તા. ૧૨/૦૮/૨૦૧૮ રવિવાર

વિક્રમ સંવત ૨૦૭૪ શ્રાવણસુદ એકમ

તા.૧૨/૦૮/૨૦૧૮ રવિવાર

  • વિકાસના મુદ્દે જ લોકસભાની ચૂંટણી લડીશું, 2014 લોકસભા કરતાં પણ ભાજપને વધુ વિક્રમજનક બેઠકો મળશે.- વડાપ્રધાન નરેન્દ્ર મોદી.
  • પશ્ચિમ બંગાળમાં મમતાનું શાસન ઉખાડી ફેંકી દઈશું, બાંગ્લાદેશના ઘુસણખોરો જ ટીએમસીની વોટબેંક છે.- ભાજપ પ્રમુખ અમિત શાહ
  • અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે વિઝા નિયમો કઠોર કરવામાં આવ્યા, ઉલ્લંઘન બાદ 10 વર્ષનો પ્રતિબંધ, નવમી ઓગસ્ટથી જ લાગુ કરવામાં આવેલી અમેરિકામાં નવી નીતિ ભારતીયો સહીતના વિદ્યાર્થીઓ માટે ખતરનાક.
  • કેરળમાં વધુ ભારે વરસાદની ચેતવણી વચ્ચે પૂરની સ્થિતિ યથાવત, રાજ્યના 14 જીલ્લામાંથી 11 જીલ્લા હજુ પણ જળમગ્ન.
  • મેડીકલમાં પ્રવેશના બીજા રાઉન્ડમાં સરકારી કોલેજનું મેરીટ નીચું, સ્વનિર્ભર કોલેજમાં ઊંચું રહ્યું છે. બીજા રાઉન્ડના અંતે ખાલી પડનારી બેઠકો માટે હવે મોપઅપ રાઉન્ડ થશે.
  • ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટમાં ભારતના પ્રથમ દાવના 107 રનના જવાબમાં ઇંગ્લેન્ડે ત્રીજા દિવસના અંતે છ વિકેટ ગુમાવી 357 રન કર્યા છે. ભારતે મેચ પરથી પકડ ગુમાવતાં બીજી ટેસ્ટમાં પરાજયના વાદળો ઘેરાયા છે.
  • બજાજ ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડના 41 વર્ષીય અનંત બજાજનું હદયરોગના હુમલાથી અવસાન થયું.
  • વેદ, પુરાણ અને સંસ્કૃતના મૂર્ધન્ય વ્યાકરણાચાર્ય પંડિત ડો. ભગવતીપ્રસાદ પંડ્યા 92 વર્ષની વયે અવસાન પામ્યા. તેમણે ‘ સંસ્કૃત ચૂડામણી’, ‘ મહામહિમામોપાધ્યાય’, ‘ વ્યાકરણ- કાવ્યકલા વિદ્યાવારિધિ’ તથા ‘ વાચસ્પતિ’ પુરસ્કારના અધિકારી બન્યા હતા.

Share This: