તા. ૨૧/૦૯/૨૦૧૮ શુક્રવાર

વિક્રમ સંવત ૨૦૭૪ ભાદરવા સુદ બારસ         

તા. ૨૧/૦૯/૨૦૧૮ શુક્રવાર

 • પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી જમ્મુ કાશ્મીર અને આંતકવાદ સહીત બંને દેશોને સ્પર્શતા મુદ્દાઓ પર દ્વિ પક્ષીય શાંતિ મંત્રણા માટે આમંત્રણ મોકલ્યું છે.ભારતે આ વિનંતીને માન્ય રાખી.
 • જમ્મુ કાશ્મીરના શોપિયામાં આંતકવાદીઓએ પાંચ ભારતીય જવાનોનું અપહરણ કર્યું છે.
 • ઉત્તરાખંડ વિધાનસભામાં ગાયને ‘ રાષ્ટ્રમાતા’ જાહેર કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ હવે કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.
 • બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ બીએસપી એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી. છતીસગઢમાં બીએસપીએ અજીત જોગીની છતીસગઢ જનતા કોંગ્રેસ સાથે ગઢબંધન કરી લીધું છે.
 • મુંબઈ થી જયપુર જતી જેટ એરવેઝની ફ્લાઈટમાં ક્રૂની બેદરકારીથી ૩૦ જેટલા પ્રવાસીઓને નાક અને કાનમાંથી લોહી નીકળ્યું. વિમાનમાં હવાને નિયંત્રણ કરતુ બટન ચાલુ નહિ થવાથી વિમાનમાં હવાનું દબાણ ઘટી જવાથી આ સમસ્યા ઉભી થઇ હતી.
 • એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 136 રનથી પરાજય આપ્યો. મેન ઓફ ધ મેચ રાશિદખાનને જાહેર કરવામાં આવ્યા છે.
 • એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે.ભારત માટે ઈજાગ્રસ્ત ખેલાડીઓ ચિંતાનો વિષય છે.
 • ભારતની પીવી સિંધૂ અને કિદાન્બી શ્રીકાંત ચાઈના ઓપન ટુર્નામેન્ટમાં ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
 • માનવ અધિકાર અને દેશના બંધારણ પ્રમાણે કોઈપણ વ્યક્તિની વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ મારી શકાય નહિ. એટ્રોસિટી એક્ટમાં કરાયેલા સુધારાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
 • રાજ્ય સરકારે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનાની સહાયમાં વધારો કરવાની જાહેરાત કરી છે. એક લાખને બદલે બે લાખની સહાય મળશે.
 • કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસમાં ચાલી રહેલ નાની બચત યોજનાઓમાં મળતાં વ્યાજમાં વધારો કર્યો છે. નાણા મંત્રાલયે તમામ યોજનાઓ પર મળી રહેલા વ્યાજમાં ૩૦ થી 40 બેઝીસ પોઈન્ટનો વધારો કર્યો છે.

Share This:

તા. ૨૦/૦૯/૨૦૧૮ ગુરૂવાર

વિક્રમ સંવત ૨૦૭૪ ભાદરવા સુદ અગિયારસ        

તા. ૨૦/૦૯/૨૦૧૮ ગુરૂવાર

 • જમ્મુ કાશ્મીરના સાંબા જીલ્લાના રામગઢ સેક્ટરમાં એક ભારતીય શહીદ જવાનનું પાકિસ્તાની સૈનિકોએ ક્રૂર હત્યા કરી ગળું કાપી નાખ્યું. ભારતમાં ઘૂસીને ઘાયલ જવાનને ઉઠાવી ગયા, બીએસએફએ ચૂપચાપ પોસ્ટમોર્ટમ કરાવ્યું.
 • કેન્દ્ર સરકારે ટ્રિપલ તલાકની પ્રથા સામે કાનૂની પગલાં ભરવાના ભાગરૂપે વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે.
 • આરએસએસના ત્રણ દિવસીય ‘ ભારતનું ભવિષ્ય’ સેમિનારના અંતિમ દિવસે સરસંચાલક મોહન ભાગવતે સરકારને ઝડપી રામમંદિર બનાવવા અને જમ્મુ કાશ્મીરને વિશેષાધિકારો આપતી કલમ 370 રદ કરવા માટે આહવાન કર્યું.
 • રાજ્યના વાહનચાલકોને લાઈસન્સ અને આર.સી.બુક સાથે રાખવામાંથી મુક્તિ આપવામાં આવી, હવે ડ્રાઈવિંગ લાઈસન્સ અને આરસી બુક ડીજીટલ સ્વરૂપે પણ માન્ય ગણવામાં આવશે.
 • જાણીતા શિક્ષણકાર ડો. વિદ્યુત જોષી સહીત પાંચ મહાનુભાવોને ગુરૂ દ્રોણાચાર્ય એવોર્ડ એનાયત કરવામાં આવશે.
 • એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતે પાકિસ્તાનને આઠ વિકેટથી કચડ્યું, પાકિસ્તાનના 163 રનના લક્ષ્યાંકને ભારતે 29 ઓવરમાં બે વિકેટ ગુમાવી વિજય મેળવ્યો. ભુવનેશ્વર અને કેદાર જાધવે 3-૩ વિકેટ ઝડપી.
 • ગોવામાં મુખ્યમંત્રી મનોહર પારીકરની જગ્યાએ નવા મુખ્યમંત્રી તરીકે કેન્દ્રીય પ્રધાન શ્રીપદ નાઈકને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા.
 • રાજ્યમાં ધારાસભ્યોના પગારમાં ઘરખમ વધારો, ભાજપ સરકારે પ્રજાને કોઈ રાહત ના આપી પણ દલા તરવાડીની જેમ ધારાસભ્યોનો 25% પગારવધારો વિધેયક સર્વાનુમતે મંજુર કર્યું.વિધાનસભાના ચોમાસું સત્રના બીજા દિવસે સાત વિધેયક પસાર કર્યા.
 • રાજ્ય સરકાર દ્વારા લગ્ન માટે જાનૈયા માટે એસટી શણગારેલી બસ ભાડે આપશે, આજે મુખ્યમંત્રીના હસ્તે બસોનું લોકાર્પણ કરવામાં આવશે.

Share This:

તા. ૧૯/૦૯/૨૦૧૮ બુધવાર

વિક્રમ સંવત ૨૦૭૪ ભાદરવા સુદ દશમ        

તા. ૧૯/૦૯/૨૦૧૮ બુધવાર

 • ફિલીપાઈન્સ અને હોંગકોંગમાં ભારે તારાજી સર્જ્યા બાદ વિનાશકારી માંગખૂટ તોફાનથી ચીનમાં ભારે નુકસાન. એક અહેવાલ મુજબ 24.5 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે.
 • અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ચીનની 200 અબજ ડોલર ની આયાત પર 10% ડ્યૂટી લગાવવાની જાહેરાત કરી છે.
 • ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં બસપા સાથે ગઠબંધન કરવા સમાજવાદી પૂર્ણ તૈયારી.- અખિલેશ યાદવ.
 • શીરા બોરા હત્યા કેસના આરોપી ઇન્દ્રાણી અને પીટર મુખરજી છૂટાછેડાની શરતો માટે સંમત થયા છે.
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મતવિસ્તાર વારાણસીમાં રૂ. 550 કરોડના ખર્ચે બનેલા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટોનો શુભારંભ કર્યો.
 • બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન સામે વિરોધ, લગભગ 1000 ખેડૂતોએ હાઈકોર્ટમાં એફિડેવિટ રજુ કરી તેઓ જમીન સંપાદનનો વિરોધ કરતાં હોવાની હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી છે.
 • ગાંધીનગરમાં પોલીસની કિલ્લાબંધી વચ્ચે કોંગ્રેસની આક્રોશ રેલી, ભાજપા-RSS કોઈને પણ અન્યાય કરશે તો એની લડાઈ કોંગ્રેસ લડશે.- પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા
 • એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હોંગકોંગ સામે ભારતનો 26 રને વિજય થયો. શિખર ધવને સૌથી વધુ 127 રનની મદદથી ભારતે સાત વિકેટ ગુમાવી 285 રન કર્યા હતા.
 • એશિયાકપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે દુબઈમાં પ્રથમ વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે.
 • આર્યુવેદ- હોમિયોપેથીની 19 કોલેજોની બેઠકો માટે 21 સપ્ટેમ્બરથી ચોથો રાઉન્ડ શરૂ થશે. પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ૩૦ સપ્ટેમ્બર છેલ્લો દિવસ હોવાથી પ્રવેશ સમિતિએ નવા રાઉન્ડની જાહેરાત કરી દીધી છે.

Share This:

તા. ૧૮/૦૯/૨૦૧૮ મંગળવાર

વિક્રમ સંવત ૨૦૭૪ ભાદરવા સુદ નોમ        

તા. ૧૮/૦૯/૨૦૧૮ મંગળવાર

 • કેન્દ્ર સરકારે બેંક ઓફ બરોડામાં દેના બેંક અને વિજયા બેંકનું મર્જર કરવાનું નક્કી કર્યું છે. ત્રણેય ગ્રાહકોને કોઈ અસર થશે નહિ, પાસબુક અને ચેકબુક બદલવાની રહેશે.
 • રાષ્ટ્રીય સ્વયં સેવક દ્વારા ‘ ભવિષ્યનું ભારત ‘ સંઘનો ત્રણ દિવસનો સંવાદ પ્રસંગે પ્રથમ વખત સંઘે ખુલ્લા મંચ પરથી કોંગ્રેસના ગુણગાન ગાયા. આઝાદીની લડાઈમાં કોંગ્રેસનો મોટો ફાળો રહ્યો છે, દેશને અનેક મહાન નેતા આપ્યા છે.- સંઘ પ્રમુખ મોહન ભાગવત
 • જર્મનીના લોઅર સેકસોની શહેરમાં વિશ્વની પહેલી હાઈડ્રોજન ફ્યુઅલ સેલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. તેની ગતિ 140 કિ.મી. સુધી છે.
 • ભારતીય ક્રિકેટના સુકાની વિરાટ કોહલી અને વર્લ્ડ ચેમ્પિયન મહિલા વેઇટ લિફ્ટર મીરાબાઈ ચાનુંનું નામ રાજીવ ગાંધી ખેલ રત્ન માટે ભલામણ કરવામાં આવી છે.
 • એશિયાકપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાને શ્રીલંકા સામે પોતાના સૌથી મોટો વનડે સ્કોર રેકોર્ડ બનાવ્યો. અફઘાનિસ્તાને 249 રન કર્યા જેમાં રહમતે શાહે 72 રન કર્યા હતા.
 • એશિયાકપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજથી ભારતના અભિયાનની શરૂઆત થશે. આજે હોંગકોંગ સામે પ્રથમ મેચ રમશે.
 • ગોવાના સીએમ પારીકર એઈમ્સમાં દાખલ થતા રાજ્યમાં અસ્થિરતા, કોંગ્રેસના 16 ધારાસભ્ય સાથે રાજભવન પહોંચી સરકાર બનાવવાનો દાવો કર્યો.
 • કોંગ્રેસના ઘેરાવના એલાન વચ્ચે આજથી વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થશે.પ્રથમ દિવસ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ બાદ ગૃહ મુલવતી રહેશે.
 • જુનાગઢમાં મહંત ઇન્દ્ર્ભારતી બાપુએ તેના સેવકને 27 વીઘા જમીન પરત કરવાના લીધેલા નિર્ણય પર ચેરીટી કમિશનર દ્વારા રોક લગાવવામાં આવી છે.
 • ગુજરાતી નાટ્ય લેખક અને દિગ્દર્શક ભરત દવે અને નાટ્યલેખક શ્રીકાંત શાહને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવશે.

Share This:

તા. ૧૭/૦૯/૨૦૧૮ સોમવાર

વિક્રમ સંવત ૨૦૭૪ ભાદરવા સુદ આઠમ        

તા. ૧૭/૦૯/૨૦૧૮ સોમવાર

 • છેલ્લા છ વર્ષથી ભારતીય રાજકારણમાં ચૂંટણી રણનીતિકાર તરીકે પ્રખ્યાત બનેલા પ્રશાંત કિશોરની રાજકારણમાં એન્ટ્રી, જેડીયુમાં જોડાયા. નીતીશકુમાર દેશનું ભવિષ્ય બનશે.- પ્રશાંત કિશોર
 • પેટ્રોલ- ડીઝલના વધી રહેલા ભાવ, વધતી મોંઘવારી અને નબળા પડી રહેલા રૂપિયા સામે લોકોનો ગુસ્સો મોદી સરકારને ડૂબાડશે.- રામદેવ
 • દિલ્લીની જવાહરલાલ નેહરૂ યુનીવર્સીટી વિદ્યાર્થી સંગઠન(જેએનયૂએસયૂ)ચૂંટણીમાં ડાબેરીઓએ તમામ ચારેય પદ જીતી લીધા.
 • વિજય માલ્યા કેસમાં આરબીઆઈના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર કે.સી. ચક્રબર્ત્તી બે કેસમાં ‘ શકમંદ’ હોવાનો આરોપ લાગ્યો છે.
 • ગુજરાતમાં ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા શાળા કોલેજોમાં નવરાત્રી વેકેશન જાહેર કરવામાં આવેલ છે પરંતુ વહીવટી કર્મચારીઓને ન મળતાં નારાજગી.
 • એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હોંગકોંગ સામે પાકિસ્તાનનો આઠ વિકેટથી આસાન વિજય મેળવ્યો. હોંગકોંગ 37.1 ઓવરમાં 118 રન કરી આઉટ, પાકિસ્તાન 23.4 ઓવરમાં બે વિકેટ ગુમાવી 120 રન કર્યા હતા.
 • ગ્લીવાઈસ ખાતે રમાયેલી 13 સીલેસિયન ઓપન બોક્સિંગ ટુર્નામેન્ટમાં ભારતની અનુભવી મહિલા બોક્સર એમસો મેરીકોમને ગોલ્ડ મેડલ અને મનીષાએ સિલ્વર મેડલ જીત્યો છે.
 • રાજ્યમાં ગુનેગારોને બાંધીને સરઘસ ન કાઢવા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આદેશ જાહેર કર્યો. આવું કૃત્ય બંધારણીય અધિકાર વિરુદ્ધ છે.

Share This:

તા. ૧૬/૦૯/૨૦૧૮ રવિવાર

વિક્રમ સંવત ૨૦૭૪ ભાદરવા સુદ સાતમ        

તા. ૧૬/૦૯/૨૦૧૮ રવિવાર

 • જમ્મુ કાશ્મીરમાં આંતકવાદીઓ સાથેની મુઠભેડમાં સલામતી દળોને ભારે સફળતા મળી, પાંચ આંતકવાદીઓ ઠાર એક નાગરિક પણ માર્યો ગયો.
 • અમેરિકામાં ફ્લોરેન્સ, ફિલીપાઈન્સમાં માંગખૂટ વાવાઝોડાએ કેર વર્તાવ્યો, 11 લોકોના મોત, અમેરિકામાં દસ લાખ લોકોના ઘરોમાં અંધારપટ છે.
 • અંબાજીમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુદ્દે અંબાજીમાં વેપારીઓનો ઉગ્ર વિરોધ, શનિવાર બંધના એલાન સમયે વેપારીઓ પર પોલીસે લાઠીચાર્જ કરતાં ઘર્ષણ થયું.
 • એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશનો શ્રીલંકા સામે 137 રને વિજય મેળવ્યો, રહીના આક્રમક 144 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી.શ્રીલંકા તરફથી લસિથ મલિંગાએ ચાર વિકેટ ઝડપી.
 • ચૂંટણીમાં કાળા નાણાંનો દુરપયોગ રોકવા હાલનો કાયદો અપૂરતો છે.- મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી.રાવત
 • અમેરિકાએ ઈરાન સાથે આર્થિક સંબંધો રાખનારા દેશોને ‘ મૂળભૂત રીતે અલગ નિયમો સાથે કાર્યવાહી’ કરવાની ચેતવણી આપી.
 • એસપીજી દ્વારા ભાજપ સરકાર સામે આંદોલનનો ટંકાર કરતાં અનામતથી વંચિત 58 સમ્માંજને એક મંચ પર લાવી સરકાર સામે સંયુક્ત મોરચો કાર્યક્રમ આપશે.
 • રાજપથ વિડીયોકાંડ મામલે તપાસ નિવૃત જજની કમિટી કરશે. બાળ કલ્યાણ વિભાગ હરકતમાં આવતાં રાજપથ કલબ સક્રિય.

Share This:

તા. ૧૫/૦૯/૨૦૧૮ શનિવાર

વિક્રમ સંવત ૨૦૭૪ ભાદરવા સુદ છઠ્ઠ      

તા. ૧૫/૦૯/૨૦૧૮ શનિવાર

 • દહેજ અત્યાચાર મામલે  કેસ નોંધાયા બાદ તુરંત જ પીડિતાના પતિ અને સાસરીયા પક્ષના લોકોની ધરપકડ કરી શકશે.- સુપ્રીમકોર્ટ
 • હરિયાણાના મહેન્દ્રગઢ જીલ્લામાં ધો-12ની સીબીએસઈ પરીક્ષાની ટોપર અને રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત વિદ્યાર્થીની સાથે ગેંગરેપની ઘટના સામે આવી.
 • આજથી એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ, આજે બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે પ્રથમ મુકાબલો થશે.
 • બીજી ઓક્ટોબરથી અન્ના હજારે પોતાના વતન અહમદનગરના રાલેગણસિદ્ધિ ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરશે.
 • તમિલનાડુંના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે રાજીવ ગાંધીના હત્યારાઓને મુક્ત કરવા માટેની રાજ્ય સરકારની ભલામણ કેન્દ્ર સરકારને મોકલી આપી છે.
 • સરકારી મેડીકલ કોલેજો અને તેને સંલગ્ન હોસ્પિટલોમાં ફરજ બજાવતા ઇન્ટર્ન, રેસિડન્સ અને સુપર સ્પેશિયાલિટી રેસીડેન્ટ ડોકટરોને અપાતા સ્ટાપેન્ડમાં રૂ. ૩ થી ૩૦ સુધીનો રાજ્ય સરકારે વધારો કર્યો.
 • સિવિલ કેમ્પસ સ્થિત કિડની હોસ્પિટલના નવા ઇન્ચાર્જ ડાયરેક્ટ તરીકે ડો. વિનીત મિશ્રાની નિયુક્તિ કરવામાં આવી છે.
 • 18 સપ્ટેમ્બરે વિધાનસભા ઘેરાવ માટે કોંગ્રેસે ધારાસભ્યોને ખેડૂતો લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

Share This:

તા. ૧૪/૦૯/૨૦૧૮ શુક્રવાર

વિક્રમ સંવત ૨૦૭૪ ભાદરવા સુદ પાંચમ      

તા. ૧૪/૦૯/૨૦૧૮ શુક્રવાર

 • ભાગેડુ વેપારીના નિવેદનને પગલે ભારતીય રાજકારણ ગરમાયું, વિજય માલ્યાને ભગાડ્યો કે ભાગ્યો. સંસદના સેન્ટ્રલ હોલમાં નાણામંત્રી સાથે વાતચીત કરી હતી તે બાબતને ફગાવી શકાય નહિ.- સુબ્રહ્મણ્યમ સ્વામી.
 • ભાગેડુ ગુનેગાર વિજય માલ્યા સાથે મેળાપીપણું રાખનાર નાણામંત્રી અરૂણ જેટલી રાજીનામું આપે.- કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી.
 • દેશના 46માં ચીફ જસ્ટીસ તરીકે રંજન ગોગોઈની રાષ્ટ્રપતિએ નિમણૂંક કરી. તેઓ ત્રીજી ઓક્ટોબર 2018 થી નવેમ્બર 2019 સુધી કાર્યભાર સંભાળશે.
 • ચીનના વિટોને ભારતને ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપનું સભ્યપદ મેળવી શક્યું નથી ત્યારે અમેરિકાએ ભારતને NSGના સભ્ય મળે તે માટે તેની વકીલાત ચાલુ રાખશે.
 • પીવી સિંધૂ અને એચએસપ્રણોયની જોડી જાપાન ઓપન બેડમિન્ટનમાં આઉટ, કિદામ્બી શ્રીકાંત ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો.
 • કોરિયામાં રમાઈ રહેલી વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતને જુનિયર સ્પર્ધામાં ઉદ્ય્વીરે અંગત અને ટીમ સ્પર્ધામાં એમ બે ગોલ્ડમેડલ જીત્યા.
 • ખેડૂતોના દેવામાફીની માગ સાથે ગુજરાત કોંગ્રેસ આગામી ૧૮મી સપ્ટેમ્બર વિધાનસભાનો ઘેરાવ કરશે.સરકાર સામે અવિશ્વાસની દરખાસ્તની ચર્ચા માટે કોંગ્રેસ ધારાસભ્યોની આજે બેઠક મળશે.
 • રાજ્યમાં તમાકુ કે નિકોટીનથી યુક્ત કોઈપણ પદાર્થના વેચાણ પર એક વર્ષનો પ્રતિબંધ રાજ્ય સરકારે મૂક્યો.
 • 15 સપ્ટેમ્બરથી યુએઈમાં 14માં એશિયાકપની શરૂઆત થશે, ભારતની પ્રથમ મેચ 18 સપ્ટેમ્બરના રોજ હોંગકોંગ સામે રમશે અને 19 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન મુકાબલો થશે.વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો. રોહિત શર્મા ભારતીય ટીમનું સુકાન સંભાળશે.

Share This:

તા. ૧૩/૦૯/૨૦૧૮ ગુરૂવાર

વિક્રમ સંવત ૨૦૭૪ ભાદરવા સુદ ચોથ    

તા. ૧૩/૦૯/૨૦૧૮ ગુરૂવાર

 • બિહાર, પશ્ચિમ બંગાળ સહીત સાત પૂર્વોત્તર રાજ્યોમાં ધરતીકંપના આંચકા આવ્યા. ભૂકંપનું કેન્દ્ર આસામના કોકરાઝાર શહેરથી બે કિલોમીટરના અંતરે ઉત્તરમાં સ્થિત હતું.
 • દિલ્લીના બુરાડી આત્મહત્યાકાંડ જેવો જ અમદાવાદના નરોડાના અવની સ્કાય ફ્લેટમાં વેપારીએ પત્ની-પુત્રીને મારીને પોતે આત્મહત્યા કરી. માતાને સંબોધી લખેલી સુસાઇડ નોટમાં કાળી શક્તિઓએ તેનો પીછો છોડ્યો ન હતો ઉલ્લેખ કર્યો છે.
 • ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાનો ધડાકો, ભારત છોડતાં પહેલાં અરૂણ જેટલીને મળ્યો હતો. દેશ છોડતાં પહેલા સંસદમાં મળી સેટલમેન્ટની વાત કરી હતી.
 • કેન્દ્ર સરકારે ખેડૂતો પાસેથી અનાજ ખરીદવાની નવી નીતિને મંજુરી આપી, ખેડૂતો માટે સરકાર લધુત્તમ ટેકાના ભાવથી ઓછા હોય તો નુકસાની સરકાર ભરપાઈ કરશે.
 • દેશના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ ડીસેમ્બરના બીજા સપ્તાહમાં યોજાઈ તેવી સંભાવના. ચૂંટણીપંચે મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી.
 • દેશના પ્રતિષ્ઠિત પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત અને ખ્યાતનામ કૃષિ અર્થશાસ્ત્રી વિજય શંકર વ્યાસનું 87 વર્ષની વયે અવસાન થયું.
 • સરકાર અડગ રહેતા હાર્દિકે છેવટે સમાજના અગ્રણીઓના હસ્તે પારણાં કર્યા, રાજ્ય સરકાર સામે નહિ પણ પાટીદાર સંસ્થાઓની લાગણી અને સમાજની માગણી સામે ઝૂકીને પારણાં કર્યા.- હાર્દિક પટેલ
 • રાજ્ય સરકારના કર્મચારીઓ લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઝડપી ઉકેલની માગણી સાથે આંદોલનનું રણશિંગું ફૂકયું છે.
 • હોકી ટીમના પૂર્વ સુકાની સરદાર સિંહે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. ૧૨ વર્ષની કારકિર્દીમાં 350 મેચ રમ્યા, આઠ વર્ષ સુધી ટીમના સુકાની રહ્યા હતા.
 • મનુ અત્રી અને સુનીત રેડ્ડીની જોડીએ ઓલમ્પિક સિલ્વર મેડાલીસ્ટ જોડીને હરાવી પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો.

Share This:

તા. ૧૨/૦૯/૨૦૧૮ બુધવાર

વિક્રમ સંવત ૨૦૭૪ ભાદરવા સુદ ત્રીજ    

તા. ૧૨/૦૯/૨૦૧૮ બુધવાર

 • રૂપિયો ગગડતાં શેરબજારમાં સતત બીજા દિવસે અભૂતપૂર્વ કડાકો, રોકાણકારોની મૂડી બે દિવસમાં રૂ. ચાર લાખ કરોડનું બાષ્પીભવન.
 • અમેરિકાના પૂર્વીય કિનારે ભયાનક અને શક્તિશાળી‘ ફ્લોરેન્સ’ વાવાઝોડાના એંધાણ દસ લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા.
 • તેલંગણાના જગતિયાલ જીલ્લામાં કોન્ડાગટ્ટુ ઘાટમાં એક એસટી બસ ખીણમાં પડતાં છ બાળકો સહીત 52 યાત્રીઓના મોત.
 • SPGના અધ્યક્ષ લાલજી પટેલે મુખ્યમંત્રીને આઠ મુદ્દાઓ પત્ર લખીને 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું.માગણી નહિ સંતોષાય તો પરિસ્થિતિ વણસવા માટે સરકાર જવાબદાર રહેશે.
 • રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ પરનો વેરો નહિ ઘટે, દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં વેટ- સેસના વેરાનો દર ઓછો છે.- નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ
 • રાજ્ય સરકાર પાટીદારોની માગણીઓ અંગે કોઈ મચક ન આપતાં હાર્દિકને પારણાં કરી લેવા પાટીદાર સંસ્થાઓ અને કોંગ્રેસની અપીલ.
 • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફના પત્ની બેગમ કુલસુમ નવાઝનું લંડનમાં લાંબી બીમારી બાદ અવસાન થયું.
 • પૂણેમાં ચાલી રહેલા બિમ્સટેક દેશોના સંયુક્ત સેનાભ્યાસમાં નેપાળ અલગ થયું, નેપાળ પોતાના આંતરિક રાજકારણના કારણે જ ડ્રિલમાંથી પાછું હટ્યું.- ભારત
 • પાલનપુર કોર્ટે 22 વર્ષ જૂના કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટના 10 દિવસના રિમાન્ડ હાઈકોર્ટે મંજુર કર્યા.
 • ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં લોકેશ રાહુલ અને વિકેટકીપર રિષભપંતની લડાયક સદી છતાં ભારતનો પરાજય થયો. પાંચ ટેસ્ટમેચની સિરીઝ ઇંગ્લેન્ડ 4-1 શ્રેણી જીતી. વિરાટ કોહલી અને સેમ કરન મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા.

Share This: