તા. ૦૬/૦૭/૨૦૧૮ શુક્રવાર

વિક્રમ સવંત ૨૦૭૪ જેઠ વદ આઠમ

તા. ૦૬/૦૭/૨૦૧૮ શુક્રવાર

  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ની 41મી વાર્ષિક સામાન્ય સભામાં ફાઈબર-ટુ-ધ-હોમ બ્રોન્ડબેન્ડસર્વિસ ‘ જીઓ ગિગાફાઈબર’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. માત્ર રૂ. 2999 માં જીઓ ફીચર ફોન-2 મળશે.
  • અમરનાથ યાત્રામાં ખરાબ વાતાવરણને કારણે યાત્રા સાત દિવસ માટે સ્થગિત કરવામાં આવી, હેલીકોપ્ટર સેવા પણ બંધ. કૈલાસ માનસરોવરના યાત્રિકો પણ અટવાયા.
  • કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ સરકારે રાજ્યના ખેડૂતોનું બે લાખ સુધીનું દેવું માફ કર્યું.
  • કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીની પુત્રી પર ટ્વીટર પર રેપની ધમકી આપનાર ગિરીશ મહેશ્વરી બાવળાથી ઝડપાયો. મૂળ રાજસ્થાનનો અને બાવળા એગ્રો કંપનીમાં નોકરી કરે છે.
  • દેશની બેન્કોને 9000 કરોડનો ચૂનો લગાવનાર માલ્યાની સંપત્તિ જપ્ત કરવાની અને પ્રોપર્ટીમાં ઘૂસવા માટે અધિકારીઓને બળપ્રયોગ કરવાની છૂટ લંડન હાઈકોર્ટે ચુકાદો આપ્યો.
  • ઈસરોએ શ્રીહારીકોતામાં એક કેપ્સૂલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.અંતરીક્ષમાં દુર્ઘટના થશે તો કેપ્સૂલ જીવ બચાવશે.
  • પાટીદાર અનામત આંદોલન બાદ રાજ્ય સરકાર દ્વારા આર્થિક પછાત બિન અનામત વર્ગના યુવાનો માટે આયોગની 20 યોજનાઓને ટૂંકમાં મંજુરી આપશે. જેમાં અભ્યાસ, શિક્ષણ અને લોન સહિતના લાભો અપાશે.
  • મેડીકલ-ડેન્ટલમાં સરકારી મેડીકલ કોલેજમાં મેરીટ નીચું પરંતુ સ્વનિર્ભર કોલેજોમાં ઊંચું રહ્યું. મેનેજમેન્ટ કવોટામાં પણ મેરીટ ઊંચું રહ્યું છે.
  • ફીફા વર્લ્ડકપ ૨૦૧૮: આજથી ક્વાર્ટર ફાઈનલ મુકાબલો શરૂ થશે, બ્રાઝીલ, રશિયા, ફ્રાંસ, ઇંગ્લેન્ડ, બેલ્જીયમ, ક્રોએશિયા અને સ્વિડન જંગ ખેલાશે.
  • આજે ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે બીજી ટી20 મેચ રમાશે, ભારત આ મેચ જીતી સિરીઝ જીતવાના ઈરાદાથી રમશે.

 

 

 

Share This: