તા. ૧૧/૦૭/૨૦૧૮ બુધવાર

વિક્રમ સવંત ૨૦૭૪ જેઠ વદ તેરસ

તા. ૧૧/૦૭/૨૦૧૮ બુધવાર

  • ઉત્તર થાઈલેન્ડની પુરના પાણીથી ભરેલી લુંઆંગ ગુફામાં ફસાયેલા જુનિયર ફૂટબોલ ટીમના તમામ બાળકો અને કોચ સહીત તમામને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા.
  • દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જે ઇન સાથે વડાપ્રધાન મોદીની સફળ મંત્રણા વેપાર, સંસ્કૃતિ વિજ્ઞાન અને ટેકનોલોજી સહીત જુદા જુદા 11 સમજુતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા.
  • મુંબઈમાં મેઘ તાંડવ, રસ્તા નદીમાં ફેરવાયા. આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની હવામાનખાતાની આગાહી.
  • જમ્મુ કાશ્મીરમાં મેહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપીમાંથી 14 ધારાસભ્યો બળવો કરી ભાજપમાં જોડાય તેવી સંભાવના. ભાજપા સરકાર રચવા ચક્રો ગતિમાન કર્યા.
  • ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં મેઘસવારી પ્રભાસપાટણ અને કોડીનારના વિસ્તારની આજુબાજુ આઠ ઇંચ વરસાદ.
  • રાજ્યમાં નડાબેટ –સીમાંદાર્શનના બીજા તબક્કાના વિકાસ માટે રૂપિયા 39 કરોડ સરકારે મંજુર કર્યા. રાજ્યના બોર્ડર ટુરીઝમ માટે કેન્દ્રને દરખાસ્ત મોકલી.
  • બીટકોઈન કાંડ મામલે સાત પોલીસકર્મીની જામીન અરજી એસીબી કોર્ટે ફગાવી દીધી.આ ગંભીર ગુણો છે ત્યારે તેમણે જામીન પર મુક્ત ન કરી શકાય.
  • વર્ષ-2016માં પાલડી વિસ્તારમાં 14 વર્ષીય સગીરા પર ગેંગ રેપ કેસમાં આજે ચુકાદો આવે તેવી શક્યતાઓ.

Share This: