તા. ૬/૦૮/૨૦૧૮ સોમવાર

વિક્રમ સંવત ૨૦૭૪ અષાઢવદ નોમ

તા.૬/૦૮/૨૦૧૮ સોમવાર

  • મહારાષ્ટ્રમાં મરાઠા અને ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ એક નિવેદનમાં કહ્યું કે પુરતી નોકરીઓ જ નથી ત્યાં અનામત શું કામની ?
  • આયુષ્માન ભારત યોજના 15 ઓગસ્ટથી દેશના 15 રાજ્યોમાં અમલ થશે. 50 કરોડ લોકોને આરોગ્યની સુવિધા મળશે તથા દરેક પરિવારને પાંચ લાખનું હેલ્થ કવર અપાશે.
  • તેલંગણામાં ભાજપા અને ટીઆરએસ વચ્ચે લોકસભાની ચૂંટણીમાં ગઠબંધનના સ્પસ્ટ સંકેતો આપ્યા.
  • જમ્મુ કાશ્મીરમાં અલગતાવાદીઓએ રાજ્યને વિશેષ અધિકાર આપતી કલમ-35(એ)ને સમર્થન આપવા માટે બંધનું એલાન આપ્યું, અમરનાથયાત્રા બે દિવસ માટે રદ કરવામાં આવી. કલમ-35A અંગે આજે સુપ્રીમમાં સુનાવણી થશે.
  • કેન્દ્ર સરકાર હવે તમામ જાતિ પાટીદાર, મરાઠા અને ગુર્જર સહીત આર્થિક રીતે નબળા લોકોને 15 થી 18% અનામત આપવાની તૈયારી શરૂ કરી.
  • વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પીયનશીપમાં ભારતીય ખેલાડો પી.વી.સિંધૂએ ફાઈનલમાં સ્પેનની કેરોલિના મેરીન સામે પરાજય થતાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. કેરોલીના મેરીન ત્રણ ટાઈટલ જીતનારી પ્રથમ મહિલા બની છે.પી.વી.સિંધુ 2016થી આઠમી ફાઈનલમાં હાર થઇ છે.
  • ભારતીય ગોલ્ફર ગગનજીત ભુલ્લરે પ્રથમ યુરોપિયન ટૂર ટાઈટલ જીત્યું છે. ૩૦ વર્ષીય ભુલ્લાર સા સાથે જ એશિયન ટૂર પર ભારતનો સૌથી સફળ ખેલાડી બની ગયો છે.
  • આગામી 25 ઓગસ્ટના રોજ ઉપવાસ માટે પ્લોટ નહિ મળે, ધરપકડ થશે તો જેલમાં ઉપવાસ કરીશ.- પાસના કન્વીનર હાર્દિક પટેલ
  • ગુજરાતમાં દુકાળના ડાકલા, ૩૦થી વધુ તાલુકાઓમાં અપૂરતો વરસાદથી અછતની સ્થિતિ સામે ખેડૂતો ચિંતિત.

 

Share This: