તા.૦૭/૦૭/૨૦૧૮ શનિવાર

વિક્રમ સવંત ૨૦૭૪ જેઠ વદ નોમ

તા. ૦૭/૦૭/૨૦૧૮ શનિવાર

  • પનામા પેપર લીક મામલે ભ્રષ્ટાચાર કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને 10 વર્ષની જેલની સજાઅને રૂ. 73 કરોડનો દંડ, પુત્રી મરિયમને 7 વર્ષની જેલની સજા અને રૂ. 18 કરોડનો દંડ અને જમાઈને 1 વર્ષની કેદ.
  • ઉત્તરપ્રદેશમાં 15 જુલાઈથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. પ્લાસ્ટીકનો ઉપયોગ કરનાર પકડાશે તો રૂ. 50,000 દંડ થશે.
  • અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 34 અબજ ડોલરની ચીની આયાતો પર 25% જકાત નાખી. વૈશ્વિક આર્થિક જગતમાં ફફડાટ.
  • જાપાનના પાટનગર ટોકિયોમાં સબવેમાં પ્રાણઘાતક સારિન ગેસ હુમલો કરનાર ધર્મગુરૂ શોકો અસહારા અને તેના છ સમર્થકો ને ફાંસી અપાઈ. શોકો અસહારાએ ડૂમ્સ ડે પંથની સ્થાપના કરી હતી.
  • રાજ્યભરની બિન અનુદાનિત શાળામાં ૩,136 માં આચાર્યની ભરતી સ્થગિત કરવામાં આવી. આચાર્યની શૈક્ષણિક લાયકાત ઘટાડવા અને 12 જગ્યા ખાલી રાખવા મુદ્દે સ્કૂલ કમિશનરનો પરિપત્ર.
  • ગુજરાતી સાહિત્યકાર અને નર્મદા પરિક્રમા કરનાર અમૃતલાલ વેગડ 90 વર્ષની વયે અવસાન થયું.
  • ફીફા વર્લ્ડ કપ- 2018 ઉરુગ્વેને 2-૦ થી હરાવી ફ્રાંસ સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો. ઉરુગ્વે સામે ફ્રાન્સની શરૂઆત નબળી લાગી.
  • ઇસ્લામિક પ્રચારક ઝાકીર નાઈક ભારતને સોંપવા મલેશિયાએ ઇનકાર કર્યો. ઝાકીર નાઈક પર મની લોન્ડીંગ અને ટેરર ફંડીંગનો આરોપ છે.
  • 20 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે, દેશમાં પ્રથમવાર એક સાથે 1,01,111 સરકારી આવાસોમાં પરિવારોને ગૃહ પ્રવેશ કરાવશે.
  • રાજ્યની ખાનગી શાળાઓમાં ઈતરપ્રવૃતિની ફી મરજીયાત રાખવા માટે રાજ્ય સરકારે રજૂઆત કરી.

Share This: