તા. ૦૮/૦૭/૨૦૧૮ રવિવાર

વિક્રમ સવંત ૨૦૭૪ જેઠ વદ દશમ

તા. ૦૮/૦૭/૨૦૧૮ રવિવાર

  • દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, આસામમાં પૂરની વિકટ સ્થિતિ. ગુજરાતમાં સોનગઢ અને વ્યારામાં આભ ફાટ્યું હોય તેમ 10 ઇંચ વરસાદ.
  • જમ્મુ કાશ્મીરના કુલગામ જીલ્લામાં એક ટોળાએ આર્મી પર પથ્થરમારો કર્યો, ત્રણ નાગરિકોના મોત.
  • JEE અને NEET પરીક્ષા વર્ષમાં બે વખત ઓનલાઈન પરીક્ષા યોજાશે,નવી નેશનલ ટેસ્ટીંગ એજન્સી સ્થાપવાની માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરની જાહેરાત.
  • મેડીકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે ડોમિસાઈલ સર્ટીફીકેટની ચકાસણી કરવા માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી. ખોટા સર્ટિ. રજુ કર્યાનું બહાર આવશે તો મેરીટમાંથી નામ રદ થશે.
  • ફીફા વર્લ્ડકપ ૨૦૧૮ : બ્રાઝીલને 2-1 થી હરાવી બેલ્જોયમ સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો. 88 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત બ્રાઝીલ અને જર્મની સેમીફૈનાલમાં નહિ રમે.
  • ફીફા વર્લ્ડકપ ૨૦૧૮ : સ્વીડનને 2-0 થી હરાવી 28 વર્ષ બાદ ઇંગ્લેન્ડ સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો.
  • ઇંગ્લેન્ડ સાથેની બીજી ટી20 મેચમાં ભારતીય ટીમનો પાંચ વિકેટથી પરાજય થયો. ઇંગ્લેન્ડે સિરીઝ સ્કોર સરભર કર્યો. આજે ત્રીજી અને આખરી નિર્ણાયક ટી20 મેચ રમાશે.

 

Share This: