તા. ૫/૧૦/૨૦૧૮ રવિવાર

વિક્રમ સંવત ૨૦૭૪ અષાઢવદ નોમ

તા. ૫/૦૮/૨૦૧૮ રવિવાર

  • જમ્મુ કાશ્મીરના શોપિયામાં સેનાએ એક મોટા ઓપરેશનમાં લશ્કરે એ તોઈબાનો કમાન્ડર ઉમર મલિક સહીત પાંચ આંતકવાદીઓ ઠાર માર્યા, એક નાગરિકનું મોત.
  • જસ્ટીસ ગીતા મિત્તલની જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના પ્રથમ મહિલા જજ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ એમ.આર.શાહ પટના હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
  • મુઝફ્ફરપુર બળાત્કાર કાંડમાં બિહાર નીતીશ સરકાર સામે જંતરમંતર ખાતે તમામ વિરોધપક્ષનું વિરોધ પ્રદર્શન. રાહુલ ગાંધીએ ભાજપ અને સંઘ પર પ્રહારો.
  • નાસાએ ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સહીત નવ લોકોના નામ અવકાશ મિશન માટે નામાંકિત કર્યા છે. પ્રથમ પ્રાયોગિક સ્પેસ યાનમાં નવ અવકાશયાત્રીઓને મોકલવામાં આવશે.
  • આગામી 23 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. આ પ્રવાસ દરમ્યાન જૂનાગઢ, ધરમપુર, વલસાડ અને ગાંધીનગરમાં કાર્યક્રમોમાં હાજરી આપશે.
  • મેડીકલમાં પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડ પૂરો થયા બાદ માત્ર એમબીબીએસ માટે બીજા રાઉન્ડની જાહેરાત કરવામાં આવી. પ્રથમ રાઉન્ડમાં ખાલી પડેલ મેડીકલની 245, મેડીકલ કોલેજની 150, ડોમિસાઈલથી રદ થયેલ સીટો તથા ઓલ ઇન્ડીયા ક્વોટામાં સરકારી મેડીકલ કોલેજની 90 બેઠકોમાં ખાલી પડેલ જગ્યાઓ માટે પ્રવેશ પ્રક્રિયા થશે.
  • ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ રન ચેઝ કરવામાં નિષ્ફળ, ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભારતનો 31 રનથી પરાજય થયો. વિરાટ કોહલી 51 રન કર્યા હતા.
  • વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પીયનશીપમાં ભારતીય ખેલાડો પી.વી.સિંધૂએ સેમી ફાઈનલમાં જાપાનની અકાને યામાગુનીને હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું.આજે તે સ્પેનની કેરોલિના મેરીન સામે ફાઈનલ મુકાબલો થશે.
  • ભારતીય મહિલા ચેસ ટીમે એશિયન નેશન્સ કપ 2018માં શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ જીત્યો. ભારતે 2014 બાદ પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી છે.
  • જેતપુરના પેઢલા મગફળી કૌભાંડમાં નાફેડ- ગુજકેટના પાંચ અધિકારીઓ, માળીયા(હાટિયા) તાલુકા ભાજપ પ્રમુખ સહીત 22 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Share This: