તા. ૧૯/૦૮/૨૦૧૮ રવિવાર

વિક્રમ સંવત ૨૦૭૪ શ્રાવણસુદ નોમ     

તા.૧૯/૦૮/૨૦૧૮ રવિવાર

 • કેરળમાં આકાશી તાંડવથી તબાહી, ખોરાક, પીવાનું પાણી અને દવાની તંગી. વડાપ્રધાન મોદીએ અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું. કેન્દ્ર સરકારે 500 કરોડની સહાયની જાહેરાત કરી. ગુજરાત સરકારે પણ 10 કરોડની સહાયની જાહેરાત કરી.
 • મનમોહનસિંહની સરકારના કાર્યકાળમાં જીડીપી સૌથી વધુ 10.8% રહ્યો હતો, જ્યારે મોદી સરકારમાં જીડીપી 7.3% સુધી સીમિત રહ્યો હોવાનો ખુલાસો એક રીપોર્ટમાં કરવામાં આવ્યો છે.
 • પાકિસ્તાનના વડાપ્રધાનપદે ઇમરાનખાન આરૂઢ, ભારતીય ક્રિકેટર નવજોતસિંહ સિંધૂ સહીત પાક ક્રિકેટરો, પૂર્વ પત્ની પણ શપથ સમારોહમાં હાજર રહ્યા.
 • સતત બે વખત સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ પદે રહેલા પ્રથમ અશ્વેત આફ્રિકન કોફી અન્નાન 80 વર્ષની વયે અવસાન થયું. 2001માં શાંતિ માટે નોબલ પારિતોષિક એનાયત કરવામાં આવેલ છે.
 • કેરળ ઉપરાંત કર્ણાટકમાં કાવેરીમાં પૂરને લીધે કોડાગૂ-હુબલીમાં પૂરનું સંકટ ઘેરાયું, ભારે વરસાદ અને ભૂસ્ખલન ને કારણે અડધું કર્ણાટક બેહાલ.
 • 25 ઓગસ્ટના રોજ પાસના નેતા હાર્દિક પટેલને ઉપવાસની મંજુરી ન મળતાં હવે તે નિકોલમાં ફ્રી કાર પાર્કિંગ પ્લોટમાં કાર  પર બેસીને એક દિવસના ઉપવાસની ચીમકી ઉચ્ચારી. હાર્દિકને ‘કાર’માં પ્રતિક ઉપવાસની મંજૂરી નહી.- પોલીસ
 • નોટબંધીને લગભગ બે વર્ષ પૂરા થવાને સમયે સુરતમાંથી 500 અને 1000 રૂ. 3.37 કરોડની  રદ થયેલ નોટો સાથે ત્રણની અટકાયત કરવામાં આવી.
 • ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં ભારતની મજબૂત શરૂઆત, વિરાટ કોહલીના 97 અને રહાણેના 81 રનની ભારતે છ વિકેટ ગુમાવી 307 રન કર્યા છે.
 • એશિયન ગેમ્સમાં આજે સુશીલ કુમાર અને સાક્ષી મલિક પાસેથી ભારતને મેડલની આશા, આ ઉપરાંત બજરંગ પુનિયા અને વિનેશ ફોગટ પર નજર રહેશે.
 • રાજ્યમાં મગફળીકાંડ તપાસ મામલે આખરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા હાઈકોર્ટના નિવૃત જજને તપાસ સોંપવાનો નિર્ણય કર્યો.
 • રૂ.1800 કરોડના ‘ બીટકનેક્ટ ‘ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર દિવ્યેશ દરજી દુબઈથી આવતાં દિલ્હી એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી.  

Share This:

તા. ૧૮/૦૮/૨૦૧૮ શનિવાર

વિક્રમ સંવત ૨૦૭૪ શ્રાવણસુદ આઠમ  

તા.૧૮/૦૮/૨૦૧૮ શનિવાર

 • ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ભારતરત્ન અટલ બિહારી બાજપેયી પંચમહાભૂતમાં વિલીન. અંતિમવિધિમાં સરકાર , વિપક્ષો સહિત અનેક દેશોના પ્રતિનિધિઓએ હાજર રહ્યા.દિવંગત નેતાના અંતિમ દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યો.
 • પાકિસ્તાનમાં 22મા વડાપ્રધાન તરીકે ઇમરાનખાન ચૂંટાયા, આજે શપધવિધિ. સંસદમાં ઇમરાનખાનને 176 મત, શાહબાજ શરીફને માત્ર 96 મત મળ્યા.
 • જમ્મુ કાશ્મીરના કુપવાડા જીલ્લામાં સુરક્ષાદળો અને આંતકીઓએ સાથેની અથડામણમાં એક જવાન શહીદ, આંતકવાદીઑ ફરાર.
 • કેરળમાં સદીનો સૌથી ભયાનક વરસાદથી 324થી વધુ લોકોના મોત, રાજ્યની અનેક નદીઓ ગાંડીતૂર, 13 જિલ્લાઓમાં રેડએલર્ટ જાહેર.
 • રાજ્યમાં સર્વત્ર વરસાદનું આગમન : અમદાવાદ, ગાંધીનગરમાં ત્રણ થી ચાર ઇંચ વરસાદ, ઠેર ઠેર જળબંબાકાર. કપડવંજમાં બે કલાકમાં છ ઇંચ વરસાદ.
 • આજથી ઇંડોનેશિયાના જાકાર્તામાં 18મી એશિયન ગેમ્સ શરૂ થનાર છે જેમાં 45 દેશોના 11 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.
 • ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને કેપ્ટન અજિત વાડેકરને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી. વર્ષ 1971માં વે.ઇ સામે ભારતે સૌપ્રથમ વિજય અપાવ્યો હતો.
 • ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ આજથી શરૂ થશે, સિરીઝ જીવંત રાખવા માટે ભારત સામે પડકાર. પાંચ ટેસ્ટ સીરીઝમાં ઇંગ્લેન્ડ 2-0થી આગળ છે.

Share This:

તા. ૧૭/૦૮/૨૦૧૮ શુક્રવાર

વિક્રમ સંવત ૨૦૭૪ શ્રાવણસુદ સાતમ    

તા.૧૭/૦૮/૨૦૧૮ શુક્રવાર

 • ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ભારતરત્ન અટલ બિહારી બાજપેયીનું 93 વર્ષની વયે AIIMSમાં સાંજે 5.05 કલાકે જીવનના અંતિમ શ્વાસ લીધા. તેઓ 11 જુન 2018થી AIIMS હોસ્પિટલમાં દાખલ હતા.1996માં પ્રથમ વખત તેઓ વડાપ્રધાન બન્યા હતા.
 • ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીના અવસાનથી વડાપ્રધાન સહીત વિરોધપક્ષના નેતાઓ સહીત અનેક લોકોએ દુઃખ વ્યક્ત કર્યું. આજે સાજે 4.00 કલાકે અંતિમવિધિ કરવામાં આવશે.
 • ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીના અવસાનથી કેન્દ્ર સરકારે સાત દિવસનો શોક જાહેર કર્યો. દિલ્લી, ઉત્તરપ્રદેશ અને ગુજરાત સહીત અનેક રાજ્યોએ તેમના માનમાં આજે રજા જાહેર કરી અને સાત દિવસનો શોક જાહેર કર્યો છે.
 • ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીના અવસાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 23 ઓગસ્ટનો ગુજરાતનો પ્રવાસ રદ કર્યો છે.
 • અમેરિકા, ચીન, બાંગ્લાદેશ અને પાકિસ્તાને ભૂતપૂર્વ અટલ બિહારી બાજપેયીના અવસાનથી દુઃખ વ્યક્ત કરી શ્રધ્ધાંજલિ આપી.
 • રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય- અમદાવાદ, ખેડા, તાપી, છોટાઉદેપુર અને ગાંધીનગર સહીત અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન, આગામી 72 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
 • મહેસાણા સાગરદાણ કૌભાંડમાં દૂધસાગર ડેરીના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને  કરોડો રૂપિયાનું  સંઘને નુકસાન માટે જવાબદાર ઠેરવ્યા.
 • ગુજરાત વિધાનસભાનું સત્ર આગામી 18 અને 19 સપ્ટેમ્બર દરમ્યાન બે દિવસનું ચોમાસું સત્ર મળશે.
 • જેતપુરના પેઢલા મગફળીકાંડમાં મગન ઝાલાવાડિયાને છ દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા, દીપક બોડાના પણ ચાર દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા.

Share This:

તા. ૧૬/૦૮/૨૦૧૮ ગુરૂવાર

વિક્રમ સંવત ૨૦૭૪ શ્રાવણસુદ છઠ્ઠ    

તા.૧૬/૦૮/૨૦૧૮ ગુરૂવાર

 • 72માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ખાતેથી ધ્વજવંદન કર્યું, વડાપ્રધાન દ્વારા આયુષ્માન ભારત યોજનાની જાહેરાત, 10 કરોડ લોકોને આ યોજનાનો લાભ મળશે.
 • ભારતીય ક્રિકેટના ભૂતપૂર્વ ક્રિકેટર અજીત વાડેકરનું 77 વર્ષની વયે અવસાન થયું.
 • ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીની તબિયત નાજુક, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ વૈક્યાનાયડુએ દિલ્લીમાં એઈમ્સમાં મુલાકાત લઇ સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી.
 • રાજ્યકક્ષાની 72 સ્વાતંત્ર્યપર્વની ઉજવણી સુરેન્દ્રનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. સુરેન્દ્રનગરમાં નવી એગ્રીકલ્ચર યુનિવર્સીટી અને નવી જીઆઇડીસી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વડોદરા ખાતે ધ્વજવંદન કર્યું હતું.
 • કેરળમાં ભારે વરસાદ અને પૂરથી મૃત્યુઆંક વધીને 67 થયો. હજુ પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. કેરળના તમામ 14 જીલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
 • રાજ્યમાં આગામી ત્રણ ચાર દિવસ દરમ્યાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.
 • આજે ગાંધીનગરમાં જીગ્નેશ મેવાણીના નેતૃત્વમાં દલિત રેલીનું બપોરે 12 કલાકે આયોજન કરવામાં આવ્યું છે.
 • અમેરિકાના જ્યોર્જિયાના મેકનમાં વધુ એક ગુજરાતી યુવક આણંદના અલ્પેશ પ્રજાપતિની હત્યા કરવામાં આવી. બે અશ્વેતોએ લૂંટના ઈરાદે ગોળીબાર કર્યો હોવાનું મનાય છે.
 • વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી મગફળીકાંડ મામલે ન્યાયિક તપાસ માટે સાબરમતી આશ્રમ ખાતે 72 કલાકના ઉપવાસ આજથી શરૂ કરશે. કોંગ્રેસના નેતાઓ પણ આ ઉપવાસમાં જોડાશે.

Share This:

તા. ૧૫/૦૮/૨૦૧૮ બુધવાર

વિક્રમ સંવત ૨૦૭૪ શ્રાવણસુદ પાંચમ  

તા.૧૫/૦૮/૨૦૧૮ બુધવાર

 • દેશની બીજા નંબરની સૌથી મોટી અને 112 વર્ષ જૂની બેંક પુણેની કોસમોસ કો.ઓ.બેંકમાં સૌથી મોટી સાઈબર લૂંટ, સાત કલાકમાં 94 કરોડ રૂપિયાની તફડચી થઇ.
 • 72માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દેશના સાત જવાનોને શૌર્યચક્ર અને છ મહિલાઓને વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવશે. જેમાં કાશ્મીરના જવાન શહીદ ઔરંગઝેબ અને મેજર આદિત્યને શૌયચક્રથી સન્માનિત કરવામાં આવશે.
 • 72માં સ્વાતંત્ર્ય દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા હેલ્થ પ્રોગ્રામ આયુષ્માન ભારત- નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ ( એબીએનએચપીએસ) પાઈલટ પ્રોજેક્ટની શરૂઆત કરી શકે છે.
 • સ્વતંત્રતા દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સંબોધન- દેશમાં હિંસાને કોઈ સ્થાન નથી, નિરર્થક વિવાદો બંધ કરો.
 • કેન્દ્રમાં મોદી સરકારની ‘ એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ની દરખાસ્તને ફટકો, દેશમાં એક સાથે ચૂંટણી શક્ય નથી, આ માટે કાનૂની અને બંધારણીય ફેરફાર કરવા પડે તેમ છે.- મુખ્ય ચૂંટણી કમિશનર ઓ પી રાવત.
 • બહુચર્ચિત ચાર હજાર કરોડ રૂપિયાની મગફળી ખરીદી કૌભાંડના અસલી ગુનેગારો ન પકડાય તો હવે વિધાનસભાને ઘેરાવ કરવામાં આવશે.- કોગ્રેસ
 • રાજયના 25 પોલીસદળના અધિકારીઓને પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિના હસ્તે મેડલ એનાયત થશે. આઈપીએસ અધિકારી આરબી બ્રહ્મભટ્ટને ત્રીજી વખત રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરાયો છે.

Share This:

તા. ૧૪/૦૮/૨૦૧૮ મંગળવાર

વિક્રમ સંવત ૨૦૭૪ શ્રાવણસુદ ચોથ

તા.૧૪/૦૮/૨૦૧૮ મંગળવાર

 • લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ સોમનાથ ચેટર્જી 89 વર્ષની વયે હાર્ટએટેક આવવાથી અવસાન થયું. તેઓ દસ વાર સાંસદ રહી ચૂકેલા છે. તેમના પિતા નિર્મલચંદ્ર ચેટરજી હિંદુ મહાસભાના સ્થાપક હતા.
 • વર્લ્ડ ટ્રેડ વોરની સાથે હવે કરન્સી વોરમાં રૂપિયો ડોલર સામે રાંક બન્યો છે. રૂપિયો 110 પૈસા તૂટીને 69.93ની ઐતિહાસિક નીચી સપાટીએ ગબડ્યો છે.
 • ન્યૂઝ ચેનલ એબીપી અને સી વોટરના સર્વે મુજબ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છતીસગઢમાં કોંગ્રેસ સરકાર બનાવશે.
 • ભારતમાં રહેવાલાયક ઉત્કૃષ્ઠ સ્થળોના મામલે ટોચના સ્થાનમાં પૂર્ણે પ્રથમ ક્રમે, દિલ્લી 65 ક્રમે રહ્યું. ટોપ ટેનમાં ગુજરાતનું એકપણ શહેરનો સમાવેશ નહિ.
 • ઈન્ડોનેશિયાના જાકાર્તા અને પાલેમબાંગમાં 18 થી 2 સપ્ટેમ્બર સુધી 18મી એશિયન ગેમ્સ રમાશે જેમાં 45 દેશો ભાગ રહી રહ્યા છે. એશિયન ગેમ્સમાં પ્રથમ વખત ભિન –ભિન(ચકલી), આટૂગ (હરણ) અને કાકા ( ગેંડો) એમ ત્રણ જુદા જુદા પ્રાણીઓ પર બન્યા મેસ્કોટ.
 • હિમાચલપ્રદેશમાં ભારે વરસાદને લીધે અનેક સ્થળોએ ભૂસ્ખલન થતા 18ના મોત, 350થી વધુ યાત્રિકો ફસાયા.
 • રાજ્યમાં ચેઈન સ્નેચિંગ ગુનામાં હવે 10 વર્ષ સુધીની જેલની સજા અને 25000 સુધીનો દંડ થશે.- રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા
 • આગામી 24 ઓગસ્ટથી રાજ્યભરમાં ‘ સેવાસેતુ’નો ચોથો તબક્કો શરૂ થશે, 12 વિભાગની 55 જેટલી વ્યક્તિલક્ષી યોજનાઓનો લાભ એક જ સ્થળે આપવામાં આવશે.

Share This:

તા. ૧૩/૦૮/૨૦૧૮ સોમવાર

વિક્રમ સંવત ૨૦૭૪ શ્રાવણસુદ બીજ  

તા.૧૩/૦૮/૨૦૧૮ સોમવાર

 • અમેરિકાની અંતરીક્ષ સંસ્થા નાસાએ સૂર્ય પર પોતાના પ્રથમ મિશન પાર્કરસોલાર પ્રોબને યાન રવાના, સૂર્યની નજીકના વાતાવરણને સમજવાનો પ્રયાસ. સૂર્યના તાપને ઝીલી શકે તે માટે શક્તિશાળી હોત શિલ્ટ.
 • ભારતીય મૂળના નોબલ પુરસ્કાર વિજેતા લેખક સર વી.એસ.નાયપોલનું લંડનમાં 85 વર્ષની વયે અવસાન થયું. ઇસ્લામની ટીકાને કરને નાયપોલ વિવાદિત રહ્યા હતા.
 • ઇન્ડોનેશિયામાં એક વિમાન દુર્ઘટનામાં આઠ લોકોના મોત થયા છે.
 • જાંબુઘોડાના હાલોલ બોડેલી ધોરીમાર્ગ પર શિવરાજપુર ભાટ ગામ નજીક પાણી ભરેલા નાળામાં કાર ખાબકતાં સાત બાળકોના મોત.
 • ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલ બીજી ટેસ્ટમાં ભારતનો એક ઇનિગ્સ અને 159 રનથી કર્મો પરાજય થયો. ઈંગ્લેન્ડના પ્રથમ દાવના 396 રનના જવાબમાં ભારત પ્રથમ દાવ 107 અને બીજા દાવમાં 127 રન કર્યા હતા.
 • ભારતીય બેડમિન્ટન ખેલાડી અજય જયરામ વિયેતનામ ઓપનની ફાઈનલમાં પરાજય થતા સિલ્વર મેડલ જીત્યો.
 • જમ્મુ કાશ્મીરના બાટામાલુ વિસ્તારમાં આંતકીઓ સાથેની અથડામણમાં એક પોલીસ જવાન શહીદ, બે આંતકીઓ ઠાર.
 • કેરળમાં ભારે વરસાદથી જાનમાલને વધારે નુકસાન થયું હોવાથી કેન્દ્ર સરકારે પૂરગ્રસ્ત કેરળને રૂ. 100 કરોડની સહાયની જાહેરાત કરી છે.
 • ભાજપા હવે ગુજરાતમાં 15 ઓગસ્ટથી સદસ્યતા વૃદ્ધિ ઝુંબેશ શરૂ કરશે. ઓબીસી, મહિલા અને યુવા મોરચાને સદસ્યતા ઝુંબેશમાં સક્રિય રીતે જોડવામાં આવશે.

Share This:

તા. ૧૨/૦૮/૨૦૧૮ રવિવાર

વિક્રમ સંવત ૨૦૭૪ શ્રાવણસુદ એકમ

તા.૧૨/૦૮/૨૦૧૮ રવિવાર

 • વિકાસના મુદ્દે જ લોકસભાની ચૂંટણી લડીશું, 2014 લોકસભા કરતાં પણ ભાજપને વધુ વિક્રમજનક બેઠકો મળશે.- વડાપ્રધાન નરેન્દ્ર મોદી.
 • પશ્ચિમ બંગાળમાં મમતાનું શાસન ઉખાડી ફેંકી દઈશું, બાંગ્લાદેશના ઘુસણખોરો જ ટીએમસીની વોટબેંક છે.- ભાજપ પ્રમુખ અમિત શાહ
 • અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે વિઝા નિયમો કઠોર કરવામાં આવ્યા, ઉલ્લંઘન બાદ 10 વર્ષનો પ્રતિબંધ, નવમી ઓગસ્ટથી જ લાગુ કરવામાં આવેલી અમેરિકામાં નવી નીતિ ભારતીયો સહીતના વિદ્યાર્થીઓ માટે ખતરનાક.
 • કેરળમાં વધુ ભારે વરસાદની ચેતવણી વચ્ચે પૂરની સ્થિતિ યથાવત, રાજ્યના 14 જીલ્લામાંથી 11 જીલ્લા હજુ પણ જળમગ્ન.
 • મેડીકલમાં પ્રવેશના બીજા રાઉન્ડમાં સરકારી કોલેજનું મેરીટ નીચું, સ્વનિર્ભર કોલેજમાં ઊંચું રહ્યું છે. બીજા રાઉન્ડના અંતે ખાલી પડનારી બેઠકો માટે હવે મોપઅપ રાઉન્ડ થશે.
 • ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટમાં ભારતના પ્રથમ દાવના 107 રનના જવાબમાં ઇંગ્લેન્ડે ત્રીજા દિવસના અંતે છ વિકેટ ગુમાવી 357 રન કર્યા છે. ભારતે મેચ પરથી પકડ ગુમાવતાં બીજી ટેસ્ટમાં પરાજયના વાદળો ઘેરાયા છે.
 • બજાજ ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડના 41 વર્ષીય અનંત બજાજનું હદયરોગના હુમલાથી અવસાન થયું.
 • વેદ, પુરાણ અને સંસ્કૃતના મૂર્ધન્ય વ્યાકરણાચાર્ય પંડિત ડો. ભગવતીપ્રસાદ પંડ્યા 92 વર્ષની વયે અવસાન પામ્યા. તેમણે ‘ સંસ્કૃત ચૂડામણી’, ‘ મહામહિમામોપાધ્યાય’, ‘ વ્યાકરણ- કાવ્યકલા વિદ્યાવારિધિ’ તથા ‘ વાચસ્પતિ’ પુરસ્કારના અધિકારી બન્યા હતા.

Share This:

તા. ૧૧/૦૮/૨૦૧૮ શનિવાર

વિક્રમ સંવત ૨૦૭૪ અષાઢવદ અમાસ

તા.૧૧/૦૮/૨૦૧૮ શનિવાર

 • બિન અનામત વર્ગના વિધાર્થીને વિદેશ અભ્યાસ માટે 4% વ્યાજે લોન મળશે. બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક અને આર્થિક વિકાસ નિગમ અન્વયે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલની જાહેરાત.
 • બિન અનામત આયોગની સ્થાપના પછી આઠ વિવિધ યોજનાઓની જાહેરાત, સ્વરોજગાર, ભોજન બિલ સહાય, જી,નીટ પરીક્ષા માટે સહાય, ટયુશન સહાય તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમની સુવિધા આપવામાં આવશે.
 • 18મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ અને જુનિયર વર્લ્ડ ચેમ્પિયન જેવલિન થ્રોઅર નીરજ ચોપડા ભારતીય ટીમનો ધ્વજવાહક બનશે.
 • ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે વરસાદના વિઘ્ન બાદ ભારતીય ટીમનો ધબડકો, 107 રનમાં ઓલઆઉટ. એન્ડરસનને પાંચ વિકેટ ઝડપી.
 • ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે યૂથ વન ડે શ્રેણી 3-2થી શ્રીલંકા સામે વન ડે શ્રેણી જીતી. પાંચમી અને અંતિમ વનડે મેચમાં શ્રીલંકાને આઠ વિકેટથી પરાજય આપ્યો.
 • પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન હવે 18 ઓગસ્ટના રોજ શપથગ્રહણ કરશે.
 • સંસદનું મોનસૂન સત્ર સમાપ્ત, સંસદમાં કુલ 21 બિલ રજૂ થયા તેમાં 12 બિલ બંને ગૃહમાં પાસ થયા. 18 વર્ષમાં લોકસભામાં આ મોનસૂન સત્ર દરમિયાન સૌથી વધુ કામકાજ થયું છે.
 • ટ્રિપલ તલાક ખરડો રાજ્યસભામાં રજૂ ન થઈ શક્યો, સરકાર વટહુકમ લાવે તેવી સંભાવનાઓ સરકારે ખરડામાં સુધારા કરી વિપક્ષને તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો, પરંતુ સંમતિ સધાઈ નહીં.
 • રાજ્યની પેરામેડિકલની વીસ હજારથી વધુ બેઠકો માટે 13 ઓગસ્ટથી મોક રાઉન્ડ યોજાશે. બીએસસી નર્સિંગ માં 60 કોલેજને મંજૂરી આપવામાં આવી છે.

Share This:

તા. ૧૦/૦૮/૨૦૧૮ શુક્રવાર

વિક્રમ સંવત ૨૦૭૪ અષાઢવદ ચૌદશ  

તા. ૧૦/૦૮/૨૦૧૮ શુક્રવાર

 • કેરળમાં ભારે વરસાદથી ખુવારી, 26 લોકોના મોત. 24 કલાકમાં 16 ઇંચ વરસાદ ખાબકતાં, ભેખડો ઘસવાથી સૌથી વધુ નુકસાન થયું.
 • રાજ્યસભાના નાયબ અધ્યક્ષપદે એનડીએના ઉમેદવાર હરિવંશ નારાયણ વિજયી, યુપીએના ઉમેદવાર બી.કે.હરિપ્રસાદનો પરાજય. 41 વર્ષ બાદ રાજ્યસભા ઉપાધ્યક્ષપદ કોંગ્રેસમુક્ત.
 • ગાયનેકોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા ડોક્ટર્સ કે જેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન નથી કર્યું તેમણે સોનોગ્રાફી કરવા ટ્રેનિંગ લેવી પડશે અથવા પરીક્ષા આપવી પડશે. કેન્દ્ર સરકારે કરેલા સુધારાને હાઈકોર્ટે મંજુરી આપી.
 • ત્રિપલ તલાક બિલમાં સુધારાને મંજુરી, બિલમાં સુધારા બાદ મેજીસ્ટ્રેટ દ્વારા જામીન આપી શકાશે. રાજ્યસભામાં હાલમાં બીલ અટકેલ છે.
 • રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય રેખા શર્માને રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષપદે નિયુક્ત કરવામાં આવ્યા છે.
 • ગુજરાત કોંગ્રેસ 9 ઓગસ્ટથી અમદાવાદ કોચરબ આશ્રમથી દિલ્લીના રાજઘાટ સુધીની નફરત છોડો પદયાત્રા અને ક્રાંતિ યાત્રાનો પ્રારંભ કર્યો.
 • મગફળી કૌભાંડમાં નાફેડના ચેરમેન વાઘજી બોડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. રાજીનામામાં વાઘજી બોડાએ પોતાની ભૂલ સ્વીકારી હોવાનું મનાય છે.
 • મેડીકલની સરકારી ચાર કોલેજોની ઓલ ઇન્ડીયા કવોટાની 26 બેઠકો પરત, હજુ સુરત અને જામનગર કોલેજની બેઠકો પરત થવાની બાકી છે.
 • ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદથી ધોવાયો.

Share This: