તા. ૧૨/૦૬/૨૦૧૮ મંગળવાર

વિક્રમ સંવત ૨૦૭૪ અધિક જેઠવદ  તેરસ   

૧૨/૦૬/૨૦૧૮ મંગળવાર

  • પૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપેયીની તબિયત નાજુક, એઈમ્સમાં સારવાર હેઠળ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, અડવાણી, રાજનાથસિંહ તથા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મુલાકાત કરી.
  • કોંગ્રસ મુક્ત ભારતનો અર્થ કોંગ્રેસ કલ્ચરથી મુક્તિ એવો થાય છે, વિપક્ષ વિના લોકતંત્ર અશક્ય, કોંગ્રેસની જીવિત રાખવાની જવાબદારી રાહુલ ગાંધીની છે.- ભાજપ પ્રમુખ અમિત શાહ
  • અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જિંગ ઉન વચ્ચે સિંગાપુરમાં આજે ઐતિહાસિક બેઠક યોજાશે.
  • પંજાબ નેશનલ બેંક સાથે 13 હજાર 500 કરોડનું કૌભાંડી નીરવ મોદીએ યુકેમાં રાજ્યાશ્રય માગ્યો.
  • યુપીએમાં જોડવા માટે શરદ પવારનું શિવસેનાને આમંત્રણ પાઠવ્યું. એનડીએના સૌથી મોટા અસંતુષ્ઠ સાથીને તોડવા એનસીપી અધ્યક્ષનો પ્રયાસ.
  • દિલ્લીને પૂર્ણ રાજ્ય બનાવવા માટે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને શરતી સમર્થન આપવા અરવિંદ કેજરીવાલની તૈયારી.
  • ઉત્તરપ્રદેશમાં 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા થોડીક સીટો છોડવાની તૈયારી અને બસપા સાથે ગઠબંધન રહેવાનો દાવો સમાજવાદી પાર્ટીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ કર્યો.
  • રાજ્યમાં મેડીકલ- ડેન્ટલની 10,365 બેઠક પર પ્રવેશ માટે 13 જુનથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે. તા. 13 જુનથી 20 જુન બપોર સુધીમાં ડોક્યુમેન્ટ વેરીફીકેશન તથા 26 મી જુનના રોજ મેરીટલીસ્ટ જાહેર કરવામાં આવશે.
  • આર્યુવેદ – હોમિયોપેથીમાં પ્રવેશ માટે હવે 50% પર્સન્ટાઇલ ફરજીયાત કરવામાં આવ્યા. અત્યારસુધી નીટમાં ઉપસ્થિત રહેનારા અને શૂન્ય માર્કસ વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કવોટામાં પ્રવેશ લેતા હતા.
  • રાજ્યમાં ચાર નગરપાલિકાઓમાંથી કોંગ્રેસની સત્તા સરકી જતાં ઝોન પ્રભારીઓ પાસે અહેવાલ માગવામાં આવ્યો.

 

Share This: