તા. ૧૫/૦૭/૨૦૧૮ રવિવાર

વિક્રમ સવંત ૨૦૭૪ અષાઢસુદ ત્રીજ

તા. ૧૫/૦૭/૨૦૧૮ રવિવાર

  • આજે ફિફા ફૂટબોલ વર્લ્ડકપની ફાઈનલ મેચ ફ્રાંસ અને ક્રોએશિયા વચ્ચે રમાશે. ચેમ્પિયનશીપની અંતિમ મેચનું સીધું પ્રસારણ રાત્રે 8.00 કલાકે થશે.
  • આસામના પ્રથમ ટ્રાન્સજેન્ડર જજ સ્વાતિ બિધાન બરુઆએ ચાર્જ સંભાળ્યો.સ્વાતિ બરુઆએ વર્ષ 2012માં બોમ્બે હાઈકોર્ટની મંજુરી લઈને સેક્સ ચેન્જની સર્જરી કરાવી હતી.
  • અમદાવાદમાં ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ, કચ્છી નવા વર્ષ સાથે ગુજરાતી તહેવારોની પર્વમાળા શરૂ થશે.
  • વર્ષ 2002 રમખાણોના કેસમાં ચાર આરોપીઓને સેશન્સ કોર્ટે બીજીવાર છોડવાની ફરજ પડી. આ અગાઉ ચારેય આરોપીઓને કોર્ટે મુક્ત કર્યા હતા છતાં અલગથી થયેલી ચાર્જસીટના આધારે પોલીસે ધરપકડ કરી હતી.
  • સૌરાષ્ટ્રની ધાર્મિક સંસ્થા ખોદ્લ્ધામના પ્રમુખ તરીકે પરેશ ગજેરાએ રાજીનામું આપ્યું, પ્રમુખ તરીકે નરેશ પટેલે ફરી ચાર્જ સંભાળ્યો.
  • પૂર્વ મુખ્યમંત્રીઓ શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપામાં જોડાયા, ‘ કાર્યકરોને પૂછીને નિર્ણય કરો, શંકરસિંહનું પુત્રને અલ્ટીમેટમ.
  • રાજ્યની ખાનગી અને સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ પોતાની બેગમાં ઘાતક હથિયાર લઈને નથી આવ્યો તે ચકાસણી માટે શિક્ષકો સ્કૂલ બેગ તપાસ કરવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
  • ઇંગ્લેન્ડ સામેની બીજી વન  ડે મેચમાં ભારતનો 86 રનથી કારમો પરાજય થયો, સિરીઝ 1-1થી સરભર થઇ. ઇંગ્લેન્ડ પ્રથમ બેટિંગ કરી રૂટની શાનદાર સદીની મદદથી સાત વિકેટ ગુમાવી 322 રનનો વિશાળ સ્કોર કર્યો હતો. ભારત 236 રન કરી શક્યું હતું.
  • ભારતની સ્ટાર શટલર પીવી સિંધૂ થાઈલેન્ડ ઓપન બેદ્મીન્તાનમાં ઈન્ડોનેશિયાની ગ્રીગોરિયા મારીસ્કા તુનજંગને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો.

Share This: