તા. ૦૯/૦૭/૨૦૧૮ સોમવાર

વિક્રમ સવંત ૨૦૭૪ જેઠ વદ અગિયારસ

તા. ૦૯/૦૭/૨૦૧૮ સોમવાર

 • ઉત્તર થાઈલેન્ડની લુંઆંગ ગુફામાં 16 દિવસથી ફસાયેલા જુનિયર ફૂટબોલ ટીમના છ બાળકોને બચાવાયા, કોચ અને અન્ય આઠ બાળકોને આજે બહાર કઢાશે. 90 ડાઈવર્સની ટીમ મુશ્કેલ બચાવ કામગીરીમાં જોડાઈ છે.
 • દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જે ઇન પહેલી વાર ભારતના પ્રવાસે, તેમની સાથે 100થી વધુ ઉદ્યોગપતિઓ પણ આવ્યા છે.
 • મુંબઈમાં ધોધમાર વરસાદ યથાવત, લોકોના મોત. અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા ભારે હાલાકી, આગામી પાંચ દિવસ ભારે વરસાદની ચેતવણી આપવમાં આવી છે.
 • ગુજરાતના ઉમરગામમાં 13 કલાકમાં 13 ઇંચ વરસાદ પડ્યો, આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી.
 • અનામતની માગ સાથે 25મી ઓગસ્ટ પાટીદાર ક્રાંતિ દિવસથી હાર્દિક પટેલે આમરણ ઉપવાસ કરવાની જાહેરાત કરી.
 • 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે અને કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે.
 • આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને જેડીયુ ગઠબંધન અકબંધ રહેશે, જેદીયુંની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો.
 • જમ્મુ કાશ્મીરમાં આંતકવાદી બુરહાન વાનીની વરસીએ અલગતાવાદીઓના બંધના પગલે હજારો અમરનાથ યાત્રીઓ ફસાયા.
 • ફીફા વર્લ્ડકપ 2018 : ફૂટબોલ વર્લ્ડકપની અંતિમ ક્વાર્ટર ફાઈનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં રશિયા સામે ક્રોએશિયાનો 4-3થી વિજય. 1992 બાદ પ્રથમ વખત સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો.
 • ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં ભારતે ઇંગ્લેન્ડને સાત વિકેટથી હરાવી સિરીઝ 2-1થી જીતી લીધી. રોહિત શર્માની અણનમ સદી, ઇંગ્લેન્ડ પ્રથમ બેટિંગ કરતાં નવ વિકેટ ગુમાવી પડકારજનક 198 સ્કોર કર્યો હતો.ભારતે સતત પાંચમી ટી20 શ્રેણી જીતી.
 • એફઆઈજી આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક વર્લ્ડ ચેલેન્જ કપમાં ભારતીય જિમ્નાસ્ટિક દીપા કરમાકરે ગોલ્ડ મેડલ જીત્યો.
 • કર્ણાટકના ચિત્રદુર્ગની જીલ્લા કોર્ટે 65 વર્ષની પત્નીના હત્યારા પતિને 11 દિવસમાં જન્મટીપ અને રૂ. 5000 દંડની સજા સંભળાવી છે.

Share This: