તા. ૯/૦૮/૨૦૧૮ ગુરૂવાર

વિક્રમ સંવત ૨૦૭૪ અષાઢ તેરસ

તા. ૯/૦૮/૨૦૧૮ ગુરૂવાર

  • તમિલનાડુંના પાંચ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા ડીએમકેના સુપ્રીમો કરૂણાનિધિનું સમ્પૂર્ણ સન્માનની સાથે દફનવિધિ કરવામાં આવી. અંતિમવિધિમાં માનવમહેરામણ ઉમટ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી રજનીકાંત સહીત અનેક નેતાઓ હાજર રહ્યા.
  • બિહારના મુજફ્ફરપુર દુષ્કર્મ કેસમાં સમાજકલ્યાણ મંત્રી મંજુ વર્માનું રાજીનામું, મંત્રીના પતિ ચંદ્રશેખર મુખ્ય આરોપી બ્રજેસસિંહ સાથે સબંધો અને સતત વાતચીતનો ખુલાસો થતાં રાજીનામું આપ્યું.
  • અમેરિકન કોંગ્રેસમાં મિશિગન હાઉસની સીટ પર પ્રથમવાર મુસ્લિમ મહિલા રશિદા હાલેમ ચૂંટાઈ આવ્યા છે.
  • રાજ્યસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીમાં કોન્ગેસ્રના ઉમેદવાર તરીકે બી.કે. હરિપ્રસાદ જાહેર કરવામાં આવ્યા, જો કે એનડીએના હરીવંશનો વિજય નિશ્ચિત. શિવસેના અને અકાલીદળે એનડીએના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે.
  • ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી 18-19 સપ્ટેમ્બરે યોજાય તેવી શક્યતાઓ છે.આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત થશે.
  • સૌરાષ્ટ્રના મગફળીકાંડમાં ‘ નાફેડ’ ના ચેરમેન વાઘજીભાઈ બોડા સામે ફોજદારી કાર્યવાહી કરો.-ભાજપા
  • પાસના કન્વીનર હાર્દિક પટેલને વિસનગર સેશન્સ કોર્ટે ફટકારેલી બે વર્ષની સજાના હુકમ સામે હાઈકોર્ટે હાલ પૂરતો સ્ટે આપ્યો છે.
  • આજે લોર્ડ્ઝ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટનો પ્રારંભ થશે. ઇંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટ જીતતાં 1-0ની સરસાઈ મેળવી છે.

Share This: