તા. ૧૮/૦૫/૨૦૧૮ શુક્રવાર

વિક્રમ સંવત ૨૦૭૪ અધિક જેઠસુદ ત્રીજ   

તા. ૧૮/૦૫/૨૦૧૮ શુક્રવાર

  • આખરે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે યેદીયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કર્યા. યેદીયુરપ્પાનું ભાવી સુપ્રીમના હાથમાં, સુપ્રીમે 48 કલાકમાં ધારાસભ્યોની યાદી માગી, આજે વધુ સુનાવણી થશે.
  • કર્ણાટકની ફોર્મ્યુલા પર બિહાર, મેઘાલય,ગોવા અને મણિપુરમાં સરકાર રચવા વિપક્ષો રાજ્યપાલની મુલાકાત લઈને કવાયત હાથ ધરાઈ.
  • કર્ણાટક વિધાનસભા ચૂંટણીબાદ બીજીવાર પ્રેટ્રોલ અને ડીઝલમાં લીટરે 4.00 રૂપિયાનો વધારાની શક્યતા.
  • પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણીમાં ટીએમસીને મોટી સફળતા મળી,બીજા નંબરે ભાજપ અને ત્રીજા નંબરે સીપીએમ આવેલ છે.
  • સુરતના સાહિત્ય જગતના નાનુબાપા તરીકે ઓળખાતા પ્રખર સાહિત્યકાર નાનુભાઈ નાયકનું 92 વર્ષની વયે અવસાન થયું.
  • રાજ્યના માનવ અધિકાર આયોગના ચેરપર્સન તરીકે મણીપુર હાઈકોર્ટના નિવૃત મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી અભિલાષાકુમારીજીએ પદભાર સંભાળ્યો.
  • અરબી સમુદ્રમાં ઉદ્દભવેલું ડીપ્રેશનને કારણે ‘ સાગર’ નામક વાવાઝોડા સામે એલર્ટ, તેજ પવન સાથે દરિયો તોફાની બનવા સંભવ, માછીમારોને દરિયામાં જવાની મનાઈ.
  • IPL-11 T20 મેચમાં હૈદરાબાદ સામે બેંગ્લોરનો 14 રનથી વિજય મેળવી પ્લે ઓફની આશા જીવંત રાખી. બેગ્લોર પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં છ વિકેટ ગુમાવી 218 રનના જવાબમાં હૈદરાબાદન 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 204 રન કર્યા હતા.
  • એશિયન ચેમ્પિયનશીપ ટ્રોફીમાં ભારતે મલેશિયાને 3-2થી હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો. ભારતનો આ ત્રીઓ સળંગ વિજય થયો છે.

 

Share This: