તા. ૧૪/૦૭/૨૦૧૮ શનિવાર

વિક્રમ સવંત ૨૦૭૪ અષાઢસુદ બીજ

તા. ૧૪/૦૭/૨૦૧૮ શનિવાર

 • પાકિસ્તાનની ચૂંટણી રેલીમાં વિસ્ફોટોમાં 130 લોકોના મોત, 250થી વધુ લોકો ઈજાગ્રસ્ત. પાકિસ્તાન પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પાકિસ્તાન પહોંચતા જ તેમની અને પુત્રી મરિયમની ધરપકડ કરી જેલમાં મોકલવામાં આવ્યા, બંનેનો પાસપોર્ટ જપ્ત.
 • ભાસ્કર જૂથના ગ્રુપ એડિટર અને જાણીતા પત્રકાર- લેખક કલ્પેશ યાગ્નિક 55 વર્ષની વયે હાર્ટએટેકથી અવસાન થયું.
 • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ચીનના અલીબાબા ગ્રુપના સ્થાપક જેક માને પાછળ રાખીને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા છે.
 • ઓનલાઈન ડેટા પર નજર રાખવા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયા હબની રચના કરવાના નિર્ણય સામે સુપ્રીમકોર્ટે લાલ આંખ કરતાં કહ્યું છે કે સોશિયલ મીડિયા પર સરકારી સકંજો દેશમાં જાસૂસીરાજ લાવશે.
 • મધર ટેરેસાને અપાયેલો ભારત રત્ન પુરસ્કાર પાછો ખેંચવા સંઘની માંગણી કરતાં કહ્યું કે મધર ટેરેસા ક્યારેય જનકલ્યાણ માટે કામ કર્યું નથી.
 • જમ્મુ કાશ્મીરના શ્રીનગરના અનંતનાગમાં આંતકીઓએ હુમલો કરતાં CRPFના બે જવાન શહીદ.
 • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તા. 16-17 જુલાઈનો ગુજરાત પ્રવાસ ભારે વરસાદને કારણે મુલતવી રાખવામાં આવ્યો છે, હવે પછી નવો કાર્યક્રમ નક્કી થશે.
 • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં ફી માફી માટે એક વર્ષ માટે આવક રૂ. 6 લાખ થી વધારી રૂ.11 લાખ કરવામાં આવી છે.
 • ભાજપના અબસાડાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી સામે દુષ્કર્મનો આરોપ.ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું.
 • આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા નીકળશે, સુરક્ષા બંદોબસ્ત જડબેસલાક કરવામાં આવ્યો છે.
 • રાજ્ય સરકાર દ્વારા આગામી 26 જુલાઈથી શિક્ષણમાં ગુણવતા વધારવા માટે ‘ મિશન વિદ્યા અભિયાન’ શરૂ કરશે.
 • ભારતીય બેડમિન્ટન મહિલા ખેલાડી પી.વી.સિંધૂએ પ્રથમ વખત થાઈલેન્ડ ઓપનની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો.

Share This: