તા. ૦૪/૦૮/૨૦૧૮ શનિવાર

વિક્રમ સંવત ૨૦૭૪ અષાઢ વદ સાતમ

તા. ૪/૦૮/૨૦૧૮ શનિવાર

  • સુપ્રીમકોર્ટની ઝાટકણી બાદ કેન્દ્ર સરકારે જાસૂસીરાજ સ્થાપવાનો ઈરાદો પડતો મૂક્યો. મોબાઈલ એપ્સ, અને ઈન્ટરનેટ પર નજર રાખતાં સોશિયલ મીડિયા હબની રચના નહિ કરાય- કેન્દ્ર સરકાર
  • સુપ્રીમકોર્ટમાં પ્રમોશનમાં એસસી/એસટી અનામત સાથે જોડાયેલ 12 વર્ષ જૂના નાગરાજ જજમેન્ટના કેસમાં પ્રમોશનમાં અનામત મામલે બંધારણીય બેંચ સમીક્ષા કરશે.
  • જસ્ટીસ જોસેફને સુપ્રીમના જજ બનાવવાની ભલામણને કેન્દ્ર સરકારે મંજુરી આપી. મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ ઇન્દિરા બેનર્જી અને ઓરિસ્સા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વિનીત સરનની સુપ્રીમમાં જસ્ટીસ તરીકે નીમવાની ભલામણ કરી છે.
  • ભારતની ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતને જીતવા માટે 84 રનની જરૂર છે. ઇંગ્લેન્ડે આપેલ 194 રનના લક્ષ્યાંક સામે ભારતે પાંચ વિકેટ ગુમાવી 110 રન કર્યા છે. વિરાટ કોહલી 43 રન કરી રમતમાં છે.
  • વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયશીપમાં ભારતની સ્ટાર ખેલાડી પી.વી. સિંધુ જાપાનની ઓકુહારાને હરાવી સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું.
  • મહિલા હોકી વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમ આયર્લેન્ડ સામે ૩-1 થી પરાજય થતાં સેમીફાઈનલમાં પહોંચવાનું સ્વપ્ન રોળાયું.
  • ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ભાનુશાળી કેસમાં નવો વળાંક, ભાનુશાળી સામેની ફરિયાદ રદ કરો તો મને વાંધો નથી.- પીડિતા
  • જેતપુરના પેઢલા ગામે મગફળી કૌભાંડની ન્યાયિક તપાસ માટે કોંગ્રેસના વિધાનપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં ધરણાનો કાર્યક્રમ યોજાયો અને HC ના સીટીંગ જજ પાસે તપાસ કરાવવાની માગણી કરી.

Share This: