તા. ૧૬/૦૫/૨૦૧૮ બુધવાર

વિક્રમ સંવત ૨૦૭૪ અધિક જેઠસુદ એકમ  

તા. ૧૬/૦૫/૨૦૧૮ બુધવાર

 • કર્ણાટકમાં ત્રિશંકુ સ્થિતિ, ભારતીય જનતા પાર્ટી સૌથી વધુ 104 બેઠકો સાથે પ્રથમ સ્થાને રહી,પણ બહુમતી મળી નહિ. કોંગ્રેસ-78, જેડીએસ 38 અને અન્ય બે બેઠકો જીતી.
 • કર્ણાટકમાં સરકાર રચવા ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન દ્વારા દાવો,કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતાં સરકાર રચવાના કાવાદાવાનો દોર શરૂ થયો.
 • ગોવાની ભૂલથી સબક લઇ કોંગ્રેસ પ્રમુખે ભાજપને ચકમો આપ્યો, સોનિયા ગાંધીની સક્રિયતાને કારણે ભાજપનું ગણિત ખોરવાયું.
 • ઉત્તરપ્રદેશના વારાણસીમાં નિર્માણાધીન બ્રિજનો એક મોટો ભાગ તૂટી પડતા સ્લેબની નીચે 6 કાર, બસ સહીત 12થી વધુ વાહનો દબાયા, 18 મોત, અનેક લોકો ઘાયલ થયા.
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 મેં રોજ રશિયાના પ્રવાસે જશે, ત્યાં સાંચી શહેરમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે અનૌપચારિક શિખર મંત્રણા કરશે.
 • ભૂતપૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિંધૂ સામે ત્રણ દાયકા જૂના ઝઘડા અને સદોષ માનવવધના કેસમાં સુપ્રીમકોર્ટે રાહત આપી છે. સુપ્રીમકોર્ટે તેમની પર એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
 • IPL-11 T20 મેચમાં રાજસ્થાન સામે કોલકાતાનો છ વિકેટથી આસાન વિજય, કુલદીપ યાદવે ચાર વિકેટ ઝડપી. રાજસ્થાન-142, કોલકાતા-145/4
 • પૂર્વ બીસીસીઆઈ અધ્યક્ષ શશાંક મનોહર ફરી એક વખત આઈસીસીના ચેરમેન તરીકે ચૂંટાયા.
 • રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ ઉચ્ચ અભ્યાસમાં કમ્પ્યુટરનો કોર્સ કરનારને CCCમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો.
 • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલ ધો-10ની પરીક્ષાનું પરિણામ મેના ચોથા સપ્તાહમાં જાહેર થાય તેવી શક્યતા.
 • કરમસદમાં સરદાર પટેલના નિવાસ સ્થાને 31 વર્ષની અખંડ જ્યોત હટાવી તેના સ્થાને એલઈડી બલ્બ લગાવવામાં આવી.

Share This: