તા. ૦૭/૦૬/૨૦૧૮ ગુરૂવાર

વિક્રમ સંવત ૨૦૭૪ અધિક જેઠવદ આઠમ  

૦૭/૦૬/૨૦૧૮ ગુરૂવાર

 • ભારતીય રિઝર્વ બેન્કે હોમલોન સહિતની તમામ લોનના વ્યાજદરમાં વધારો કર્યો, મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ પહેલીવાર રેપોરેટના વધારો.બેંક રેપોરેટ 0.25% થી વધારીને 6.25% કરવામાં આવ્યો છે. સસ્તા ઘર માટે ગુજરાતમાં રૂ. 25 લાખ સુધી લોન મળી શકશે.
 • કર્ણાટકમાં જેડીએસ- કોંગ્રેસ ગઠબંધન સરકારનું વિસ્તરણ કરવામાં આવ્યું. જેડીએસના 9, કોંગ્રેસના 14, બસપા અને અપક્ષના એક એક સભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
 • ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે વચ્ચે બંધબારણે મીટીંગ થઇ.
 • કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો. મધ્યપ્રદેશના મંદસૌરમાં સભાને સંબોધન કરતાં કહ્યું કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોનું દેવું દસ દિવસમાં માફ કરવામાં આવશે.
 • કેન્દ્ર સરકાર દ્વારા શેરડીની ખેતી કરતાં ખેડૂતોને રાહત આપવા માટે 8,500 કરોડનું રાહત પેકેજ મંજુર કર્યું. ઈથેલોન ઉત્પાદનની ક્ષમતા વધારવા માટે રૂ, 4500 કરોડનું ઋણ અપાશે.
 • ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી આજે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના હેડક્વાટર્સ નાગપુર ખાતે સંઘના કાર્યક્રમમાં હાજરી આપશે.
 • વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને જાનથી મારી નાખવાની ફોન પર ધમકી મળી,વડગામ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી છે.
 • આજથી રાજ્યની કોઈપણ RTOમાંથી લાઈસન્સ રીન્યૂ કરી શકાશે, જે RTOમાં લાઇસન્સ રિન્યૂ કરાવવું હોઈ તે સિલેક્ટ કરી એપોઇન્ટમેન્ટ લેવી જરૂરો છે.
 • રાજ્યની તમામ યુનિવર્સિટીની કોલેજોમાં સાત દિવસનું નવરાત્રી વેકેશન આપવામાં આવશે. દિવાળી વેકેશન 21 દિવસનું ઘટાડી 14 દિવસનું કરવામાં આવ્યું છે.
 • ગીરના અંતરિયાળ વિસ્તાર ઉનાના જંગલોમાં સિંહણને પજવણી કરતાં ગેરકાયદે શોનો વિડીયો વાઈરલ થયો.
 • એશિયા કપ ટી20 ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા ટીમનો બાંગ્લાદેશ સામે સાત વિકેટથી પરાજય થયો.
 • દિવ્યાંગ ક્રિકેટરોનો પ્રથમ વર્લ્ડકપ આગામી 16 થી 31 જુલાઈ દરમિયાન ઇંગ્લેન્ડમાં રમાશે. જેમાં દસ ટીમો ભાગ લેશે.

Share This: