તા.૨૨/૦૬/૨૦૧૮ શુક્રવાર

વિક્રમ સંવત ૨૦૭૪ જેઠસુદ દસમ

તા. ૨૨/૦૬/૨૦૧૮ શુક્રવાર

 • અમેરીકા અને વિશ્વના દેશો વચ્ચેનું વ્યાપારયુદ્ધ,અમેરિકાએ ભારતના સ્ટીલ અને એલ્યુમિનીયમ ઉત્પાદનો પર લાદેસ્લી જકાતના જવાબમાં ભારતે અમેરિકાથી આયાત થતાં ૨૯ કૃષિ અને સ્ટીલ ઉત્પાદનો પરણી કસ્ટમ ડ્યૂટી વધારી દીધી.
 • અમેરિકન રાષ્ટ્રપતિએ મેક્સિકો સરહદે ઝીરો ટોલરન્સ પોલીસીનો વિરોધ થતાં ડોનાલ્ડ ટ્રમ્પે વસાહતી કાયદો પાછો ખેંચવાની ફરજ પડી.
 • જાપાનમાં ત્રણ મિનીટ વહેલું લંચ કરનાર ૬૪ વર્ષીય કર્મચારીનો અડધા દિવસનો પગાર કપાયો.
 • ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસીન્ડા ઓડરન માતા બન્યા, વિશ્વના પાકિસ્તાનના બેનઝીર ભૂટ્ટો પછી બીજા મહિલા બન્યા છે.
 • બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : યોજના કેન્દ્ર સરકારની છે તો રાજ્ય સરકાર જમીનસંપાદન શા માટે કરે છે ?- હાઈકોર્ટ, જમીન સંપાદન પ્રક્રિયા સામે ખેડૂતોનું એલાન એ જંગ.
 • કાશ્મીરમાં અલગતાવાદીઓનું બંધના એલાનને કારણે જનજીવન ખોરવાયું, અલગતાવાદી નેતા સૈયદઅલી શાહ, યાસીન મલિકનિ અટકાયત કરવામાં આવી. મિરવાઈઝ અને ગીલાની નજરકેદમાં.
 • તામિલનાડુની અનુકૃતિ વાસ મિસ ઈન્ડીયા ૨૦૧૮ બની છે. મિસ વર્લ્ડ ૨૦૧૭ માનુષી છીલ્લારે તેને તાજ પહેરાવ્યો હતો. મીનાક્ષી ચૌધરી ફર્સ્ટ રનર અપ અને શ્રેયા રાવ સેકન્ડ રનર અપ હતી.
 • સત્તાલાલચુ ભાજપે કાશ્મીરમાં અશાંતિ ફેલાવ્યા પછી છેડો ફાડ્યો.- શિવસેના
 • રાજ્યના ત્રણ ડીજીપી અને ચાર આઈજીપી સહીત ૧૩ સિનીયર આઈપીએસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે.
 • જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો પછી કોંગ્રેસમાં અસંતોષ સપાટી ઉપર આવ્યો. મહેસાણાના પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલે રાજીનામું આપ્યું, કુંવરજી બાવળીયા અને વિક્ર્મ માડમ પણ નારાજ હોવાનું જણાય છે.
 • મહેસાણા સ્થિત દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને રાજ્ય રજીસ્ટ્રારે કારણદર્શક નોટીસ આપી, ખોટી રીતે સભાસદ બન્યા.
 • ફિકા વર્લ્ડ કપ : ડેન્માર્ક અને ઓસ્ટેલિયા વચ્ચેની મેચ ૧-૧થી ડ્રો થઈ. ડેન્માર્ક તરફથી ક્રિશ્ચયન એરિક્સને અને ઓસ્ટેલિયા તરફથી જેડીનાકે ૧-૧ ગોલ કર્યો.
 • ફિકા વર્લ્ડ કપ :ઈરાનને ૧-૦થી હરાવી સ્પેને નોકઆઉટનિ આશા જીવંત રાખી. સ્પેન તરફથી ડીગાગો ક્રોસ્તા તરફથી એક ગોલ કરવામાં આવ્યો હતો.
 • ફિકા વર્લ્ડ કપ : પેરૂને ૧-૦થી હરાવી ફ્રાંસ વર્લ્ડકપની પ્રિ-ક્વાટરફાઈનલમાં પ્રવેશ કર્યો. ફ્રાંસ તરફથી કેલિયાન મેબાપે એક ગોલ કરી ટીમને વિજયી બનાવી હતી.

Share This:

તા. ૨૧/૦૬/૨૦૧૮ ગુરૂવાર

વિક્રમ સંવત ૨૦૭૪ જેઠસુદ નોમ

તા. ૨૧/૦૬/૨૦૧૮ ગુરૂવાર

 • જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન ને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી. રાજ્યમાં સેના આંતક વિરોધી ઓપરેશન ચાલુ રખાશે.
 • રૂ.૩૦૦૦ કરોડનું બેંક ઓફ મહારાષ્ટ્રનું લોન કૌભાંડ, બેંક ઓફ મહારાષ્ટ્રના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર રવિન્દ્ર પી.મરાઠે, એક્ઝક્યૂટીવ ડિરેક્ટર રાજેન્દ્ર ગુપ્તા સહીત ચાર અધિકારીઓની ધરપકડ.
 • પેટ્રોલ-ડીઝલ સહિતના પેટ્રોઉત્પાદનોને જીએસટીના દાયરામાં લાવવાની તૈયારી છતાં ભાવ ઘટવાની સંભાવના ઓછી.
 • મોદી સરકારના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે પોતાના હોદા ઉપરથી રાજીનામું આપ્યું. નાણામંત્રી અરૂણ જેટલીએ ફેસબુક પોસ્ટ દ્વારા જાણકારી આપી.
 • રાજ્યની ૩૦ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના અસંતોષનો ભાજપે ભરપૂર લાભ લીધો, પાંચ જિલ્લા પંચાયતો કોગ્રેસ પાસેથી આંચકી લીધી. ૧૮ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ અને ૧૨ જિલ્લા પંચાયત ભાજપાને મળી.
 • મેડીકલમાં પ્રવેશ માટે ડોમિસાઈલ સર્ટીફિકેટ મામલે કેટલાક લોકો ખોટા ડોમિસાઈલ સર્ટીફિકેટ રજૂ કરે છે  આવા કિસ્સમાં સીઆઈડી ક્રાઈમ બ્રાંચ મારફતે તપાસ કરાવે તેવી ગુજરાત ડોમિસાઈલ પેરેન્ટ્સ એસોસીએશન રજૂઆત કરી છે.
 • ફિકા વર્લ્ડ કપ : પોર્ટુગલની મોરક્કો સામે ૧-૦ થી જીત થઈ. રોનાલ્ડો ફરી ઝળક્યો.
 • ફિકા વર્લ્ડ કપ : ઇજિપ્તને ૩-૧થી હરાવી રશિયાએ પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કર્યું. સતત બીજી હારને કારણે ઈજીપ્ત બહાર ફેંકાઇ ગયું.
 • ફિકા વર્લ્ડ કપ : સાઉદી અરેબિયાને ૧-૦થી હરાવી ઉરુગ્વે અંતિમ-૧૬ માં સ્થાન મેળવ્યું. સાઉદી અરેબિયાની ટીમ પોતાના બે મુકાબલા હારી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
 • ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે વન ડેમાં ઓસ્ટેલિયા સામે સૌથી મોટો ૨૪૨ રનના મોટા અંતરથી વિજય મેળવ્યો છે. ઓસ્ટેલિયા સતત ચોથી વન ડે સિરીઝ ગુમાવી.

Share This:

તા. ૨૦/૦૬/૨૦૧૮ બુધવાર

વિક્રમ સંવત ૨૦૭૪ જેઠસુદ આઠમ

તા. ૨૦/૦૬/૨૦૧૮ બુધવાર

 • જમ્મુ કાશ્મીરમાં ભાજપે ટેકો પાછો ખેંચી લેતા મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ રાજીનામું આપ્યું. રાષ્ટ્રપતિશાસન લાગુ થાય તેવી શક્યતાઓ. રાજ્યમાં હિંસા વધી હવે જોડાણ ચાલુ રાખવું શક્ય નથી.- ભાજપા
 • પીડીપી અને ભાજપના તકવાદી ગઠબંધને કાશ્મીરને આગમાં હોમ્યું-કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, જમ્મુ કાશ્મીરને બરબાદ કર્યા પછી ભાજપે ગઠબંધન તોડ્યું.- દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ
 • દિલ્લીમાં મુખ્યમંત્રી કેજરીવાલનું ધરણા પ્રદર્શન સમેટાયું, મંત્રીઓ દ્વારા બોલાવેલી બેઠકમાં અધિકારીઓ હાજર.
 • બિહારમાં જેડીયુ અને ભાજપા ગઠબંધન નીતીશકુમાર છેડો ફાડવાની ફિરાકમાં, ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએમાં સબ સલામત નથી.
 • મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી શિવસેના એકલા હાથે લડશે, મુખ્યમંત્રી શિવસેના જ બનશે.- ઉદ્ધવ ઠાકરે
 • ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે ખરાખરીનો જંગ જામશે.
 • રાજ્યની ગાંધીનગર, રાજકોટ, અમરેલી અને આણંદ સહીત આઠ જીલ્લા પંચાયતમાં કોંગ્રેસ બિનહરીફ જાહેર થઇ.
 • જમ્મુ કાશ્મીરના પુલવામામાં ત્રણ આંતકવાદીઓ ઠાર, એક જવાન ઘાયલ.
 • કેન્દ્રની સત્તાધારી મોદી સરકાર આખરે પોતાની નિષ્ફળતાઓની જવાબદારી લેવી પડશે, સમસ્યાઓ કોંગ્રેસનો વારસો હોવાના બહાના મોદી સરકાર બંધ કરે.- નીતિઆયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમાર
 • ફિકા વર્લ્ડ કપ :જાપાને કોલાન્બીયાને પ્રથમવાર હરાવ્યું. જાપાન 2-1 થી જીત્યું. શિંજી થ્ગાવાએ જાપાન માટે પ્રથમ ગોળ કર્યો.
 • ફિકા વર્લ્ડ કપ : સાઉથ આફ્રિકાની ટીમ સેનેગેલે વિશ્વમાં આઠમાં ક્રમાંક ધરાવતી પોલેન્ડ ટીમને 2-1 થી પરાજય આપી વિજયી પ્રારંભ કર્યો.

Share This:

તા.૧૯/૦૬/૨૦૧૮ મંગળવાર

વિક્રમ સંવત ૨૦૭૪ જેઠસુદ છઠ્ઠ  

તા. ૧૯/૦૬/૨૦૧૮ મંગળવાર

 • જમ્મુ કાશ્મીરમાં રમજાન બાદ સેનાનું બિજબેહરા અને બાંદીપુરામાં આંતકીઓ વિરુધ્ધ ઓપરેશન શરૂ, ચાર આંતકવાદીઓ ઠાર.
 • દેશના પૂર્વોત્તરના ચાર રાજ્યોમાં પૂરથી તબાહી, સાત નદીઓ જોખમી સ્તરથી ઉપર, ૨૪ લોકોનાં મોત.
 • દિલ્લીમાં મુખ્યમંત્રી કેજરીવાલ એલજીની ઓફીસમાં ધરણા કેવી રીતે કરી શકે ?- દિલ્લી હાઈકોર્ટ
 • ઉત્તરપ્રદેશમાં ગઠબંધનને ઝટકો, સમાજવાદી પાર્ટીનો કોંગ્રસ સાથે ગઠજોડનો ઇનકાર , અમેઠી, રાયબરેલી સિવાય કોંગ્રેસને કોઈ બેઠક નહિ મળે.
 • ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના પારસા ગામે દલિત સમાજના યુવાનનો વરઘોડો અટકાવનારા નવની ધરપકડ કરવામાં આવી.
 • જાપાનના ઓસાકામાં ૬.૧ તીવ્રતાનો ભૂકંપ, ત્રણ લોકોનાં મોત, રેલવે, વિમાનીસેવા પ્રભાવિત.
 • ICICI ના વચગાળાના સીઈઓ તરીકે સંદીપ બક્ષીનિ નિમણૂંક કરવામાં આવી છે. તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ચંદા કોચરને રજા ઉપર ઉતારી દેવામાં આવ્યા.
 • પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી નહી ઘટાડાય- નાણામંત્રી અરૂણ જેટલી
 • ફોક્સવેગન એમિશન ટેસ્ટ કૌભાંડમાં ઓડી કારના ગ્લોબલ સીઈઓ રૂપર્ટ સ્ટેડલરનિ ધરપકડ કરવામાં આવી.
 • વડોદરાના નવા મેયર તરીકે ડૉ. જીગીષાબેન શેઠ તથા ડે.મેયર તરીકે ડૉ. જીવરાજ ચૌહાણ અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન તરીકે સતીશ પટેલની વરણી કરવામાં આવી.
 • રાજ્યકક્ષાનો ૨૧ જુને ચોથા વિશ્વ યોગ દિવસની ઉજવણી સરદાર પટેલ સ્ટેડીયમ, અમદાવાદ ખાતે ઉજવણી કરવામાં આવશે.
 • દેશભરની નવ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડીકલ સાયન્સીસમાં પ્રવેશ માટે લેવાયેલ AIIMS પરીક્ષાનું પરિણામ જાહેર, ટોપ ૧૦૦માં ચાર ગુજરાતના વિદ્યાર્થીઓનો સમવેશ થાય છે. ગુજરાતમાં પ્રથમ અમિતાભ ચૌહાણ ઓલ ઇન્ડિયા રેન્કમાં પાંચમા સ્થાને આવ્યો છે.
 • અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત સિનિયર પીઆઈ તરીકે મહિલા પોલીસ અધિકારી તરીકે પુષ્પાબેન ગામીતની નિમણૂંક કરવામાં આવી છે.
 • રાજ્યમાં તાલુકા અને જિલ્લા પંચાયતમાં શાસન બચાવવા કોંગ્રેસનું મિની ખજુરાહો કાંડ.
 • બીટકોઈન –અપહરણ કેસમાં બે માસથી નાસ્તા ફરતાપૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયા ભાગેડુ જાહેર થયા.
 • ફિકા વર્લ્ડ કપ : ૧૨ વર્ષ પછી સ્વિડનનો દક્ષિણ કોરિયા સામે ૧-૦થી વિજય થયો. આંદ્રેસે વર્લ્ડકપનો પ્રથમ ગોલ કર્યો.
 • ફિકા વર્લ્ડ કપ : બેલ્જીયમનો પાનામાં સામે ૩-૦થી વિજય થયો. બેલ્જીયમ તરફથી પ્રથમ ગોલ ટ્રાયસ માર્તેસેત્યારપછી બે ગોલ લુકાલુંએ કર્યો હતો.
 • ફિકા વર્લ્ડ કપ :બ્રાઝીલનું ચાલીસ વર્ષમાં સૌથી ખરાબ પ્રદર્શન, સ્વિઝરલેન્ડ સામેના મુકાબલામાં ૧-૧ મેચ ડ્રો રહી.

Share This:

તા. ૧૮/૦૬/૨૦૧૮ સોમવાર

વિક્રમ સંવત ૨૦૭૪ જેઠસુદ પાંચમ   

તા.૧૮/૦૬/૨૦૧૮ સોમવાર

 • અફઘાનિસ્તાનમાં ઈદની ઉજવણી દરમિયાન ભારતીય દૂતાવાસ પાસે ઇસ્લામિક સ્ટેટના આંતકીઓનો હુમલો, 14 લોકોનાં મોત, 45થી વધુ લોકો ઘાયલ.
 • ઉપરાજ્યપાલ અને આઈએએસનિ કથિત હડતાળ સામે કેજરીવાલના રાજભવન ખાતે સતત સાતમા દિવસે ધરણા, દિલ્લીમાં આપના સેંકડો કાર્યકરો સડક પર મોરચો.
 • કાશ્મીરમાં આંતકવાદીઓ સામેના યુધ્ધવિરામનો અંત, ઓપરેશન શરૂ.
 • રાજ્યમાં 12 જિલ્લામાં નવી સરકારી આર્યુવેદ હોસ્પિટલની સ્થાપના કરવામાં આવશે. દરેક હોસ્પિટલમાં 50 પથારીની સુવિધા ઉભી કરવામાં આવશે. સુરેન્દ્રનગરમાં સૌપ્રથમ મોડલ આર્યુવેદિક હોસ્પિટલની સ્થાપના કરવામાં આવશે.
 • રાજ્યની મેડીકલ કોર્સીસમાં નવા સત્રની શરૂઆત પહેલા જ નવું ફી માળખું જાહેર કરવામાં આવશે.એમબીબીએસના મેરીટ પછી ફી જાહેર થવાની સંભાવના.
 • પ્રેટ્રોલ –ડીઝલમાં રૂ. ૧/- એક્સાઈઝ ઘટે તો કેન્દ્રને રૂ. 13000 કરોડનું નુકસાન થવાની સંભાવના.
 • ફિકા વર્લ્ડ કપ : ગૃપ-ડીની એક મેચમાં નાઈજીરીયાની ક્રોએશિઆ સામે 2-0થી કારમી હાર થઈ. ક્રોએશિયાને મળેલી પેનલ્ટીની તક નિષ્ફળ નીવડી.
 • ફિકા વર્લ્ડ કપ : ડેન્માર્કે પેરૂને 1-0થી હરાવ્યું, યુસુફ યુરારી 59 મિનિટે ગોલ કરીને ટીમને જીત અપાવી.
 • ફિકા વર્લ્ડ કપ : એફ ગ્રુપની એક મેચમાં 88 વર્ષમાં પ્રથમ વખત મેકિસકો સામે જર્મનીનો 1-0 થી પરાજય થયો. વર્લ્ડ ચેમ્પિયન જર્મની પ્રથમ મેચમાં હાર્યું.

 

Share This:

તા.૧૭/૦૬/૨૦૧૮ રવિવાર

વિક્રમ સંવત ૨૦૭૪ જેઠસુદ ચોથ     

તા.૧૭/૦૬/૨૦૧૮ રવિવાર

 • બ્રિટને 25 દેશના વિદેશી વિદ્યાર્થીઓ માટે ટાયર-4 વિઝાના નિયમો હળવા કર્યા, ભારતનો સમાવેશ ન થવાથી ભારતીય વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ વિઝાના કડક નિયમોમાંથી જ પસાર થવું પડશે.
 • બ્રિટનનું આ આક્રમક વલણ ભારત તરફ પક્ષપાતનું બીજું ઉદાહરણ છે.- બ્રિટન કાઉન્સિલ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અફેર્સના પ્રમુખ લોર્ડ કરણ બિલીમોરિયા
 • કાશ્મીરમાં ઇદની નમાઝ બાદ તોફાનીઓ હિંસા પર ઉતરતા ઠેર ઠેર સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો, સુરક્ષાદળોએ તોફાનીઓને વિખેરવા લાઠીચાર્જ અને ટીયરગેસના શેલ છોડ્યા.આઇએસ અને પાકિસ્તાનના ઝંડા ફરક્યા.
 • SC/ ST એક્ટમાં સુધારા પછી દલિતો પરના હુમલા વધ્યા છે, સુપ્રીમ અને હાઈકોર્ટમાં પણ અનામતપ્રથા દાખલ કરો.- ભાજપના સાંસદ ઉદિતરાજ
 • દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ધરણા મામલે નવો મોડ, આંધ્રપ્રદેશ, કર્ણાટક,કેરળ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીઓએ ટેકો જાહેર મુલાકાત કરી.એલજી તેમને મળવાનો સમય ન આપ્યો, વડાપ્રધાનને વાત કરશે.
 • રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો પડતર માગણીઓ મુદ્દે 18 થી 23 જુન સુધી શિક્ષકો કાળીપટ્ટી બાંધી ભણાવશે. 24મી જુને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ કરશે.
 • વડોદરામાં મહારાણા પ્રતાપ જયંતિ નિમિત્તે નીકળેલી કરણીસેનાની શોભાયાત્રા પર પથ્થરમારો, ટીયરગેસના છ સેલ છોડ્યા.
 • ફિકા વર્લ્ડ કપ : ફ્રાન્સે પ્રથમ વખત સતત બે વર્લ્ડકપની પ્રથમ મેચ જીતી, ફ્રાન્સે 2-1થી ઓસ્ટેલિયાને હરાવ્યું.
 • ફિકા વર્લ્ડ કપ :પોર્ટુગલ અને સ્પેનનો મુકાબલો ૩-૩થી ડ્રો, રોનાલ્ડોની એતિહાસિક હેટ્રિક કરી, રોનાલ્ડો સળંગ ચાર વર્લ્ડ કપમાં ગોલ નોધાવનાર ચોથો ફૂટબોલર બન્યો.

Share This:

તા. ૧૬/૦૬/૨૦૧૮ શનિવાર

વિક્રમ સંવત ૨૦૭૪ જેઠસુદ ત્રીજ    

૧૬/૦૬/૨૦૧૮ શનિવાર

 • આર્થિકનીતિના નામે કૌભાંડકારી કારસો ?, કેન્દ્ર સરકારે જંગી ખોટ અને બિન કાર્યક્ષમ અસ્કયામતો તળે દબાયેલી બેન્કોને નાણાકીય વર્ષના અંત સુધીમાં માત્ર એક જ વર્ષમાં રૂ. 1,44,૦૯૩ કરોડ લોન માંડવાળ કરી.
 • કેરળ, આસામ સહીત ઇશાની રાજ્યોમાં મુશળાધાર વરસાદથી પૂરની સ્થિતિ, ઉત્તરભારતમાં આંધીનું સામ્રાજ્ય.
 • અમેરિકાની ગુપ્તચર સંસ્થા (સીઆઇએ)ના અહેવાલમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળને ‘ આંતકી સંગઠનો તરીકે ગણાવતાં વિવાદ ઉભો થયો.
 • અમેરિકાએ અફઘાનીસ્તાનની પાક સરહદે ડ્રોન હુમલો કરતાં પાકિસ્તાની તાલિબાનનો વડો ફ્જ્લુલ્લાહ ઇફતાર પાર્ટી વખતે જ ઠાર.
 • ગાંધીનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ કારોબારી અને સમાજ કલ્યાણ સમિતિ પર કબજો કર્યો.
 • બેચરાજી પાસેના વિઠ્ઠલાપુર ગામના દલિત કિશોરનું ચાર શખ્સોએ અપહરણ કરી ઢોર મારવાણા કેસમાં રાષ્ટ્રીય અનુ.જાતિ પંચે અહેવાલ માગ્યો. ચાર આરોપીને પકડવા પોલીસની 14 ટીમ બનાવવામાં આવી છે.- રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા
 • ભાજપના દલિત ધારાસભ્ય કે નેતાઓ કેમ પીડિત પરિવારની મુલાકાત લેતા નથી ?, સ્વચ્છતા અભિયાનની જેમ સરકાર અસ્પૃશ્યતા નાબૂદીનું અભિયાન ચલાવે.- વડગામ અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી
 • રાજકોટના એક શાળા આચાર્યએ શિક્ષણ બોર્ડ સાથે રૂ.4.86 લાખની છેતરપીંડી કરી, ધો-૧૦ 10 અને 12 પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીની કામગીરી કરવા એડવાન્સમાં આપેલા નાણામાંથી વધેલી રકમનો ચેક પરત થતા પોલીસ ફરિયાદ થઇ.
 • ફિકા વર્લ્ડ કપ : ગ્રુપ-1ની પ્રથમ મેચમાં બે વખત ચેમ્પિયન ઉરુગ્વેએ ઈજીપ્તને 1-0 થી હરાવ્યું. ઉરુગ્વેના ડીફેન્ડર જોસ ગીમનેઝે વિજયી ગોલ ફટકાર્યો.
 • ફિકા વર્લ્ડ કપ : ગ્રુપ-2ની મેચમાં મોરક્કોનો આત્મઘાતી ગોલના કારણે ઈરાન સામે 1-0થી પરાજય થયો.
 • ભારતે અફઘાનિસ્તાન સામેની ડેબ્યુ ટેસ્ટમાં 116 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત એક દિવસમાં 24 વિકેટ, ભારતનો ઇનિગ્સ અને 262 રન સાથે ટેસ્ટમાં સૌથી મોટો વિજય થયો. જાડેજાએ ચાર વિકેટ ઝડપી હતી.

Share This:

તા. ૧૫/૦૬/૨૦૧૮ શુક્રવાર

વિક્રમ સંવત ૨૦૭૪ જેઠસુદ બીજ   

તા. ૧૫/૦૬/૨૦૧૮ શુક્રવાર

 • કાશ્મીરમાં ઈદ લોહીયાળ, રાઈઝીંગ કાશ્મીર અખબારના વરિષ્ઠ પત્રકાર સુજાતા બુખારીને જાહેરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી. એક જવાનને ક્રૂર હત્યા કરતાં દેશમાં રોષની લાગણી ફાટી નીકળી છે.
 • રશિયામાં ફિકા વર્લ્ડ કપનો રંગારંગ પ્રારંભ, યજમાન રશિયાએ સાઉદી અરેબિયાને 5-0 થી હરાવ્યું.
 • પાકિસ્તાનની સુપ્રીમકોર્ટે પૂર્વ લશ્કરી શાસક પરવેઝ મુશરફને સામાન્ય ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુક્યો.
 • ભારતે અફઘાનિસ્તાન સામેની ડેબ્યુ ટેસ્ટમાં પ્રથમ દિવસે છ વિકેટ ગુમાવી 347 રન કર્યા છે. શેખર ધવન અને મુરલી વિજયે સદી ફટકારી.પ્રથમ દિવસે લંચ પહેલા સદી કરનાર શેખર ધવન પ્રથમ ભારતીય બન્યો.
 • ભારતીય મૂળના અમેરિકી મહિલા દિવ્યા સૂર્યદેવરાની જનરલ મોટર્સના અધ્યક્ષપદે વરણી કરવામાં આવી છે.
 • ઈઝરાયેલના એશ્કેલોનના મેયરપદ માટે ભારતીય મૂળના મહિલા ડો.રિકી સહાયનું નામ રેસમાં છે.
 • સુપ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર અને આઈએએસ અધિકારી બકુલ બક્ષીનું 77 વર્ષની વયે હાર્ટએટેકથી અવસાન થયું.
 • અમદાવાદ શહેરના નવા મેયર તરીકે બિજલબેન પટેલ, ડે.મેયર તરીકે દિનેશ મકવાણા અને સ્ટે.કમિટીના ચેરમેન તરીકે અમૂલ ભટ્ટની વરણી કરવામાં આવી. રાજુભાઈ ઠાકોરને દંડક બનાવાયા.
 • સુરત શહેરના નવા મેયર તરીકે ડો. જગદીશ પટેલ, ડે.મેયર તરીકે નીરવ શાહ અને દંડક તરીકે દક્ષાબેન જરીવાલાની પસંદગી કરવામાં આવી છે.
 • ભાવનગર શહેરના મેયર તરીકે મનભા મોરી, ડે.મેયર તરીકે અશોક બારિયા અને સ્ટે.કમિટીના ચેરમેન તરીકે યુવરાજસિંહ પસંદગી કરવામાં આવી છે.
 • રાજ્યમાં દલિતો પર અત્યાચારનો વધુ એક કિસ્સો , બેચરાજી પાસેના વિઠ્ઠલાપુર ગામના દલિત કિશોરનું ચાર શખ્સોએ અપહરણ કરી ઢોર મારવાનો વિડીયો વાયરલ થયો.
 • રાજ્યમાં લોકસભાની 26 સીટ જાળવી રાખવા માટે ભાજપ ચિંતન બેઠક આગામી 24-25 જુને અમિત શાહની અધ્યક્ષતામાં મળશે.
 • દેશના પ્રથમ ઈન્ટીગ્રેટેડ કમાન્ડ સેન્ટરનો છતીસગઢના રાયપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ.

Share This:

તા. ૧૪/૦૬/૨૦૧૮ ગુરૂવાર

વિક્રમ સંવત ૨૦૭૪ જેઠસુદ એકમ  

૧૪/૦૬/૨૦૧૮ ગુરૂવાર

 • મધ્યમવર્ગીય પરિવારો પોતાનું મોટું મકાન ખરીદી શકે તે માટે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, PMAY માં વ્યાજસબસિડી માટે કાર્પેટ એરિયામાં ૩૩%નો નિર્ણય.
 • રશિયામાં આજથી ૨૧મા ફિકા ફૂટબોલ વર્લ્ડકપનો પ્રારંભ, પ્રારંભિક મુકાબલામાં યજમાન રશિયા અને સાઉદી અરેબિયા સાથે મુકાબલો થશે. વિશ્વની ૩૨ ટીમો આ સ્પર્ધામાં ભાગ લઇ રહી છે.
 • આધ્યાત્મિક ગુરૂ ભૈયુજી મહારાજે સંપત્તિ અને બેંક એકાઉન્ટના માલિકી હક સેવાદારના નામે કરી દેતાં વિવાદ થયો. પોલીસને મળેલી બીજી સ્યુસાઈડ નોટમાં થયેલો ખુલાસો.
 • જમ્મુ કાશ્મીરના સામ્બા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ ખાતે પાકિસ્તાનનો હુમલામાં બીએસએફના એક આસિસ્ટન્ટ કમાન્ડર સહીત ચાર જવાન શહીદ. ત્રણ જવાન ઘાયલ.
 • ઉચ્ચ શિક્ષણની ગુણવતા વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ-૨૦૨૧-૨૨થી પીએચડી ધારક જ યુનિવર્સિટીમાં શિક્ષકોની નિમણૂંક કરવાની ફરજિયાત  કરશે.  
 • કર્ણાટકમાં જ્યાનગર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રસનો વિજય, ભાજપને વધુ એક પછડાટ.
 • અમદાવાદના નવા મેયર અને ડે.મેયરની આજે પસંદગી થવાની સંભવના, મેયર તરીકે બીજલ પટેલ અને ચેરમેન પદે અમૂલ ભટ્ટની વરણી થવાની સંભાવના.
 • ધોળકા તાલુકા પંચાયતમાં ભાજપના ત્રણ સભ્યો ગેરહાજર રહેતા તાલુકા પંચાયતમાં કોંગ્રસનો વિજય થયો.
 • મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના નિવાસસ્થાને તૈયાર કરવામાં આવેલ ડેશ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાત પર જુલાઈથી મોનિટરિંગ કરશે.

 

 

Share This:

તા. ૧૩/૦૬/૨૦૧૮ બુધવાર

વિક્રમ સંવત ૨૦૭૪ અધિક જેઠવદ ચૌદશ    

૧3/૦૬/૨૦૧૮ બુધવાર

 • સિંગાપુરના સેન્ટોસા ટાપુ પર સદીનો એતિહાસિક કરાર : ઉત્તરકોરીયાના તાનાશાહ કિમ જોંગ ઉન અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પરમાણું નિ:શસ્ત્રીકરણ એતિહાસિક સમજુતી, કિમ અણુશસ્ત્રો નાશ કરશે,વિશ્વશાંતિના નવા અધ્યાયની શરૂઆત.
 • આધ્યાત્મિક ગુરૂ ભૈયુજી મહારાજે લમણે ગોળી મારીને આત્મહત્યા કરી,ઇન્દોરમાં ઘરેથી ‘ તણાવગ્રસ્ત અને પરેશાન’ હોવાના લખાણ સાથેની સ્યુસાઈડ નોટ મળી આવી.
 • આરએસએસ માનહાની કેસમાં ભીવંડીની એક અદાલતમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે આરોપો ઘડાયા.
 • કાશ્મીરમાં બે જુદા જુદા આંતકવાદી હુમલામાં બે પોલીસ શહીદ, અનંતનાગમાં ગ્રેનેડ હુમલામાં દસ જવાનોને ઈજા થઇ.
 • રાજ્યમાં ડિગ્રી ઈજનેરી- ફાર્મસીનું મેરીટ લીસ્ટ જાહેર, આજથી મોકરાઉન્ડ માટે ચોઈસફીલિંગ શરૂ.
 • રાજ્યની RTO ચેકપોસ્ટ પર પસાર થતી ઉઘરાણીમાં 200 કરોડના કૌભાંડી નિવૃત ડાયરેક્ટર કે.એમ. પટેલની બે વર્ષ પછી ધરપકડ કરવામાં આવી.
 • જમીન વિકાસ નિગમના સામૂહિક ભ્રષ્ટ્રાચારને ઢાંકવા જળસંચય અભિયાનનું તરકટ કરવામાં આવ્યું છે.- રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા
 • રાજ્ય સરકાર દ્વારા લગ્નપ્રસંગે રૂ. 1200 થી 3000માં ST ની બસ સેવા ભાડેથી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Share This: