ખીજડીયા પક્ષી અભયારણ્ય
 • નેશનલ પાર્ક :- મરીન નેશનલ પાર્ક, પિરોટન (દરિયાઈ જીવો)
 • ડેરી ઉદ્યોગ :- જામનગર ડેરી
 • બંદરો :- ઓખાબેડીસિક્કાસલાયાવાડીનારરૂપેણજોડીયાદ્વારકા અને સચાણા
 • પર્વતો :- સતિયાદેવ, વેણુ, ગોપની ટેકરીઓ, બરડો
 • હવાઈ મથક :- જામનગર
 • ઉદ્યોગો:- સિમેન્ટયંત્રચિનાઈ માટીના  વાસણોદવારસાયણોસુતરાઉ  કાપડગરમ  કાપડ, મીઠુંકાગળમત્સ્ય  ઉદ્યોગજહાજ  ભાંગવાનો  ઉદ્યોગ અહીંનો પિત્તળ ઉદ્યોગ ઇસ. ૧૯૬૦થી શરુ થયો છે. સૂડીચપ્પા ગૃહ ઉદ્યોગ પણ વિકસ્યો છે. જામનગર જિલ્લામાં પિત્તળનાં અસંખ્ય કારખાનાઓ પણ આવેલા છે 
 • મુખ્ય પાકો :- બાજરીમગફળીલસણકપાસજુવારબટાકાઘઉંચીકોરીડુંગળી
 • ખનીજ :- ચૂનોચિનાઈ માટીબોક્સાઈટચિરોડી, સૌથી વધુ બોક્સાઈટ અને ચિરોડી (જિપ્સમ) મળી આવે છે.
 • શૈક્ષિણક સંસ્થાઓ :-
  • ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટી, જામનગર
  • સરકારી મેડીકલ, કોલેજ , જામનગર
  • મીલેત રીસર્ચ સ્ટેશન, જામનગર
 • જોવાલાયક સ્થળો:-દ્વારકાનાગેશ્વરલાખોટા પેલેસ, પ્રતાપવિલાસ મહેલ, સોલેરીયમ મુક્તિધામ, સોદાએશનું કારખાનું(મીઠાપુર), સિમેન્ટની ફેક્ટરી(સિક્કા) સૌર ચિકિત્સાલય , ,ભીડભંજન મહાદેવ,(  જામનગર)બેટ  દ્વારકાધુમલીખીજડીયા પક્ષી  અભ્યારણનકલંગ  રણુજાપિરોટન  ટાપુહરસિદ્ધ  મંદિર.

 વિશેષ  નોંધ :

 • રિલાયન્સ ઈન્ડસ્ટીઝ – ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની કંપનીએ જામનગર જિલ્લાની નજીક મોટી ખાવડી ગામે વિશ્વની સૌથી મોટી રિફાયનરી આવેલી છે.
 • મહારાજા કુમાર શ્રી રણજીતસિંહજીના સમયમાં આ જિલ્લો નવાનગરના નામે જાણીતો હતો.
 • જામ રણજીતસિંહજીની યાદમાં જ આજે ભારતમાં ક્રિકેટની રમતમાં ‘ રણજી ટ્રોફી’ રમાય છે.
 • સૌરાષ્ટ્રનું પેરિસ જામનગર  ગણાય  છે.
 • સૌથી વધારે લાંબો  દરિયા કિનારો ધરાવતો જિલ્લો જામનગર  છે.
 • જામનગર ધાર્મિક  નગરી  ગણાય  છે.અહીંના  બ્રાહ્મણો  ખુબ  વિદ્વાન  હતા.
 • દેશની પ્રથમ અને ગુજરાતની એક માત્ર આર્યુવેદ યુનિવર્સિટી જામનગરમાં આવેલી છે.(સ્થાપના-૧૯૬૭)
 • જામનગર બાંધણી દેશભરમાં સુપ્રસિદ્ધ છે,
 • જામનગરમાં સ્મશાન ગૃહસર્કિટ  હાઉસરાજમહેલલખોટા  તળાવ  જોવાલાયક  છે.
 • દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન  પણ  જામનગરની  ઉત્તરે  કચ્છના  અખાતમાં  આલમ  છે.
 • જામનગરમાં પરવાળાના ટાપુઓ આવેલા છે. જેમાં 42  જેટલા નાના  મોટા  પરવાળા  બેટ  છે.
 • શ્રીકૃષ્ણ રાજધાની અને  જગતગુરુ  શંકરાચાર્યે  સ્થાપેલા  ચાર  આશ્રમો  પૈકી  શારદાપીઠ  એક  આશ્રમ  છે
 • પોરબંદર જવાના માર્ગ  પર  પ્રખ્યાત  હરસિદ્ધ  માતાનું  મંદિર  આવેલું  છે.
 • મીઠાપુરમાં તાતાની સોડાએશની  વિશાળ  ફેક્ટરી  છે.
 • જામનગર બ્રાસપાર્ટના  ઉદ્યોગ  માટે  પ્રખ્યાત  છે.
 • સચાણા જહાજ ભાંગવાના ઉધોગ માટે જાણીતું છે.
 • પિત્તળની હાથકારીગરીની બનાવટો માટે જામનગર જાણીતું છે.
 • બાલાછડીમાં ભૂમિદળ ‘ સૈનિકશાળા’ની સ્થાપના કરવામાં આવી છે. તથા વાવસુરામાં નૌકાસેના તાલીમશાળા આવેલી છે.
 • બેડીબંદરમાં નૌસેના અને વાયુસેનાનું થાણું છે.
 • ગુજરાતમાં એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ લાંબામાં આવેલ છે.

જામનગરમાં સિક્કા થર્મલ પાવર સ્ટેશન આવેલું છે.

Share This:

વડોદરા

 • વડોદરાભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો એક જિલ્લો છે.
 • વડોદરા જીલ્લાની આજુબાજુ ઉત્તરે ખેડા અને પંચમહાલ જીલ્લાની,પૂર્વમાં છોટાઉદેપુર જીલ્લાની, દક્ષિણમાં નર્મદા અને ભરૂચ જીલ્લાની અને પશ્ચિમમાં આણંદ જીલ્લાની સરહદ આવેલી છે.
 • વડોદરા ઢાઢર અને નર્મદા વચ્ચેનો ‘ રેગુર’ પ્રકારની જમીનવાળો પ્રદેશ કાનમ પ્રદેશ તરીકે ઓળખાય છે.
 • ક્ષેત્રફળ :- ૪,૩૧૨ચો .કિમી
 • સ્થાપના :-૧/૫/૧૯૬૦
 • વિધાનસભાની કુલ સીટો :- ૧૩ {સાવલી, વાઘોડીયા, છોટાઉદેપુર (એસ.ટી), જેતપુર(એસ.ટી), સંખેડા(એસ.ટી), ડભોઇ, વડોદરા(એસ.સી), સયાજીગંજ, અકોટા,રાવપુરા, માંજલપુર,પાદરા અને કરજણ}
 • વસ્તી :- ૪૧,૬૫,૬૨૬ (૨૦૧૧મુજબ )
 • અક્ષર જ્ઞાન :- ૭૮.૯૨ %
 • સ્ત્રી પુરૂષ પ્રમાણ:-૯૩૪(દર હજારે)
 • મુખ્ય મથક :- વડોદરા
 • તાલુકાઓ :-૮ (૧)પાદરા, (૨)વડોદરા, (૩)કરજણ, (૪)ડભોઇ, (૫)વાઘોડિયા, (૬)સાવલી, (૭)શિનોર(૮) દેસર
 • તાલુકા પંચાયતની કુલ સીટો :- ૮ (બેઠકો-૨૦૭)( ભાજપ-૭૧, કોંગ્રેસ-૧૬૪, અન્ય-૦૯ )( વડોદરા -૩૬, ડભોઇ-૨૦, વાઘોડીયા-૨૦,સાવલી-૨૨ શિનોર-૧૬,કરજણ-૨૦,પાદરા-૨૬ અને દેસર-૧૬)
 • જિલ્લા પંચાયતની કુલ સીટો :-૩૧( ભાજપ-૧૦, કોંગ્રેસ-૨૧, અન્ય-૦ )
 • જિલ્લા પંચાયત પ્રમુખ :- ઘનશ્યામભાઈ પટેલ
 • જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- આઈ.યુ.પટેલ
 • વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની કુલ વોર્ડ :- ૧૯ (સભ્યો- ૭૬)( ભાજપ-૫૮, કોંગ્રેસ-૧૪ અન્ય-૪ )
 • વડોદરાના મેયર :- ભરત ડાંગર
 • વડોદરાના ડેપ્યુટી મેયર :- યોગેશ પટેલ
 • નગરપાલિકાની સંખ્યા અને વોર્ડ- ૨ ડભોઇ- ૯(૩૬)( ભાજપ-૪, કોંગ્રેસ-૨૮, અન્ય-૪)અને પાદરા-૭ (૨૮) ( ભાજપ-૨૩, કોંગ્રેસ-૦૩, અન્ય-૨ )
 • ગામડાંઓ :- ૬૫૮
 • ગ્રામપંચાયત :-
 • ડેરી ઉદ્યોગ :- બરોડા ડેરી , સુગમ ડેરી (વડોદરા)
 • રાષ્ટ્રીય ધોરી માર્ગ :- નં.-૪૮ આ જિલ્લામાંથી પસાર થાય છે. તથા રાષ્ટ્રીય ધોરી નં.-૧ વડોદરા અને અમદાવાદને જોડે છે.
 • આરટીઓ નં. :- GJ-06 અને GJ-29
 • પાક:- કપાસ,ડાંગર,જુવાર,મગફળી,ઘઉં,બાજરી
 • ઉદ્યોગ:- ગરમ કાપડ, રસાયણ, દવાઓ, કાચ, એન્જીનીયરીંગ, રાસાયણિક ખાતર,મત્સ્ય,ડેરી ઉદ્યોગ અને પ્રેટ્રોકેમિકલ્સ
 • કારખાનું :-
  • ઈ.સ. ૧૯૬૨માં રાસાયણિક ખાતર બનાવવાનું એશિયાનું સહકારી ક્ષેત્રે ચાલતું સૌથી મોટું કારખાનું ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર કોર્પોરેશન કેમિકલ્સ (જીએસએફસી)ની સ્થાપના કરવામાં આવી.
  • ઈ.સ. ૧૯૬૫માં કોયલીમાં ખનીજ તેલ શુધ્ધીકાર્નની રીફાઈનરી સ્થાપવામાં આવી.
  • ઈ.સ. ૧૯૬૯માં ભારતમાં સૌપ્રથમ ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ (આઇપીસીએલ)ની સ્થાપના કરવામાં આવી હતી.
  • વડોદરામાં એલેમ્બિકનું દવા બનાવવાનું કારખાનું આવેલું છે.
  • વાઘોડિયામાં ગુજરાત સાઈકલ્સ લિમિટેડ સાઈકલ બનાવવાનું કારખાનું આવેલું છે.
 • ખનીજ:- ખનીજતેલ, કોસ્ટિક સોડા ખાર,આરસ, કેલ્સાઈટ અને ચૂનાના પથ્થર પણ મળી આવે છે.
 • ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ :
  • મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા (સ્થાપના-૧૯૫૦)
  • સુમનદીપ યુનિવર્સિટી, વાઘોડિયા
  • સરકારી મેડીકલ કોલેજ, વડોદરા
  • મંગળ ભારતી ગ્રામ વિદ્યાપીઠ, ગોલભાખરી
  • સુમનદીપ વિદ્યાપીઠ,પીપળીયા, વડોદરા
  • નવરચના યુનિવર્સિટી, વડોદરા
  • ગવર્મેન્ટ મેડીકલ તેમ જ જીએમઇઆર એસ મેડીકલ કોલેજ (વડોદરા
  • પારૂલ મેડીકલ કોલેજ વાઘોડિયા
 • સંશોધન કેન્દ્ર :-
  • ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ લિમિટેડ
  • ગુજરાત એનર્જી ડેવલપમેન્ટએજન્સી
  • ગુજરાત એન્જિનીયરીંગ રિસર્ચ ઇન્સ્ટીટયુટ
  • ગુજરાત કમ્યુનીકેશન એન્ડ ઇલેક્ટ્રોનીક્સ લિમિટેડ
 • નદીઓ:- વિશ્વામિત્રી, ઢાઢર, ઓરસંગ, હીરણ,ભૂખી, ભારજ ,ગોમા,મેસરી, મહી
 • પર્વતો:- છોટાઉદેપુરની ટેકરીઓ
 • સિંચાઇ યોજના :- આજવા બંધ
 • રાષ્ટ્રીય ધોરીમાર્ગ :- નંબર-૪૮ જિલ્લામાંથી પસાર થાય છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર-૧ વડોદરાને અમદાવાદથી જોડે છે.
 • વાવ :- નવલખી વાવ (વડોદરા) હીરા ભાગોળની વાવ (ડભોઇ)
 • તળાવ :- આજવા , સુરસાગર મુહમ્મદ તળાવ (વડોદરા),ડભાસા તળાવ, દશાપુરાનું તળાવ ( પાદરા) અને નાગેશ્વર તળાવ, તેન તળાવ(ડભોઇ )
 • અગત્યના સ્થળો :- છોટાઉદેપુર,ડભોઇ ,સંખેડા,બાવજા ,વાઘોડિયા ,પાદરા ,કરજણ
 • જોવાલાયક સ્થળો :– લક્ષ્મીવિલાસ પેલેસ (વડોદરા ) હીરા ભાગોળની વાવ, સુરસાગર તળાવ, આજવા તળાવ, મોહમદ તળાવ,પ્રતાપ વિલાસ પેલેસ, કિર્તીમંદિર, કમાટીબાગ, કાયાવરોહણ, સંખેડા,ચાંદોદ, વડોદરા મ્યુઝીયમ, રાધાવલ્લભમંદિર

વિશેષ નોંધ :

 • વડોદરા પેશ્વા ગાયકવાડ ની રાજધાની હતી.
 • વડોદરા શહેર વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું શહેર છે.
 • ગુજરાતનું પ્રથમ સ્માર્ટ બસ સ્ટેશન વડોદરા છે.
 • વડોદરા‘ મહેલોના શહેર’ તરીકે ઓળખાય છે.
 • વડોદરા એમ.એસ.યુનિવર્સિટી તથા સરકારી મેડીકલ કોલેજ આવેલી છે.
 • ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય સેન્ટ્રલ લાઈબ્રેરી,વડોદરામાં આવેલી છે.
 • ગુજરાત ઈકોલોજીકલ કમીશન વડોદરામાં આવેલ છે.
 • રેલ્વે ટ્રેઈનીંગ કોલેજ વડોદરામાં આવેલી છે.
 • લાલ રંગનો ડોલોમાઈટ આરસ છુછાપુરમાં આવેલ છે.
 • ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને ગુજરાત ઇકોલોજી કમિશન સંસ્થા વડોદરામાં આવેલી છે.
 • શૈક્ષણિક પ્રવૃતિમાં વડોદરા અગ્રેસર રહ્યું છે.
 • વડોદરા રાજ્યમાં સયાજીરાવ ગાયકવાડે ફરજીયાત પ્રાથમિક શિક્ષણ કર્યું હતું.
 • વડોદરામાં આઈ.પી.સી.એલ રીફાઈનરી (પેટ્રોલ બનાવટો) આવેલી છે.
 • વડોદરામાં બાજવા ખાતે જી.એસ.એફ.સી. ખાતરનું મોટામાં મોટું કારખાનું આવેલું છે.
 • સારાભાઇ કેમિકલ્સ (દવાઓ અને મશીનરી બનાવવાનું કારખાનું) તથા એલેમ્બિક (દવાઓ બનાવવાનું કારખાનું) આવેલું છે. એલેમ્બિક કેમિકલ્સ વર્કસ કંપની લીમીટેડની સ્થાપના ત્રિભુવનદાસ ગજ્જરે કરી હતી.
 • ગુજરાતનું સૌપ્રથમ રેડિયો કેન્દ્ર વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે શરૂ કર્યું હતું.
 • વડોદરા જિલ્લો કપાસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આવે છે.
 • વડોદરા નજીક આજવામાં વિશ્વામિત્રી નદી પર બંધ બાંધવામાં આવ્યો છે.
 • ચાંદોદ એ દક્ષિણના કાશી તરીકે ઓળખાતું અને પિતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળ છે. અહીં નર્મદા, ઓરસંગ અને કરજણ નદીઓનો સંગમ થાય છે.
 • ડભોઈ (દર્ભવતી)નો કિલ્લાનો આકાર સ્વસ્તિક જેવા આકારનો હીરા નામના સલાટના નામ પરથી કિલ્લાનો પૂર્વ દરવાજો હીરા ભાગોળ તરીકે ઓળખાય છે.
 • વડોદરાનો ‘ લીલો ચેવડો’ અને ‘ભાખરવડી’ પ્રખ્યાત છે.
 • કોયલીમાં ઈ.સ.૧૯૬૫માં ખનીજતેલ શુદ્ધિકરણની રીફાઈનરી સ્થાપવામાં આવી હતી. અંકલેશ્વરમાંથી નીકળતા ખનીજતેલને આ રીફાઈનરીમાં શુદ્ધ કરવામાં આવે છે.
 • ગંધાર તેલક્ષેત્ર વડોદરા જીલ્લામાં આવેલું છે.
 • ગુજરાતમાં સૌપ્રથમ ફાઈન આર્ટસ કોલેજની સ્થાપના વડોદરામાં થઇ હતી.

 

Share This:

સાબરકાંઠા

 • સીમાઓ :- પૂર્વમાં અરવલ્લી જિલ્લો, દક્ષિણમાં ગાંધીનગર, પશ્ચિમમાં મહેસાણા અને સાબરકાંઠા , ઉત્તરમાં રાજસ્થાન રાજ્યની સરહદો આવેલી છે.
 • ક્ષેત્રફળ :૪,૧૭૩ ચો કિમી.
 • સ્થાપના :-૧૯૬૦
 • વિધાનસભાની કુલ સીટો :- ૪ { હિંમતનગર,ઇડર (એસ.સી), ખેડબ્રહ્મા(એસ.ટી),અને પ્રાંતિજ }
 • વસ્તી :૨૪,૨૭,૩૪૬ (૨૦૧૧મુજબ ).
 • અક્ષર જ્ઞાન :૭૫.૭૯%
 • સ્ત્રી પુરૂષ પ્રમાણ:- ૯૫૨ (દર  હજારે)
 • વસ્તી ગીચતા :-૩૩૦ એક ચો.કિમી (વ્યક્તિ દીઠ)
 • મુખ્ય મથક :- હિંમતનગર
 • તાલુકાઓ :-૮(1)હિંમતનગર, (2)તલોદ, (3)પ્રાંતિજ, (4)ઇડર , (5)ખેડબ્રહ્મા,(6)ધનસુરા, (7)વડાલી (8) વિજયનગર
 • તાલુકા પંચાયતની કુલ સીટો :-૮(બેઠકો-૧૭૨) ( કોંગ્રેસ-૧૦૭,ભાજપ-૬૨,અન્ય-૩)હિંમતનગર-૩૦,ખેડબ્રહ્મા-૨૦, વિજયનગર-૨૨,ઇડર-૨૮,તલોદ-૨૦,પ્રાંતિજ-૨૦,વડાલી-૧૬ અને પોશીના-૨૦)
 • જિલ્લા પંચાયતની કુલ સીટો :- ૩૬( કોંગ્રેસ-૨૯,ભાજપ-૭)
 • જિલ્લા પંચાયત પ્રમુખ :- રાજેન્દ્રભાઈ કુંપાવત
 • જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :-
 • નગરપાલિકા :- ૧ હિમતનગર (૯ વોર્ડ) (બેઠકો-૩૬) ( કોંગ્રેસ-૯,ભાજપ-૨૭)
 • ગામડાંઓ :-૬૮૨
 • મુખ્ય શહેરો :- હિંમતનગર,મોડાસા ,તલોદ ,ઇડર, ખેડબ્રહ્મા,પ્રાંતિજ,શામળાજી ,બાયડ,વડાલી
 • રાષ્ટ્રીય ધોરી માર્ગ :- નેશનલ હાઈવે નં.-૪૮ (જુનો નંબર-૮)
 • જમીન:- ગોરાડું, કાળી, ખડકાળ, પથ્થરીયાળ, રેતાળ, ડુંગરાળ તેમજ ખડકોવાળી
 • નદીઓ:- સાબરમતી, ખારી, મેશ્વો, હાથમતી, હરણાવ, વાત્રક, માજુમ , ભીમાક્ષી ,ગુહાઈ ,આકુલ, કોસંબી,  વ્યાકુલ.
 • વાવ :- કાજી વાવ (હિંમતનગર ),
 • કુંડ:– વેણી વત્સરાજનો કુંડ (ઇડર),બાલ સમુદ્રકુંડ (રાયગઢ), સપ્તનાથ મહાદેવનો કુંડ(સપ્તેશ્વર)
 • તળાવ :- હંસલેશ્વરતળાવ , રણમલસર રાણી તળાવ (ઇડર), કર્માંબાઈનું તળાવ (શામળાજી), ભાંખડીયાતળાવ (પ્રાંતિજ), હંસલેશ્વર તળાવ (દાવડ)
 • સરોવર :– શ્યામ સરોવર(શામળાજી)
 • ડેમ યોજના :- હરણાવ બંધ અને ગુહાઈ બંધ
 • જળ સિંચાઈ યોજના :– મેશ્વો સિંચાઈ યોજના (મેશ્વો-શામળાજી)
 • પર્વત :-ઈડરિયો ગઢ, ખેડબ્રહ્મા ડુંગર
 • ઉદ્યોગ :-સિરામિક ઉદ્યોગ (હિંમતનગર) અને કવોરી ઉદ્યોગ
 • ખનીજ :- આરસોડીયા અને એકલારા ચિનાઈ માટીનું ભારતમાં સૌથી મોટું ક્ષેત્ર છે
 • પાક:- ડાંગર, બાજરી, કપાસ, ઘઉં, જુવાર,તમાકુ, મગફળી,એરંડા, રાયડો અને વરીયાળી. આધુનિક ખેતી માટે જાણીતો જિલ્લો છે.
 • ડેરી :- સાબર ડેરી (ભોળાભાઈ પટેલ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી.
 • જોવાલાયક સ્થળો :- સાબર ડેરી (હિંમતનગર)શ્રીમદ્દરાજચંદ્રનો આશ્રમ (શામળાજી),અને બ્રહ્માના મંદિરો (ખેડબ્રહ્મા)., ઈડરિયો ગઢ, માળિયું (ઇડર) રાજમહેલ (હિંમતનગર), પોળોનું જંગલ (પોશીના), ગુણભાખરી , સપ્તેશ્વર,વીરેશ્વર,શ્યામલ વન (શામળાજી)
 • આરટીઓ :-GJ-09
 • ઉચ્ચ શૈક્ષિણક સંસ્થાઓ :
 • જીએમઈઆરએસ મેડીકલ કોલેજ, હિંમતનગર

 વિશેષ નોંધ :-

 • આ જીલ્લાનું આર્સોડીયા નું ક્ષેત્રચીનાઈમાટીનું ભારતમાં સૌથી મોટું ક્ષેત્ર છે.
 • ઇડરમાં ઈડરિયો ગઢ જોવાલાયક છે. અને લાકડાના રમકડા માટે જાણીતું છે.
 • હિમંતનગરએ વેપારી કેન્દ્ર છે. પ્રાચીન નામ અહમદનગર હતું તે નાસીરુદ્દીન અહમદશાહ પહેલાએ વસાયેલ હતું. આ શહેરમાં રાજમહેલ અને કાજીવાવ આવેલો છે.
 • મોડાસા અને તલોદ શૈક્ષણિક કેન્દ્રો આવેલા છે.
 • દેશની પ્રથમ એનિમલ હોસ્ટેલ હિંમતનગર તાલુકાના આકોદરા ગામમાં આવેલ છે.
 • તાજેતરમાં આકોદરા ગામને ભારતનું ડીજીટલ વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
 • પ્રાંતિજમાં મત્સ્ય ઉદ્યોગ વિકસ્યો છે.
 • હિમતનગરમાં સિરેમિક ઉદ્યોગ વિકસિત થયો છે.
 • મેશ્વો નદીને કાંઠે આવેલ શામળાજી સ્થળે શામળાજીનો મેળો ભરાય છે.
 • પ્રાંતિજમાં મત્સ્ય ઉદ્યોગ કેન્દ્ર તથા હિંમતનગરમાં સિરેમિક ઉદ્યોગ વિકસ્યો છે.
 • સંપૂર્ણ સુવિધાયુક્ત ગોકળિયું ગામ પૂંછરી આ જિલ્લામાં આવેલ છે.
 • મહાભારતના સમયમાં આ પ્રદેશ હિડિમ્બાવન તરીકે ઓળખાતો હતો.
 • ખેડબ્રહ્મામાં અંબાજીમાતાનું મંદિર આવેલું હોવાથી તેને ‘ નાના અંબાજી’ તરીકે પણ ઓળખાય છે.
 • બોલુન્દ્રામાં શિવના અવતાર તરીકે પૂજાતા કાલભૈરવનું ગુજરાતની એકમાત્ર શિખરવાળું ઐતિહાસિક મંદિર આવેલું છે.
 • ગુજરાતી કવિ ઉમાશંકર જોશી સાબરકાંઠા જીલ્લાના બામણા ગામના વતની હતા.

Share This:

મહેસાણા

 • સીમાઓ :-મહેસાણા જીલ્લાની આજુબાજુ ઉત્તરે પાટણ અને સુરેન્દ્રનગર દક્ષિણમાં અમદાવાદ સાબરકાંઠા,ગાંધીનગર, અને બનાસકાંઠા જિલ્લા આવેલા છે.
 • ક્ષેત્રફળ :- ૪.૩૯૩ચો કિમી
 • સ્થાપના :-૧૯૬૦
 • મુખ્ય મથક :-મહેસાણા
 • હવાઈ મથક :- નથી
 • વસ્તી :- ૨૦,૨૭,૭૨૭(૨૦૧૧મુજબ )
 • ક્રમ :- પંદરમો
 • અક્ષર જ્ઞાન :- ૮૪.૨૬%
 • સ્ત્રી પુરૂષ પ્રમાણ:- ૯૬૨ (દર  હજારે)
 • વસ્તી ગીચતા :-૪૬૨ એક ચો.કિમી (વ્યક્તિ દીઠ)
 • વિધાનસભાની કુલ સીટો :- ૭ { ખેરાલુ, ઉંઝા, વિસનગર,બેચરાજી, કડી (એસ.સી),મહેસાણા અને વિજાપુર }
 • તાલુકાઓ :-૧૦ (1)મહેસાણા, (2)કડી, (3)બહુચરાજી, (4)વડનગર, (5)વિસનગર, (6)વિજાપુર, (7)ઉંઝા, (8) સતલાસણા , (9)ખેરાલુ (10) જોટાણા
 • તાલુકા પંચાયતની કુલ સીટો :- ૧૦ (૨૧૬) ( કોંગ્રેસ-૧૩૪, ભાજપ-૬૧,અન્ય- ૧૩)(મહેસાણા-૩૨ , કડી-૩૦, ખેરાલુ-૧૮ ,સતલાસણા-૧૬, વિસનગર-૨૪, ઊંઝા-૧૮, વડનગર ૧૮, બેચરાજી -૧૬,જોટાણા-૧૬, વિજાપુર-૨૮ )
 • જિલ્લા પંચાયતની કુલ સીટો :- ૪૨ ( ભાજપ-૯ ,કોંગ્રેસ-૩૩)
 • જિલ્લા પંચાયત પ્રમુખ :- રણજીતભાઈ ઠાકોર
 • જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- મંજુલાબેન ચૌધરી
 • નગરપાલિકાની સંખ્યા સંખ્યા :- ૭ (૧) મહેસાણા, (૨) વિસનગર, (૩) કડી, (૪) ઊંઝા, (૫) વિજાપુર, (૬) ખેરાલુ (૭) વડનગર. (૧) મહેસાણા-૧૧ (૪૪) [ભાજપ-૧૫, કોંગ્રેસ-૨૯] , (૨) વિસનગર-૯(૩૬)[ભાજપ-૭, કોંગ્રેસ-૧૨,અન્ય-૧૭],(૩) કડી -૯  (૩૬) [ભાજપ-૨૮, કોંગ્રેસ-૮], (૪) ઊંઝા-૯ (૩૬) [અપક્ષ–૩૫, કોંગ્રેસ-૧] (૫) વિજાપુર, (૬) ખેરાલુ  (૭) વડનગર ,
 • ગામડાંઓ :- ૬૧૬ (1)મહેસાણા (૧૧૬), (2)કડી (૧૨૧), (3)બહુચરાજી(૫૨), (4)વડનગર(૪૫), (5)વિસનગર(૬૦), (6)વિજાપુર(૬૫), (7)ઉંઝા (૩૨), (8) સતલાસણા(૭૩) અને (9)ખેરાલુ (૫૨)
 • ગ્રામપંચાયત :- ૫૮૯
 • આરટીઓ નંબર :- GJ-02
 • નદીઓ :- પુષ્પાવતી, રૂપેણ,ખારી,સાબરમતી,સરસ્વતી
 • જળાશય યોજના :- ધરોઈ ડેમ(સાબરમતી નદી)
 • પર્વતો :- તારંગા
 • સરોવર અને તળાવ :- શર્મિષ્ઠા તળાવ (વડનગર),રવિ તળાવ (મહેસાણા),ચિમનાબાઈ તળાવ (ખેરાલુ),દેળિયુંતળાવ,પીંડારિયા તળાવ, મલાવ તળાવ (વિસનગર)
 • વાવ :- બોત્તેર કોઠાની વાવ (મહેસાણા), ધર્મેશ્વરી વાવ(મોઢેરા), નરસિંહ મહેતાની વાવ(વડનગર)
 • કુંડ :- સૂર્ય કુંડ (મોઢેરા), ગૌરીકુંડ(વડનગર),શક્તિ કુંડ(આખજ)
 • ખનીજો :- ચિનાઈ માટી, કુદરતી વાયુ,તેલ, અને અકીક
 • ઉદ્યોગ :- તાંબા પિત્તળના વાસણો (વિસનગર) કાચ ઉધોગ (કડી) તથા ડેરી ઉદ્યોગ
 • ડેરી :- દૂધસાગર ડેરી (મહેસાણા)
 • પાક:- વરીયાળી,જીરૂ, ઇસબગુલ, ડાંગર,ઘઉં,કપાસ અને તેલીબિયાં
 • જમીનનો પ્રકાર :- કાળી અને રેતાળ
 • અગત્યના શહેરો :-વિસનગર,ઊંઝા ,કડી ,વડનગર,મોઢેરા ,તારંગા ,બહુચરાજી ,ખેરાળુ અને હારીજ
 • જોવાલાયક સ્થળો :- સૂર્યમંદિર(મોઢેરા )તારંગા હિલસ્ટેશન તેમજ જૈન તીર્થસ્થાન ,ઉમિયામાતા નું મંદિર (ઊંઝા ) ચેહર માતાજીનું મંદિર (મરતોલી),બહુચરાજી માતાજીનું મંદિર (બહુચરાજી), મીરાદાતારની દરગાહ (ઉનાવા), શંખેશ્વર જૈન મંદિર,હાડકેશ્વર મંદિર, શર્મિષ્ઠા તળાવ,ચોરી, શીતળા માતાનું મંદિર,તોરણ, અને તાનારીરીનું મંદિર (વડનગર),
 • ઉચ્ચ શૈક્ષણિકસંસ્થાઓ :-
 • ગણપત યુનિવર્સિટી, ગણપતવિદ્યાનગર, મહેસાણા

 વિશેષ નોંધ :

 • મહેસાણામાં દૂધસાગર ડેરી આવેલી છે .
 • ગુજરાતમાં સૌથી વધુ ઈસબગુલનું ઉત્પાદન મહેસાણા જિલ્લામાં થઇ છે.
 • મહેસાણા ઔધોગિક શહેર તેમ જ મુખ્ય વેપાર કેન્દ્ર છે.
 • વડનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ છે.
 • કડીમાં કાચ ઉધોગ વિકસ્યો છે
 • વડનગરમાં નાગરોના ઇષ્ટદેવ હાટકેશ્વરમંદિર તેમજ શર્મિષ્ઠા તળાવ અને તાનારીરી સ્મારક અને કિર્તીતોરણ માટે પ્રખ્યાત છે.
 • વડનગરનું પ્રાચીન નામ આનર્તપુર અથવા આનંદપુર હતું.
 • રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે મોઢેરા ના સુર્ય મંદિરમાં શાસ્ત્રીય નુત્યકારો નો મેળો ભરાય છે
 • આ મંદિરનું નિર્માણ સોલંકી વંશના ભીમદેવ પહેલા દ્વારા બંધાવવા માં આવ્યું હતું.
 • મહેસાણા જિલ્લામાં પાતાળકૂવા સૌથી વધુ સંખ્યામાં આવેલા છે.
 • સિંચાઈનો સૌથી મોટો વિકાસ મહેસાણા જિલ્લામાંથી થયો છે.
 • દેવમાલ વોરા સમાજ માટેનું પવિત્ર યાત્રાધામ આવેલું છે.
 • ઊંઝામાં ઉમિયામાતાનું ભવ્ય મંદિર આવેલું છે. આ ઉપરાંત ખેતપેદાશોમાં દેશનું સૌથી મોટું માર્કેટ યાર્ડ છે.
 • મીરાં દાતારની દરગાહ એ બધા ધર્મના માનસિક રીતે નબળા લોકો માટે પૂજા કરવાનું ઘણું મહત્વનું સ્થળ છે.
 • મહેસાણામાં શંકુ વોટર પાર્ક એ ગુજરાતનો પ્રથમ અને ભારતમાંના સૌથી મોટો વોટરપાર્ક છે.
 • મહેસાણા જીલ્લાના મરતોલી ગામે ચેહરમાતાનું પ્રાચીન અદ્દભૂત મંદિર આવેલું છે.

Share This:

બનાસકાંઠા

 • બનાસકાંઠાએ ગુજરાતનો સૌથી ઉત્તરે આવેલ જિલ્લો છે.
 • સીમાઓ:-બનાસકાંઠાની ઉત્તરે રાજસ્થાન રાજ્ય, પૂર્વમાં સાબરકાંઠા અને મહેસાણા જીલ્લો, દક્ષિણમાં પાટણ જીલ્લો તથા પશ્ચિમમાં કચ્છનું મોટું રણ આવેલું છે.
 • ક્ષેત્રફળ :- ૧૦,૭૫૧ચો. કિમી.
 • સ્થાપના :-તા.૧/૫/૧૯૬૦
 • વિધાનસભાનીકુલ સીટો:-૯{વાવ,થરાદ,ધાનેરા,દાંતા(એસ.ટી.),વડગામ(એસ.સી),પાલનપુર,ડીસા,દિયોદર અને કાંકરેજ }
 • વસ્તી :- ૩૧,૧૬,૦૪૫(૨૦૧૧)
 • સાક્ષરતા :- ૬૫.૩૨%
 • સ્ત્રી પુરૂષ પ્રમાણ:- ૯૩૮ (દર  હજારે)
 • વસ્તી ગીચતા :-૨૯૦ એક ચો.કિમી (વ્યક્તિ દીઠ)
 • મુખ્ય મથક :- પાલનપુર( પ્રાચીન નામ પ્રહલાદનપુર )
 • શહેરો :- પાલનપુર,ડીસા,અંબાજી થરાદ, દાંતીવાડા, નડાબેટ અને ધાનેરા
 • ગામડાઓ :– ૧૨૪૯
 • ગ્રામ પંચાયત :
 • આરટીઓ નંબર :-GJ-08
 • તાલુકા :-૧૪(1) પાલનપુર(2) થરાદ(3) ધાનેરા(4) ડીસા(5) દિયોદર (6) કાંકરેજ(7)દાંતીવાડા(8) વડગામ (9) ભાભર(10) સુઇગામ (11) લાખાણી (12) અમીરગઢ , (13) વાવ , (14) દાંતા
 • તાલુકા પંચાયતની કુલ સીટો અને વોર્ડ :-
 • જિલ્લા પંચાયતની કુલ સીટો :-
 • નગર પાલિકાની સંખ્યા અને વોર્ડ :- ૨(ભાજપ-૧,કોંગ્રેસ-૦,અન્ય-૧)(ડીસા-૧૧(૪૪) (ભાજપ-૨૧,કોંગ્રેસ-૬,અન્ય-૧૭) અને પાલનપુર-૧૧(૪૪)(ભાજપ-૨૩,કોંગ્રેસ-૨૧ )
 • સંસ્થાઓ :- સરદાર પટેલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી (દાંતીવાડા), લોકનિકેતન ગ્રામવિદ્યાપીઠ (રતનપુર) , નૂતન ગ્રામવિદ્યાપીઠ(મડાણા ગઢ)
 • સંશોધન સંસ્થાઓ :- બટાકા સંશોધન કેન્દ્ર (ડીસા), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , કઠોળ સંશોધન કેન્દ્ર (દાંતીવાડા)
 • નદીઓ :- સિધુ,  બનાસ,  સરસ્વતી, અર્જુની, સાબરમતી અને બાલારામ,સીપુ

બનાસ નદીનું પ્રાચીન નામ પર્ણસા છે.

 • જળાશય (ડેમ) :- સીપુ ડેમ અને બનાસ ડેમ,( બંને બનાસ નદી પર આવેલ છે.) દાંતીવાડા ડેમ,(બનાસ નદી) મુક્તેશ્વર ડેમ (સરસ્વતી નદી)
 • જળ સિંચાઈ યોજના :– દાંતીવાડા સિંચાઈ યોજના (બનાસ નદી)
 • તળાવ અને સરોવર :- ગંગા સરોવર , બાલારામ અને માન સરોવર ,દાંતીવાડા જળાશય
 • મુખ્ય પાકો :- બટાકા,  બાજરી,  જીરું,  ઇસબગુલ,  જુવાર,  તલ,  ઘઉં,  તમાકુ
 • ઉદ્યોગો :- બનાસ ડેરી (પાલનપુર) જેના સ્થાપક ગલબાભાઈ પટેલ હતા. અત્તર ઉદ્યોગ,  સિમેન્ટ ઉદ્યોગ,  હીરા ઘસવાનો ઉદ્યોગ, અમીરગઢમાં સિમેન્ટ ઉધોગ વિકસ્યો છે.
 • પર્વતો :- આરાસુરના ડુંગરો, અરવલ્લીની પર્વતમાળાની ટેકરીઓ,ગુરૂનો ભાખરો ડુંગર,દાંતાનો ડુંગર માતાનું મંદિર, ગબ્બરનો ડુંગર, ચીક્લોદર
 • ખનીજ :- આરસના પથ્થરો,  લાઈમસ્ટોન,  તાંબુ,  કેલ્સાઈટ,  વુલેસ્ટોનાઈટ, જસત મળે છે. આરસના પથ્થરો માટે આરાસુર ની ખાણ જાણીતી છે.
 • અભયારણ્ય :- જેસોર રીંછ અભ્યારણ્ય (ધાનેરા), બાલારામ રીંછ અભયારણ્ય(ઇકબાલગઢ)
 • જોવાલાયક સ્થળો :- પ્રાકૃતિકધામ,બાલારામ અને જેસોર તીર્થસ્થળો છે, ધરણીધર મંદિર,કોટેશ્વર, અંબાજી, કુંભારિયા, નડેશ્વરમાતાનું મંદિર નડાબેટ, દાંતીવાડા
 • રાષ્ટ્રીય ધોરી માર્ગ :- ૧૪ (નવો નંબર ૨૭) તથા માર્ગ નં.-૧૫ (નવો નંબર ૬૮) પસાર થાય છે.

 વિશેષ નોંધ :-

 • બનાસકાંઠા જીલ્લો સૌથી વધુ ગામડા અને તાલુકા ધરાવતો જીલ્લો છે.
 • બનાસકાંઠા ઘાસના મેદાન માટે જાણીતું છે.
 • પાલનપુર હીરા  ઉદ્યોગ  અને  અત્તર  ઉદ્યોગ  માટે  પ્રખ્યાત  છે.
 • પાલનપુર બગીચાઓનું શહેર, ફૂલોનું શહેર તથા અત્તરનું શહેર તરીકે ઓળખાય છે.
 • રાણાપ્રતાપ વડ તરીકે ઓળખાતો વડ આ જિલ્લામાં આવેલ છે.
 • ડીસામાં બટાટાનો  પાક  પુષ્કળ  થાય  છે.તેથી તે બટાકાનગરી તરીકે પણ ઓળખાય છે.
 • પાલનપુરમાં આવેલી સાબર ડેરીની સ્થાપના ભોળાભાઈ ખોડીદાસ પટેલે કરી હતી.
 • ઢીમા પશુમેળા  માટે  પ્રખ્યાત  છે.  ત્યાં  ધરણીધરનું  મંદિર  છે.
 • ડીસા,  વાવ,  થરાદ,  ખેતી અને  વેપારના  મુખ્ય  કેન્દ્રો  છે.
 • વાવ તાલુકાના રાધાનેસડા ગામે ગુજરાતનો સૌથી મોટો સોલાર પાર્ક તૈયાર થઈ રહ્યો છે.
 • જિલ્લામાં સ્ત્રી પુરૂષ સાક્ષરતા વચ્ચે સૌથી મોટું અંતર છે.
 • બનાસકાંઠા જીલ્લાનું લોકનૃત્ય ‘ મેરાયો’ છે.
 • આ જિલ્લામાં ખેતી હેઠળની જમીન સૌથી વધુ છે.
 • કાંકરેજ તાલુકો વઢિયાણી ભેંસ અને ગાયો માટે જાણીતો છે.
 • ગુજરાતમાં સૌથી વધુ બાજરીનું ઉત્પાદન આ જિલ્લામાં થાય છે.
 • ગુજરાતમાં સૌથી તાલુકા આ જિલ્લામાં આવેલા છે.
 • જગ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાતાનું મંદિર, અંબાજી , કોટેશ્વર મંદિર
 • અંબાજીનું મૂળ સ્થાનક નજીકમાં આવેલા ગબ્બરપર્વત પર આવેલું છે.
 • ગુજરાતનું પ્રથમ કેશલેસ દાન સ્વીકારનાર મંદિર તરીકે અંબાજી બન્યું છે.
 • મગરવાડામાં ૧૦૦૦ વર્ષ જુનું માણીભદ્ર જૈન તીર્થસ્થાન આવેલું છે.
 • બાલારામમાં ચંદનના વૃક્ષો જોવા મળે છે.
 • અંબાજીમાં આરસ,સીસું અને તાંબાની ખાણો આવેલી છે.
 • દાંતા અને પાલનપુરની વચ્ચે જેસોર ટેકરીઓ આવેલી છે.
 • ગુજરાતની સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ઈ.સ. ૧૯૭૩માં દાંતીવાડા ખાતે કરવામાં આવી હતી.

Share This:

પાટણ

 • પ્રાચીન નામ અહીલપુરપાટણ હતું તે વનરાજ ચાવડાએ વસાવ્યું હતું.
 • પાટણ જીલ્લાની રચના બનાસકાંઠા અને મહેસાણા જીલ્લામાંથી કરવામાં આવી હતી.
 • પાટણ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કુલ ૨૬ જિલ્લાઓ પૈકીનો ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો છે
 • પાટણ જીલ્લાની ઉત્તરે બનાસકાંઠા જિલ્લા,પૂર્વમાં મહેસાણા જીલ્લાની,દક્ષિણમાં સુરેન્દ્રનગર જીલ્લાની તથા પશ્ચિમમાં કચ્છ જીલ્લાની, કચ્છનું મોટું અને નાનું રણની સરહદ આવેલી છે.
 • ક્ષેત્રફળ  :-૫,૭૯૨ચો કિમી
 • સ્થાપના :-૨૦૦૦ (કેશુભાઈ મુખ્યમંત્રી )
 • વિધાનસભાની કુલ સીટો :- ૪ { રાધનપુર, ચાણસ્મા, પાટણ અને સિધ્ધપુર }
 • વસ્તી :-૧૩,૪૨,૭૪૬(૨૦૧૧મુજબ )
 • અક્ષર જ્ઞાન  :-૭૨.૩૦%
 • વસ્તી ગીચતા :-૨૩૪ એક ચો.કિમી (વ્યક્તિ દીઠ)
 • જાતિ પ્રમાણ (૧૦૦૦ પુરુષોએ) :- ૯૩૫
 • મુખ્ય મથક  :- પાટણ
 • તાલુકાઓ  :-૯(1) પાટણ , (2)હારીજ, (3)ચાણસ્મા, (4)સિધ્ધપુર, (5)સમી, (6)સાંતલપુર (7)રાધનપુર (૮) શંખેશ્વર (૯) સરસ્વતી
 • તાલુકા પંચાયતની કુલ સીટો :- ૯ કોંગ્રેસ-૬ , ભાજપ-૨ )(કુલ બેઠકો-૧૬૮) (ભાજપ- ૫૫, કોંગ્રેસ-૧૦૪,અન્ય-૨૪)(પાટણ-૧૮,સાંતલપુર-૧૮, સિદ્ધપુર-૨૨,સમી-૧૮ ,રાધનપુર-૧૮, હારીજ-૧૬, ચાણસ્મા-૧૮,શંખેશ્વર-૧૬ અને સરસ્વતી-૨૪)
 • જિલ્લા પંચાયતની કુલ સીટો :- ૩૨ (ભાજપ-૧૦,કોંગ્રેસ-૨૧)
 • જિલ્લા પંચાયત પ્રમુખ :- પસીબેન ઠાકોર
 • જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- રફીક મુમન
 • નગરપાલિકાની સંખ્યા અને વોર્ડ:- ૨ (કુલ બેઠકો-૮૦) (ભાજપ-૨૪,કોંગ્રેસ-૪૨,અન્ય-૧૨) [પાટણ -૧૧(૪૪) (કોંગ્રેસ-૩૩,ભાજપ-૯)]અને [ સિદ્ધપુર-૯(૩૬)(કોંગ્રેસ-૯,ભાજપ-૧૫,અન્ય-૧૨ )]
 • ગામડાંઓ :-૫૨૫(1) પાટણ(૧૪૦) , (2)હારીજ (૪૦), (3)ચાણસ્મા (૬૦), (4)સિધ્ધપુર(૫૭), (5) સમી (૯૮), (6)સાંતલપુર(૭૩) (7)રાધનપુર (૫૭)
 • વડું મથક :- પાટણ
 • આરટીઓ નંબર :- GJ-24
 • મુખ્ય શહેરો :- પાટણ ,રાધનપુર
 • સંસ્થાઓ :-
 • હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,પાટણ
 • નદીઓ:- સરસ્વતી,બનાસ
 • તળાવ અને સરોવર :- બિંદુ સરોવર, અલ્પા સરોવર, અને સિદ્ધસર તળાવ(સિદ્ધપુર),ખાન સરોવર અને સહસ્ત્રલિંગ તળાવ (પાટણ)
 • વાવ :- રાણીકીવાવ (પાટણ)
 • પાક :- ઇસબગુલ, જીરું, બાજરી, જુવાર, ઘઉં, બટાકા, વરીયાળી, એરંડા અને તલ
 • ઉદ્યોગ :- ‘ પટોળા’ બનાવવાનો ઉદ્યોગ, કુત્રિમ રેશમ અને સૂતરના ઉપયોગી મશરૂનું કાપડ બનાવવાનો ઉદ્યોગ.
 • ખનીજ :-
 • રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.;- ૨૭ અને ૨૮ પસાર થાય છે.
 • અગત્યના અન્ય શહેરો :- સિધ્ધપુર,પાટણ,રાધનપુર
 • જોવાલાયક સ્થળો :- સહસ્ત્રલિંગ તળાવ ,રાણકીવાવ,(પાટણ )પાટણના પટોળા દેશભર માં પ્રખ્યાત છે. કનકેશ્વરી માતાનું મંદિર (પાટણ).રુદ્રમહાલય(સિધ્ધપુર ), કપિલમુનીનો આશ્રમ (સિધ્ધપુર), જૈન મંદિરો (પાટણ),જૈન દેરાસર (શંખેશ્વર)
 • ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ :-
 • હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,પાટણ( ૧૯૮૬)
 • જીએમઇઆરએસ મેડીકલ કોલેજ, ધારપુર

 વિશેષ નોંધ :

 • હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીનું વડું મથક પાટણ ખાતે આવેલું છે .
 • સિધ્ધપુરનું બિંદુ સરોવર માતૃશ્રાધ માટે જાણીતું છે .
 • સિદ્ધપુરનું પ્રાચીન નામ શ્રીસ્થળી હતું અને તે સરસ્વતી નદીના કિનારે વસેલું શહેર છે.
 • પાટણ માટીકામ, મશરૂ અને પટોળા દેશભરમાં ખૂબ જ પ્રખ્યાત છે.
 • પાટણ શહેર સરસ્વતી નદીને કિનારે વસેલું શહેર છે.
 • પાટણમાં હેમચંદ્રાચાર્ય સ્થાપેલ જ્ઞાનમંદિર આવેલું છે.
 • પાટણમાં ઘેટાંસંવર્ધન કેન્દ્ર આવેલું છે.
 • ગુજરાતમાંસર્વપ્રથમ આર્યુવેદ કોલેજની સ્થાપના પાટણમાં ઈ.સ.૧૯૨૩માં કરવામાં આવી હતી.
 • સરસ્વતીનું પ્રાચીન નામ અર્જુના અને સારસ્વત છે.
 • એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક સ્વર્ણિમ સૂર્યતીર્થ પાર્ક સાંતલપુરના ચારણકા ગામે આવેલો છે.
 • પાટણની તુલના ધારા-નગરી સાથે થઇ હતી.
 • શંખેશ્વરનું પ્રાચીન નામ શંખપુર હતું શંખેશ્વરમાં જૈનો માટે પાલીતણા પછી બીજા ક્રમનું મહત્વનું સ્થળ છે.
 • રાણીકી વાવ વર્ષ-૨૦૧૪માં વર્લ્ડ હેરીટેજ સાઈડમાં સ્થાન પામેલ છે. રાણી ઉદયમતીએ પોતાના પતિ ભીમદેવ-૧ની યાદમાં આ વાવ બંધાવી હતી.
 • ઇન્ટરનેટના ઉપયોગથી અંતિમસંસ્કારના ઓનલાઈન દર્શન કરાવતું ગુજર્તનું સૌ પ્રથમ સ્મશાનગૃહ સિદ્ધપુરમાં શરૂ થયું છે.
 • ગુજરાતનું સૌપ્રથમ સૌર ઉર્જા ગામ પાટણ જીલ્લાનું ખાંડિયા ગામ છે.

Share This: