તા. ૧૧/૦૬/૨૦૧૮ સોમવાર

વિક્રમ સંવત ૨૦૭૪ અધિક જેઠવદ બારસ   

૧૧/૦૬/૨૦૧૮ સોમવાર

 • પેરેશૂટબાબુના પ્રવેશ દ્વાર ખુલ્યા : યુપીએસસી વિના પણ સરકારી અધિકારી બની શકાશે, ખાનગી કંપનીમાં કામ કરનાર સીનીયર અધિકારી પણ સરકારનો ભાગ બની શકશે.
 • જમ્મુ કાશ્મીરના કુપવાડા જીલ્લાના કેરન સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર છ આંતકવાદીઓ ઠાર.
 • JEE – એડવાન્સનું પરિણામ જાહેર, રાજ્યમાં અમદાવાદના સૌમ્ય ગોયલ અને શ્રેયાંસ નાગોરી બે વિદ્યાર્થીઓ ટોપ-૧૦૦માં આવ્યા.
 • દિલ્લીના ચાણક્યપુરી વિસ્તારમાં દેશનું સૌપ્રથમ નેશનલ પોલીસ મ્યુઝીયમની સ્થાપના થશે.  
 • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ફરી કટ –ટુ સાઈઝ ; નીતિઆયોગમાંથીપણ હટાવાયા. રાવ ઇન્દ્રજીતસિંહને નીતિઆયોગમાં સ્થાન મળ્યું.
 • શિવસેનાના નિવેદન અંગે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્રી શર્મિષ્ઠા મુખરજીએ કહ્યું કે પ્રણવ મુખરજી ફરી રાજકારણમાં નહિ જોડાય.
 • સિંગાપુર બેઠક ઉત્તર કોરિયા માટે સંવાદથી શાંતિ સ્થાપવા માટેની અંતિમ તક – અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
 • ભાજપાના પાટણના સાંસદ લીલાધર વાઘેલાના પૌત્ર અજય વાઘેલા ભાજપથી છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા.
 • રાજ્યમાં આજથી શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ, 57000 હજાર સ્કૂલોના 1.16 કરોડ વિદ્યાર્થીઓથી ગુંજી ઉઠશે.
 • આજથી ધોરણ-11 વિજ્ઞાનપ્રવાહમાં અનામત કેટેગરી પર પ્રવેશ કાર્યવાહી શરૂ થશે.
 • ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને કોંગ્રેસનું રાજ્યવ્યાપી ચક્કાજામ, પરેશ ધાનાણીની ટીંગાટોળી કરીને પોલીસ અટકાયત કરી.
 • એશિયા કપ ટી20 ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ભારતને ત્રણ વિકેટથી હરાવી બાગ્લાદેશ પ્રથમ ચેમ્પિયનશીપ બની.

Share This: