તા. ૧૦/૦૭/૨૦૧૮ મંગળવાર

વિક્રમ સવંત ૨૦૭૪ જેઠ વદ બારસ

તા. ૧૦/૦૭/૨૦૧૮ મંગળવાર

  • મુંબઈમાં સાંબેલાધાર વરસાદ, છેલ્લા 21 કલાકમાં 12 ઇંચ વરસાદ પડતાં જનજીવન ઠપ. શાળા-કોલેજોમાં રજા જાહેર કરવી પડી.
  • સુપ્રીમકોર્ટે નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસમાં ગુનેગારોની રીવ્યુ પિટીશન ફગાવી દેતાં તેમની ફાંસીની સજા યથાવત રાખી. દોષિતોને ફાંસીએ જોવા ઈચ્છીએ છીએ.- પીડિતાના પિતા.
  • સુપ્રસિદ્ધ હાસ્ય સીરીયલ ‘ તારક મહેતાના ઉલટા ચશ્મા’ શ્રેણીના ડો. હંસરાજ હાથીનું પાત્ર ભજવનાર કવિ કુમાર આઝાદનું હદયરોગના હુમલાથી 46 વર્ષની વયે અવસાન થયું.
  • મહત્વપૂર્ણ કેસમાં સુપ્રિમકોર્ટનું લાઈવ પ્રસારણ થશે.-23 જુલાઈ સુધી જવાબ આપવા સરકારને સુપ્રીમનો હુકમ
  • રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા અહેમદ પટેલના વિજયને પડકારતી ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલ પિટીશન પર સુનાવણી કરવા સામે સુપ્રીમકોર્ટે સ્ટે આપ્યો છે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 જુલાઈના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ જુનાગઢ મેડીકલ કોલેજ હોસ્પીટલનું લોકાર્પણ, ગાંધીનગરમાં FSL દીક્ષાંત સમારોહમાં હાજર રહેશે.
  • સોમનાથમાં પ્રથમ વખત આરએસએસની રાષ્ટ્રીય કાર્યકારિણી 11 થી 17 જુલાઈ દરમિયાન બેઠક યોજાશે.
  • ઇન્ડોનેશિયા ખાતે યોજાનારી એશિયન ગેમ્સ માટે ભારતીય હોકી ટીમની જાહેરાત કરવામાં આવી. ટીમના સુકાની તરીકે ગોલકીપર પી.આર.શ્રીજેસની વરણી કરવામાં આવી છે.
  • સરકાર મારી ધરપકડ કરશે તો જેલમાં રહીને પણ આમરણ ઉપવાસ કરીશ – પાસના કન્વીનર હાર્દિક પટેલ

Share This: