તા. ૦૫/૦૭/૨૦૧૮ ગુરૂવાર

વિક્રમ સવંત ૨૦૭૪ જેઠ વદ સાતમ

તા. ૦૫/૦૭/૨૦૧૮ ગુરૂવાર

  • વર્ષ-2019ની લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલા મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી. અનાજ, દાળ, સોયાબીન, મગફળી સહીત 14 ખરીફ પાકોના ટેકાના ભાવમાં 200 રૂપિયાનો વધારો કર્યો.
  • અમરનાથ યાત્રાના રસ્તામાં જમીન ધસી પર જમીન ધસી પડતાં છ તીર્થયાત્રીઓના મોત, ત્રણની હાલત ગંભીર.
  • દિલ્લીમાં કેજરીવાલ સરકાર અને એલજી વચ્ચે ચાલી રહેલા અધિકારના જંગમાં સુપ્રીમકોર્ટે એલજીને ફટકો આપ્યો. ઉપરાજ્યપાલ નહિ મુખ્યમંત્રી જ દિલ્લીના રીયલ બોસ છે. દિલ્લીને સપનામાં પણ પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી શકાય નહી.- ચીફ જસ્ટીસ દીપક મિશ્રા.
  • રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ ‘ બેંક ઓફ ચાઈના’ બેંક ભારતમાં કામગીરી શરૂ કરવા મંજુરી આપી.
  • સેટેલાઈટ ગેંગરેપ કેસમાં ગૌરવ, યામિની અને વૃષભની નાર્કો ટેસ્ટની અરજી કોર્ટે માન્ય રાખી.
  • અમદાવાદમાં નવ વર્ષ બાદ ફરી એક વખત લઠ્ઠાકાંડ, ચાર સારવાર હેઠળ જેમાં બે વ્યક્તિઓની હાલત ગંભીર.
  • કોંગ્રેસને અલવિદા કહી ભાજપામાં જોડાયેલ કુંવરજી બાવળીયાને પશુપાલન, પાણી પુરવઠા અને ગ્રામ ગૃહ નિર્માણ ખાતા આપવામાં આવ્યા.
  • ઇંગ્લેન્ડના માનચેસ્ટરમાં ભારતે પ્રથમ ટી20 મેચમાં ઇંગ્લેન્ડને આઠ વિકેટથી હાર આપી. ઇંગ્લેન્ડ પ્રથમ બેટિંગ કરતાં આઠ વિકેટ ગુમાવી 159 રન કર્યા હતા. ભારતે 18.2 ઓવરમાં બે વિકેટ ગુમાવી વિજય મેળવ્યો હતો. ભારત તરફથી પાંચ વિકેટ ઝડપનાર કુલદીપ યાદવ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. લોકેશ રાહુલે 54 બોલમાં અણનમ 101 રનકર્યા હતા.
  • ફીફા વર્લ્ડકપ ૨૦૧૮ : કોલંબિયા સામે પેનલ્ટી શૂટઆઉટમાં ઇંગ્લેન્ડ જીતી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો.

Share This: