તા. ૦૫/૦૬/૨૦૧૮ મંગળવાર

વિક્રમ સંવત ૨૦૭૪ અધિક જેઠવદ સાતમ

૦૫/૦૬/૨૦૧૮ મંગળવાર

 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે વધારાનું બજેટ ન ફાળવતાં સેનાની દયનીય સ્થિતિ, ફંડના અભાવે સૈનિકોએ પોતાના ખર્ચે યુનિફોર્મ ખરીદવો પડશે.
 • જમ્મુ કાશ્મીરના શોપિયા અને પૂલવામાં આંતકીઓનોના ગ્રેનેડ હુમલાથી આઠ સુરક્ષાકર્મી 23 નાગરીકો ઘાયલ.
 • મેડીકલ અને ડેન્ટલ પ્રવેશ પરીક્ષા નીટનું પરિણામ જાહેર, બિહારની કલ્પનાકુમારી 691 માર્ક્સ સાથે ટોપર બની. ગુજરાતના 7 વિદ્યાર્થીઓ ટોપ 50માં સ્થાન મેળવ્યું. ગુજરાતમાં 675 માર્ક્સ સાથે સાહિલ શાહે પ્રથમ સ્થાન મેળવ્યું.
 • નીટ પરીક્ષા ગત વર્ષની સરખામણીમાં કટ ઓફ માર્કસમાં ધરખમ ઘટાડો થયો. ગુજરાતમાંથી 32,625 વિદ્યાર્થીઓ નીટ પાસ કરી.
 • મુંબઈમાં ચોમાસા પૂર્વે જ સોમવારે પવન સાથે ભારે વરસાદ પડતાં અનેક સ્થળે પાણી ભરાયા, હવામાન વિભાગે 48 કલાકમાં વરસાદની આગાહી કરી છે.
 • એશિયાની પ્રથમ નંબરની ગણાતી બનાસડેરીના ચેરમેન તરીકે ફરી શંકર ચૌધરી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. વાઈસ ચેરમેન તરીકે માવજીભાઈ દેસાઈ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
 • કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહનું વિવાદાસ્પદ નિવેદન, NDA સામે ઓસામાવાદીઓ અને માઓવાદીઓ સંગઠિત થયા છે.
 • લોકસભા મિશન-19ની વ્યૂહરચના ઘડવા માટે ભાજપાની સુરજકુંડમાં 14 જુનથી 17 દરમ્યાન મહત્વની બેઠક મળશે જેમાં સંઘના ટોપ લોકો હાજર રહેશે.
 • આજે વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાએ પાણીના પાઉચ પર પ્રતિબંધ મૂક્યો. આ વખતે પર્યાવરણ દિનની થીમ – પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળો’ છે.
 • અમદાવાદ જીલ્લા પંચાયત પર કબજા માટે ભાજપની કોંગી સભ્યોને 7 થી 10 કરોડની ઓફર કરવામાં આવી. અમદાવાદ જીલ્લા પંચાયતમાં કોંગ્રેસના 18 અને ભાજપ પાસે 15 બેઠકો છે.
 • ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયાકપ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં થાઈલેન્ડને 66 રાણે હરાવી સતત બીજો વિજય પ્રાપ્ત કર્યો છે. આવતીકાલે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે.

Share This: