તા. ૦૭/૦૮/૨૦૧૮ મંગળવાર

વિક્રમ સંવત ૨૦૭૪ અષાઢ વદ દશમ

તા. ૭/૦૮/૨૦૧૮ મંગળવાર

 • જમ્મુ કાશ્મીર અને દેશભરમાં ભારે ચર્ચા જગાવનાર કલમ 35A અંગે સુપ્રીમકોર્ટમાં સુનાવણી ટળી. હવે 27 ઓગસ્ટના રોજ આ મામલે સુનાવણી થશે.
 • બિહારના મુઝફ્ફરપુર જેમ ઉત્તરપ્રદેશના દેવરિયામાં એક આશ્રયગૃહમાં 24 છોકરીઓપર રેપ, 18 છોકરીઓ લાપતા. સંચાલક દંપતી સહીત ત્રણ લોકોની ધરપકડ, કલેકટરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા.
 • વૈશ્વિક ફૂડ અને બેવરેજિસ કંપની પેપ્સિકોના પ્રથમ મહિલા અને ભારતીય મૂળના સીઈઓ ઈન્દ્રા નૂયી 12 વર્ષ પછી પોતાનો હોદ્દો છોડશે.
 • રાજ્યસભાના નાયબ અધ્યક્ષની ચૂંટણી આગામી નવમી ઓગસ્ટના રોજ યોજાશે. NDA તરફથી નીતિશની પાર્ટીના ઉમેદવાર જનતાદળ (યુ)ના સાંસદ હરિવંશ ઉમેદવાર બને તેવી શક્યતાઓ છે.
 • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો-12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા બોર્ડ દ્વારા જ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
 • ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના અંગત સચિવ અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા આર.કે.ધવન 81 વર્ષની વયે અવસાન થયું.
 • નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસિઝ (NCBC)ને પછાત વર્ગોના કમિશનને બંધારણીય દરજ્જો આપતું બિલ સંસદમાં પસાર થયું.
 • વર્ષ-2008માં સીરીયલ બ્લાસ્ટ કેસનો આરોપી નાવેદ કાદરીને પ્રથમ વખત ૩૦ દિવસના જામીન મંજુર કરવામાં આવ્યા.
 • છતીસગઢના સુક્માના નુંલકાતુંન્ગના જંગલોમાં ભીષણ અથડામણમાં પોલીસે 15 નક્સલવાદીઓને ઠાર માર્યા.
 • સ્પેનમાં રમાઈ રહેલ કોટિક કપ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભારતની અન્ડર-20 ફૂટબોલ ટીમે આર્જેન્ટીનાને 2-1થી હરાવી ઈતિહાસ રચ્યો. ભારત હવે ચાર દેશોની ફૂટબોલ ટુર્નામેન્ટ રમવા ક્રોએશિયામાં રમશે.
 • ભારતની અન્ડર-16ની ફૂટબોલ ટીમે જોર્ડનમાં વેસ્ટ એશિયન ફૂટબોલ ટુર્નામેન્ટમાં ઈરાકને 1-0 થી હરાવી વિજય મેળવ્યો.

 


Share This: