તા. ૦૯/૦૬/૨૦૧૮ શનિવાર

વિક્રમ સંવત ૨૦૭૪ અધિક જેઠવદ દશમ    

૦૯/૦૬/૨૦૧૮ શનિવાર

  • ઉત્તર ભારતના બિહાર, ઉત્તરપ્રદેશ, ઓડીશા સહીત છ રાજ્યોમાં વીજળી પ્રકોપ, 51ના મોત. હિમાચલપ્રદેશમાં પણ ગાજવીજ સાથે અતિભારે વરસાદની શક્યતા. 11 જુનથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ.
  • રાજીવ ગાંધીની જેમ મોદીની હત્યાનું માઓવાદીઓનું કાવતરું, પૂણે પોલીસનો દાવો :માઓવાદીના પત્રમાં ઉલ્લેખ.
  • ભાજપાનો ‘ જન સપર્ક અભિયાન’ અંતર્ગત કૃષિમંત્રી પરષોત્તમ સોલંકીએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની મુલાકાત લીધી. ભાજપ સામાન્ય લોકો, બેરોજગારોને ચાર વર્ષના કામના લેખાજોખાં આપે.- શંકરસિંહ વાઘેલા
  • શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) સંમેલનમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના પ્રવાસે જશે, ચીનના પ્રમુખ શી જીનપીંગ અને ચાર અન્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.
  • ઉત્તરપ્રદેશના કાનપુરમાં આવેલી હેલેટ હોસ્પિટલમાં ICUનું એસી બંધ થતાં 24 કલાકમાં પાંચ દર્દીના મોત થયા.
  • અફઘાનિસ્તાને ટી20 મેચમાં બાંગ્લાદેશને છેલ્લા બોલે રોમાંચક વિજય મેળવ્યો. મેન ઓફ ધ મેચ રશીદ ખાન જાહેર કરવામાં આવ્યો હતો.અફઘાનિસ્તાને ત્રણ મેચોની સિરીઝ 3-0થી જીતી લીધી છે.
  • ગુજરાતનો 17 વર્ષીય કર્મેશ પટેલ વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયનશીપ (અન્ડર-19) માટે ક્વોલીફાયર થયો. આ ટુર્નામેન્ટ ચીનના જીનાનમાં 2 થી 22 જુલાઈ દરમ્યાન રમાશે.
  • રાજ્યમાં ખેડૂતોના પ્રશ્ને સરકારના કાન ખોલવા કોંગ્રેસ આજે થાળી-વેલણ વગાડી ‘ ઘંટારવ’ કાર્યક્રમ કરશે.
  • રાજ્ય સરકાર ભ્રષ્ટ્રાચાર રોકવા રાજ્યભરની RTO કચેરીઓમાં 15 દિવસમાં તમામ પેમેન્ટ ઓનલાઈન કરશે.
  • RIL કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડીરેક્ટર તરીકે મુકેશ અંબાણીની મુદત વધુ પાંચ વર્ષ લંબાશે.

Share This: