તા. ૧૨/૦૭/૨૦૧૮ ગુરૂવાર

વિક્રમ સવંત ૨૦૭૪ જેઠ વદ ચૌદશ

તા. ૧૨/૦૭/૨૦૧૮ ગુરૂવાર

 • સુપ્રીમકોર્ટે તાજમહેલને લઈને કેન્દ્રસરકારને ફટકાર લગાવતાં કહ્યું કે તાજમહેલ સાચવાતો ન હોય તો તોડી પાડો. એફિલ ટાવર જોવા 80 મિલિયન લોકો આવે છે જ્યારે તાજમહેલને જોવા મિલિયન લોકો જ આવે છે.
 • ઓઈલ આયાત મામલે ભારતનો વિશેષ દરજ્જો ખતમ કરવાની ઈરાનની ધમકી. અમેરિકાએ આપેલા ઈરાનમાં ઓછા રોકાણ અંગે પ્રતિબંધ સામે ભારતે સંમતિ દર્શાવી હતી.
 • ખાનગી શાળાઓમાં ફી નિયમન મુદ્દે સંચાલકોને સુપ્રીમકોર્ટની લાલ આંખ કરી, શૈક્ષણિક ફી સિવાય કોઈપણ વધારાની –ઈતર ફી વસૂલવા શાળાએ વાલીઓને ફરજ પાડી શકશે નહિ.
 • રાજ્યસભામાં સભ્યો પોતાની માતૃભાષામાં વાત કહી શકશે, 18 જુલાઈથી શરૂ થઇ રહેલા સંસદના ચોમાસું સત્રથી અમલ શરૂ થશે.
 • ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી (રેરા)ના ચેરમેનપદે રાજ્યના નિવૃત IAS ઓફિસર ડો. અમરજીત સિંઘની નિયુક્તિ કરવામાં આવી છે.
 • મેડીકલ-ડેન્ટલના પ્રવેશમાં ડોમિસાઈલ સર્ટિ. મુદ્દે 207 વિદ્યાર્થીઓના ડોમિસાઈલ સર્ટિ. ખરાઈ ચકાસી રીપોર્ટ રજુ કરવાનો હાઈકોર્ટે આદેશ કર્યો.
 • ભાજપાના મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયા કોંગ્રેસમાં જોડાયા. દિલ્લીમાં રાહુલ ગાંધી સાથેની બેઠક બાદ સત્તાવાર જાહેરાત કરી.
 • અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે 22 ગામોના વિરોધ સામે સમાધાનકારી વલણ માટે મુખ્યમંત્રીની સુચના.
 • 27 જુલાઈએ રાજયકક્ષાનો વન મહોત્સવ કચ્છ જીલ્લાના ભુજ તાલુકાના સરસપુર ગામ નજીક રૂદ્રમાતા ડેમ સાઈડ પર યોજાશે.
 • ફીફા ફૂટબોલ વર્લ્ડકપ ૨૦૧૮ : બેલ્જીયમને હરાવી ફ્રાન્સે ફાઈનલમાં પ્રવેશ કર્યો. સેમ્યુઅલ ઉમટીટીના એકમાત્ર ગોલની મદદથી ફ્રાન્સનો વિજય થયો. ફાઈનલ આગામી 15 જુલાઈના રોજ મુકાબલો થશે.
 • થાઈલેન્ડ ઓપન બેદ્મીન્તાનમાં ભારતીય પી.વી.સિંધૂ,એચ.એસ.પ્રણય અને પી.કશ્યપ પ્રિ.ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો.

Share This: