તા. ૮/૦૮/૨૦૧૮ બુધવાર

વિક્રમ સંવત ૨૦૭૪ અષાઢ વદ બારસ

તા. ૮/૦૮/૨૦૧૮ બુધવાર

  • તમિલનાડુંના પાંચ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા ડીએમકેના સુપ્રીમો કરૂણાનિધિનું 94 વર્ષની વયે અવસાન, તામીલનાડુમાં શોક. રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવશે. રાજ્યમાં સાત દિવસનો શોક જાહેર, આજે રજા જાહેર કરવામાં આવી.
  • જમ્મુ કાશ્મીરના બાંદિપોર જીલ્લાના ગુરેજ સેક્ટરમાં ઘૂસણખોરી કરી રહેલા આંતકવાદીઓ સાથે અથડામણમાં મેજર સહીત ચાર જવાન શહીદ, બે આંતકવાદીઓ ઠાર.
  • દેશમાં દુષ્કર્મની બની રહેલ ઘટનાઓથી સુપ્રીમકોર્ટ નારાજ, દેશમાં દર છ કલાકમાં એક દુષ્કર્મ થાય છે, તેમ છતાં કોઈ રોકતું નથી.
  • ઈરાન પર અમેરિકાએ નવો આર્થિક પ્રતિબંધ લગાવ્યો. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી ભારતને માઠી અસર થઇ શકે છે.
  • ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળી સામે બળાત્કારની ફરિયાદ અંતે હાઈકોર્ટે રદ કરી. પીડિતાએ કેસ પાછો ખેચી લેવા સમંતિ બતાવી હતી.
  • ધો-૧૨ના મેરીટના આધારે ફિઝીયોથેરાપી સહીત નર્સિંગની બેઠકો માટે 9 ઓગસ્ટના રોજ મેરીટ જાહેર કરવામાં આવશે.
  • સુપ્રીમકોર્ટમાં પ્રથમ વખત એકસાથે ઇન્દિરા બેનરજી, વિનીત સરન અને કે એમ. જોસેફ એમ ત્રણ મહિલા જસ્ટીસ બન્યા.
  • ઇશરત જહાં કેસ : ડી.જી.વણઝારા અને એન.કે.અમીનની ડીસ્ચાર્જ અરજી સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ફગાવી દીધી.પાંડે કરતાં વણઝારા અને અમીનની એનકાઉન્ટરમાં મોટી ભૂમિકા હતી- કોર્ટ
  • ખેડૂતોના હિતને ધ્યાનમાં સરકાર દ્વારા ખેડૂતોને હવે, 10 કલાક વીજળી આપવામાં આવશે.- ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ

Share This: