તા. ૧૭/૦૫/૨૦૧૮ ગુરૂવાર

વિક્રમ સંવત ૨૦૭૪ અધિક જેઠસુદ બીજ  

તા. ૧૭/૦૫/૨૦૧૮ ગુરૂવાર

 • કર્ણાટકમાં રાજકીય નાટકનો અંત, બીજેપીના નેતા યેદિયુરપ્પાને રાજ્યપાલે સરકાર રચવાનું આમંત્રણ આપ્યું, રાજ્યપાલના નિર્ણય સામે કોંગ્રેસ સુપ્રીમમાં ગઈ.
 • આજે સવારે નવ કલાકે યેદિયુરપ્પા મુખ્યમંત્રી પદે શપથગ્રહણ કરશે. રાજ્યપાલ વજુભાઈવાળાએ બહુમતી પુરવાર કરવા 15 દિવસનો સમય આપ્યો.
 • જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની માગણીને સ્વીકારતા કેન્દ્ર સરકારે મુસ્લિમોના પવિત્ર તહેવાર રમજાન મહિના દરમિયાન રાજ્યમાં આંતકીઓ વિરુદ્ધ ઓપરેશન બંધ કરવાની જાહેરાત કરી.
 • સ્વચ્છતા સર્વેક્ષણમાં સતત બીજા વર્ષે મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ગણાતું ઇન્દોર સૌથી સ્વચ્છ શહેર જાહેર થયું. દેશના ટોપ 10માં અમદાવાદનો સમાવેશ નહી.
 • કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શન મેળવવા માટે આધારકાર્ડની જરૂર નથી.- કેન્દ્ર સરકાર.
 • અમેરિકા અને દક્ષિણ કોરીયાની વાયુસેના વચ્ચે યોજાનાર સંયુક્ત સૈન્ય અભ્યાસ મામલે ઉત્તર કોરીયાના તાનાશાહ કિમ જોંગ નારાજ, અમેરિકી રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બંધ કરવાની ધમકી આપી.
 • ભારતીય મૂળના સુશીલા ઓરેગોનમાં મલ્ટનોમાં કાઉન્ટીના બોર્ડ ઓફ કમિશનર્સમાં સભ્ય તરીકે પસંદગી પામનાર પ્રથમ દક્ષિણ એશિયન મહિલા બન્યા.
 • ભારતીય વિદેશ રાજ્યમંત્રી વી.કે.સિંહ ઉત્તર કોરીયાની ઓચિંતી મુલાકાતે, વિવિધ નેતાઓને મળ્યા, કીમને મળવા અંગે અનિશ્ચિતતા.
 • IPL-11 T20 મેચમાં મુંબઈએ પંજાબને ત્રણ રનથી હરાવી મુંબઈ પ્લે ઓફની આશા જીવંત રાખી.મુંબઈ પ્રથમ બેટિંગ કરતાં આઠ વિકેટ ગુમાવી 186 રનના જવાબમાં પંજાબે પાંચ વિકેટ ગુમાવી 183 રન કર્યા હતા. જસપ્રીત બુમરાહે ત્રણ વિકેટ ઝડપી હતી.
 • એશિયન મહિલા હોકી ચેમ્પિયનશીપમાં ભારતે ચીનને ૩-1 થી હરાવ્યું. ભારતીય મહિલા વંદના કટારીયાએ બે ગોલ ફટકાર્યા હતા.
 • કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી જુનના અંતમાં બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે.ખેડૂત સંમેલન અને પ્રદેશના પદાધિકારી અને આગેવાનો સાથે સંવાદ કરશે.
 • રાજુલા તાલુકાના સમઢીયાળા ગામે કેટલાક શખ્શોએ દલિત યુવાનની હત્યા કરી. પરિવારજનોએ જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો.

Share This: