તા. ૦૮/૦૬/૨૦૧૮ શુક્રવાર

વિક્રમ સંવત ૨૦૭૪ અધિક જેઠવદ નોમ   

૦૮/૦૬/૨૦૧૮ શુક્રવાર

 • મુંબઈમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ભારે વરસાદના પરિણામે જુદી જુદી ફલાઈટોને ડાયવર્ટ કરવાની ફરજ પડી. આપત્તિને પહોંચી વળવા માટે ત્રણ એનડીઆરએફની ટીમો તૈયાર રાખવામાં આવી.
 • નાગપુરમાં આરએસએસ સંઘના શિક્ષા વર્ગના સમાપન કાર્યક્રમમાં ભૂતપૂર્વ પ્રણવ મુખર્જીનું સંબોધન, રાષ્ટ્રવાદ અને દેશભક્તિ અંગે સંઘને દેશદાઝના પાઠ શીખવ્યા. અસહિષ્ણુતા ભારતની ઓળખને નબળી પાડી દેશે.- પ્રણવ મુખરજી
 • સંઘના કાર્યક્રમમાં પ્રણવની હાજરી સામે કોંગ્રેસમાં રોષ, ‘ તમારું ભાષણ ભૂલાઈ જશે’ : પુત્રી શર્મિષ્ઠા મુખરજીએ ભાજપાના કાવતરા અંગે પિતાને ચેતવ્યા.
 • પાંચ કરોડની ખંડણી માગવાના કેસમાં અન્ડરવર્લ્ડ ડોન અબુ સાલેમને દિલ્લીની તીસ હજારી કોર્ટે સાત વર્ષની સજા સંભળાવી છે.
 • ભાજપ અધ્યક્ષ અમિત શાહના મનામણા નિષ્ફળ, શિવસેના એકલા હાથે ચૂંટણી લડશે. શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીએ એક પ્રસ્તાવ પાસ કર્યો કે અમે આગામી ચૂંટણીમાં એકલા જ લડીશું.
 • કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ બે દિવસના જમ્મુ કાશ્મીરના પ્રવાસે, જમ્મુકાશ્મીરમાં સગીરો સામે પથ્થરમારાના કેસો પરત ખેંચાશે.- ગૃહમંત્રી રાજનાથસિંહ
 • એનડીએમાં સીટોની વહેંચણી મુદ્દે ખેચતાણ વધી, બિહારમાં જેડીયુ, રાષ્ટ્રીય લોક સમતા અને લોજપા અસંતોષ.
 • રાજ્યના મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ, સચિવો અને મુખ્ય સચિવો સહિતના 200 જેટલા અધિકારીઓની ત્રણ દિવસીય ચિંતન શિબિર વડોદરા ખાતે શરૂ થઇ.
 • કઠવાડાની નીલકંઠ રેસીડન્સીમાં આરોપી રોકાયાની બાતમી મળતાં ક્રાઈમ બ્રાંચની ટીમ અને લૂંટારૂઓ વચ્ચે સામસામે 12 રાઉન્ડ ગોળીબાર,ત્રણ આરોપીઓ તમંચા સાથે પકડ્યા.
 • ગુજરાત કોર્પોરેટ જગતના દિગ્ગજ , શિક્ષણ શાસ્ત્રી અને વિશ્વ પ્રવાસી તરીકે જાણીતા શ્રી ચીનુભાઈ આર. શાહનું 82 વર્ષની વયે અમદાવાદમાં અવસાન થયું.
 • મેડીકલ- ડેન્ટલમાં પ્રવેશ માટે ચાલુ વર્ષથી ડોમિસાઈલનો નિયમ લાગુ કરતાં ડોમિસાઈલ સર્ટીફીકેટ લેવા માટે પુરાવા ભેગા કરવા વાલીઓનો રઝળપાટ.
 • એશિયા કપ ટી20 ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને સાત વિકેટથી હરાવી ફાઈનલમાં પ્રવેશની આશા જીવંત રાખી. ભારતની મિતાલી રાજે ટી20 ક્રિકેટ મેચમાં 2000 રન પુરા કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બની.
 • જુલાઈમાં શ્રીલંકાના પ્રવાસે જનાર ભારતીય જુનિયર (અન્ડર-19) ક્રિકેટ ટીમમાં ગુજરાતના બે ખેલાડી સિદ્ધાર્થ દેસાઈ અને આકાશ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો. જુનિયર ટીમ અનુજ રાવતના નેતૃત્વમાં પાંચ વન ડે મેચ રમશે. સચિન તેન્ડુલકરના પુત્ર અર્જુન તેન્ડુલકરનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો.

Share This: