તા. ૧૦/૦૬/૨૦૧૮ રવિવાર

વિક્રમ સંવત ૨૦૭૪ અધિક જેઠવદ અગિયારસ     

૧૦/૦૬/૨૦૧૮ રવિવાર

  • મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, હિંદમાતા, માટુંગા, કુર્લા અને દાદર સહીત અનેક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ વચ્ચે ભારત-ચીન સંબધો મજબૂત બનાવવા કરારો પર સમજુતી સધાઈ છે. બ્રહ્મપુત્રના ડેટાના આદાન પ્રદાન અંગે પણ સમજુતી થઇ.
  • ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટીનને ચીનનો પ્રથમ બેસ્ટ ફ્રેન્ડશીપ ગોલ્ડ મેડલ પહેરાવ્યો.
  • સમગ્ર દેશમાં છેલ્લા દસ દિવસથી ચાલતું ખેડૂતોનું આંદોલન આજના ભારત બંધના એલાન સાથે પૂર્ણ થશે.
  • ગુજરાત યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયેલી કેરી ફોરવર્ડ સિસ્ટમ જુન-2018થી રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેરી ફોરવર્ડ પદ્ધતિમાં વિદ્યાર્થી ગણે તેટલા વિષયમાં નાપાસ થાય તો પણ તે આગળના સેમેસ્ટરમાં જઈ શકતો હતો પરંતુ હવે ચોક્કસ સેમેસ્ટર પાસ કર્યું હશે તો જ આગળના સેમેસ્ટરમાં જઈ શકશે.
  • અધિકારી પોતાના ગામની કે પોતાના ક્ષેત્રના ગામની એક-એક શાળા દત્તક લે.- શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
  • ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ અમદાવાદજીલ્લાના ના પૂર્વ પ્રમુખ પ્રાગજી પટેલ, પાટણ એપીએમસીના ચેરમેન દશરથ પટેલ અને જુનાગઢ જીલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ લક્ષ્મણ યાદવને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા.
  • રાજ્ય સરકારની વડોદરા ખાતેની ચિંતન શિબિરમાં શ્રેષ્ઠ કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર આપવામાં આવ્યો. વડોદરા જીલ્લાના કલેકટર અવંતિકા સિંઘ અને ભાવનગર જીલ્લાના કલેકટર હર્ષદ પટેલને શહેરી વિસ્તારમાં શ્રેષ્ઠ થયા હતા.
  • એશિયા કપ ટી20 ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનને સાત વિકેટથી કારમો પરાજય આપી ફાઈનલમાં પ્રવેશ કર્યો.ભારતીય સ્પિનર એકતા બિસ્તે 14 રનમાં ત્રણ વિકેટ ઝડપતાં પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.

Share This: