તા. ૧૯/૦૮/૨૦૧૮ રવિવાર

વિક્રમ સંવત ૨૦૭૪ શ્રાવણસુદ નોમ     

તા.૧૯/૦૮/૨૦૧૮ રવિવાર

 • કેરળમાં આકાશી તાંડવથી તબાહી, ખોરાક, પીવાનું પાણી અને દવાની તંગી. વડાપ્રધાન મોદીએ અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું. કેન્દ્ર સરકારે 500 કરોડની સહાયની જાહેરાત કરી. ગુજરાત સરકારે પણ 10 કરોડની સહાયની જાહેરાત કરી.
 • મનમોહનસિંહની સરકારના કાર્યકાળમાં જીડીપી સૌથી વધુ 10.8% રહ્યો હતો, જ્યારે મોદી સરકારમાં જીડીપી 7.3% સુધી સીમિત રહ્યો હોવાનો ખુલાસો એક રીપોર્ટમાં કરવામાં આવ્યો છે.
 • પાકિસ્તાનના વડાપ્રધાનપદે ઇમરાનખાન આરૂઢ, ભારતીય ક્રિકેટર નવજોતસિંહ સિંધૂ સહીત પાક ક્રિકેટરો, પૂર્વ પત્ની પણ શપથ સમારોહમાં હાજર રહ્યા.
 • સતત બે વખત સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ પદે રહેલા પ્રથમ અશ્વેત આફ્રિકન કોફી અન્નાન 80 વર્ષની વયે અવસાન થયું. 2001માં શાંતિ માટે નોબલ પારિતોષિક એનાયત કરવામાં આવેલ છે.
 • કેરળ ઉપરાંત કર્ણાટકમાં કાવેરીમાં પૂરને લીધે કોડાગૂ-હુબલીમાં પૂરનું સંકટ ઘેરાયું, ભારે વરસાદ અને ભૂસ્ખલન ને કારણે અડધું કર્ણાટક બેહાલ.
 • 25 ઓગસ્ટના રોજ પાસના નેતા હાર્દિક પટેલને ઉપવાસની મંજુરી ન મળતાં હવે તે નિકોલમાં ફ્રી કાર પાર્કિંગ પ્લોટમાં કાર  પર બેસીને એક દિવસના ઉપવાસની ચીમકી ઉચ્ચારી. હાર્દિકને ‘કાર’માં પ્રતિક ઉપવાસની મંજૂરી નહી.- પોલીસ
 • નોટબંધીને લગભગ બે વર્ષ પૂરા થવાને સમયે સુરતમાંથી 500 અને 1000 રૂ. 3.37 કરોડની  રદ થયેલ નોટો સાથે ત્રણની અટકાયત કરવામાં આવી.
 • ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં ભારતની મજબૂત શરૂઆત, વિરાટ કોહલીના 97 અને રહાણેના 81 રનની ભારતે છ વિકેટ ગુમાવી 307 રન કર્યા છે.
 • એશિયન ગેમ્સમાં આજે સુશીલ કુમાર અને સાક્ષી મલિક પાસેથી ભારતને મેડલની આશા, આ ઉપરાંત બજરંગ પુનિયા અને વિનેશ ફોગટ પર નજર રહેશે.
 • રાજ્યમાં મગફળીકાંડ તપાસ મામલે આખરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા હાઈકોર્ટના નિવૃત જજને તપાસ સોંપવાનો નિર્ણય કર્યો.
 • રૂ.1800 કરોડના ‘ બીટકનેક્ટ ‘ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર દિવ્યેશ દરજી દુબઈથી આવતાં દિલ્હી એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી.  

Share This: