તા. ૧૩/૦૭/૨૦૧૮ શુક્રવાર

વિક્રમ સવંત ૨૦૭૪ જેઠ વદ અમાસ

તા. ૧૩/૦૭/૨૦૧૮ શુક્રવાર

 • વિશ્વમાં ભારત સૈન્ય શક્તિમાં ચોથા સ્થાને, ભારતનો પાડોશી દેશ ચીન ત્રીજા સ્થાને છે. ગ્લોબલ ફાયર પાવરે 2018ના ઇન્ડેક્સ માટે 136 દેશોની સૈન્ય તાકાતનું આંકલન કર્યું.
 • બિહારમાં ભાજપા અને જેડીયુ વચ્ચે ગઠબંધન યથાવત રહેશે. અમિત શાહ અને નિતીશકુમાર વચ્ચે બેઠકોની વહેંચણી બાબતે બેઠક મળી અને તમામ મતભેદો અંગે વિસ્તૃત ચર્ચા થઇ.
 • ભાજપા ફરી સત્તામાં આવશે તો ‘ હિંદુ પાક’ ઉભું થશે.- કોંગ્રેસ સાંસદ શશી થરૂરના નિવેદનથી રાજકીય ધમાસાણ.
 • દિલ્લીમાં ખડકાયેલા કચરાના ઢગલાઓ અંગે ગંભીર નોંધ લેતા સુપ્રીમકોર્ટે લેફ્ટનન્ટ ગવર્નરને ખખડાવતા કહ્યું કે તમે ‘ સુપરમેન છો ?
 • ગાંધીનગર જીલ્લાના સાંતેજ ગામમાં 17 વર્ષની સગીરા પર ત્રણ યુવકોનું સામૂહિક દુષ્કર્મ, ત્રણેય યુવકોની ધરપકડ કરવામાં આવી.
 • દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો, 100થી વધુ ગામ સંપર્ક વિહોણા બન્યા. ત્રણ દિવસ ભારે વરસાદની વકી, અત્યાર સુધી વરસાદથી 19 લોકોના મોત.
 • મેડીકલ-ડેન્ટલમાં પ્રથમ રાઉન્ડના અંતે 245, ડેન્ટલમાં 795 વિદ્યાર્થીઓએ પ્રવેશ મળવા છતાં કન્ફર્મ કરાવ્યો નહિ. સરકારી મેડીકલ કોલેજોમાં બી.જે.માં 11, વડોદરામાં 2, રાજકોટમાં એક, ભાવનગરમાં એક બેઠક ખાલી રહી.
 • રાજ્યના 211 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના સચિવ તરીકે મુકેશકુમાર, વાહન વ્યવહાર અને બંદરના અગ્ર સચિવ તરીકે સુનયના તોમર અને નાણા વિભાગના ACS તરીકે અરવિંદ અગ્રવાલની નિમણૂંક કરવામાં આવી છે.
 • અમદાવાદના કમિશનર તરીકે વિજય નેહરા અને વડોદરાના કમિશનર તરીકે અજય ભાદુની વરણી કરવામાં આવી છે.
 • કિડની ટ્રાન્સપ્લાન્ટની ઓળખ કરાવનાર પદ્મશ્રી ડો. એચ.એલ.ત્રિવેદીને પી ટ્રાન્સપ્લાન્ટ સોસાયટીનો ભારતનો પ્રથમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
 • ફીફા ફૂટબોલ વર્લ્ડકપની સેમીફાઈનલમાં ક્રોએશિયાએ ઇંગ્લેન્ડને 2-1થી હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો. એક્સ્ટ્રા ટાઈમમાં મારિયો મેન્ડઝુકિક ક્રોએશિયાનો હીરો બન્યો. ક્રોએશિયા 68 વર્ષ બાદ ફાઈનલમાં પહોંચનાર સૌથી નાનો દેશ બન્યો.
 • ભારતની હિમાં દાસે IAAF વર્લ્ડ અન્ડર-19 ચેમ્પિયનશીપની 400 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો.
 • ઈંગ્લેન્ડના નોટીઘમ ખાતે રમાયેલ પ્રથમ વન ડે મેચમાં ભારતે ઇંગ્લેન્ડને આઠ વિકેટથી હરાવી શાનદાર વિજય મેળવ્યો. રોહિત શર્મા શાનદાર અણનમ 137 રન અને વિરાટ કોહલીએ 75 રન કર્યા હતા. મેન ઓફ ધ મેચ કુલદીપ યાદવે છ વિકેટ ઝડપી વન ડેમાં ડાબોડી સ્પિનરનો વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો.

Share This: