તા. ૦૬/૦૬/૨૦૧૮ બુધવાર

વિક્રમ સંવત ૨૦૭૪ અધિક જેઠવદ સાતમ

તા. ૦૬/૦૬/૨૦૧૮ બુધવાર

 • પાકિસ્તાનની સરહદને અડીને સીમાવર્તી કચ્છ જીલ્લાના બેરાજા નજીક ભારતીય વાયુસેનાનું લડાકુ જગુઆર વિમાન ક્રેશ, ગામને બચવવા જતાં પાઈલટ સંજય ચૌહાણ શહીદ થયા.
 • સુનંદા પુષ્કરના મૃત્યુ કેસમાં આરોપી તેમના પતિ અને કોંગ્રેસ સાંસદ શશીથરૂરને સાતમી જુલાઈએ દિલ્લી કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો.
 • ભારતીય મૂળના વકીલ ટોમી થોમસ મલેશિયાના નવા એટર્ની જનરલ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
 • અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજકુન્દ્રાને બિટકોઈન કૌભાંડમાં નામ આવતાં પૂછપરછ માટે ઇડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું.
 • બંધારણીય બેન્ચના ચુકાદા સુધી કેન્દ્ર સરકાર એસસી-એસટી વર્ગના કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપી શકે છે..- સુપ્રીમકોર્ટ
 • પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ આ વર્ષના અંતે એક કરોડ મકાનનું નિર્માણ પૂર્ણ કરવામાં આવશે.- વડાપ્રધાન નરેન્દ્ર મોદી
 • લોકસભાની ચૂંટણી 2019ને ભાજપા નારાજ સહયોગી પક્ષોને મનાવવાના પ્રયાસો શરૂ, ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે નારાજ શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેને મળશે.
 • ભારતના શુંભકર શર્માએ યુએસ ઓપન ગોલ્ફ ચેમ્પીયનશીપ માટે ક્વોલીફાય કરી લીધું છે. યુએસ ઓપન આગામી 14 જુનથી શરૂ થશે.
 • દિલ્લી પછી હવે ગોવા અને દમણના આર્કબિશપ ફિલિપ નેરી ફેર્રાએ કહ્યું કે દેશનું બંધારણ અને લોકતંત્ર જોખમમાં છે.
 • ગુજરાત કોંગ્રેસ ખેડૂતોના દેવા માફી સહિતના મુદ્દે ધરણા, રસ્તા રોકો- જેલભરો આંદોલન છેડશે.- વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી
 • અમદાવાદ કોર્પોરેશનના નવા મેયર, ડેપ્યુટી મેયર તથા સ્ટેન્ડિંગ ચેરમેનની આગામી 14 જુને કરવામાં આવશે.
 • રાજકોટમાં જમીનના સોદો રદ થતાં 1.48 કરોડનો ચેક રીટર્ન કેસમાં સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપુરા સામે બિનજામીન લાયક ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે.
 • ગુજરાતના ઓપનીંગ બેટ્સમેન પ્રિયાંક પંચાલને વર્ષ 2016-17ની ડોમેસ્ટિક સિઝનમાં સૌથી વધુ રન નોંધવવા બદલ ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા માધવરાય સિંધિયા એવોર્ડ એનાયત કરવામાં આવશે. જેમાં સિંધિયા ટ્રોફી ઉપરાંત 2.50 લાખનો પુરસ્કાર પણ એનાયત થશે.
 • રાજ્યમાં 10 જુનથી ચોમાસું શરૂ થશે, આ વર્ષે 99% વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Share This: