તા. ૧૫/૦૫/૨૦૧૮ મંગળવાર

વિક્રમ સંવત ૨૦૭૪ વૈશાખવદ અમાસ

તા. ૧૫/૦૫/૨૦૧૮ મંગળવાર

 • મોદી સરકારના મંત્રીમંડળમાં ફેરફાર, નાણામંત્રાલયનો વધારાનો ચાર્જ રેલ મંત્રી પિયુષ ગોયેલને સોંપવામાં આવ્યો. સ્મૃતિ ઈરાની પાસેથી માહિતી અને પ્રસારણ મંત્રાલય આંચકી લઇ રાજ્યકક્ષાના મંત્રી રાજ્યવર્ધન રાઠોડને સોંપવામાં આવ્યું. પાણી અને સેનિટેશન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી એસ.એસ.આહલુવાલિયા પાસેથી લઇ લેવાયું અને તેમને ઇલેક્ટ્રોનીક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય સોંપાયું.
 • અરૂણ જેટલીને કિડની ટ્રાન્સપ્લાન્ટનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હોવાથી નાણામંત્રાલયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
 • કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે, કર્ણાટકની ચૂંટણી પૂરી થતાં જ કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો ઝીંકાયો. પેટ્રોલમાં લીટરદીઠ 17 પૈસા અને ડીઝલમાં લીટરદીઠ 21 પૈસાનો વધારો કરવામાં આવ્યો.
 • પશ્ચિમ બંગાળમાં પંચાયતી ચૂંટણી દરમિયાન મોટાપાયે હિંસા થતાં 12 લોકોના મોત, અનેક સ્થળે મતદાન કેન્દ્ર પર બોંબ ફેંકાયા અને મારામારી તથા ફાયરિંગની ઘટનાઓ બની. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસેથી રીપોર્ટ માગ્યો છે.
 • સુનંદા પુષ્કરના મોતના ચાર વર્ષ બાદ તેમના પતિ શશી થરૂર સામે દિલ્લી પોલીસે ચાર્જશીટ દાખલ કરી. શશી થરૂરે જ સુનંદાને આપઘાત કરવા માટે મજબૂર કરી.
 • પીએમ મોદી કોંગ્રેસ નેતાઓ અથવા અન્ય કોઈ પાર્ટીના લોકોની સામે અયોગ્ય અને ધમકી વાળી ભાષાનો ઉપયોગ કરતાં અટકાવે – પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ રાષ્ટ્રપતિ કોવિંદને પત્ર લખ્યો.
 • ભૂતપૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિંધૂ સામે ત્રણ દાયકા જૂના ઝઘડા અને સદોષ માનવવધના કેસમાં સુપ્રીમકોર્ટ આજે ચુકાદો આપે તેવી સંભાવના.
 • IPL- 11 T20 મેચમાં પંજાબ માત્ર 88 રનમાં આઉટ, બેગ્લોરનો 10 વિકેટથી ભવ્ય વિજય. ત્રણ વિકેટ લેનાર ઉમેશ યાદવ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. બેગ્લોરે વિના વિકેટે 8.1 ઓવરમાં ટારગેટ વટાવી લીધો હતો.
 • અલ્હાબાદ બેંકના એમ.ડી અમે સીઈઓ ઉષા અનંતસુબ્રહ્મણ્યમ અને પંજાબ નેશનલ બેંકના બે કાર્યકારી ડીરેકટર્સને પોતાના પદેથી હટાવાયા.
 • રાજ્ય સરકાર દ્વારા સાબરકાંઠા જીલ્લાના મહોર ગામ પાસેના 570 એકર પહાડી વિસ્તારમાં 500 કરોડના ખર્ચે સંતનગરી પ્રોજેક્ટને મંજુરી આપી. સંતનગરીમાં દેશના તમામ ધર્મના 2317 સંતોના જીવનની ઝાંખી રજુ કરવામાં આવશે.
 • રામમંદિર બનાવવા 56 ઈંચની છાતીની નિયતમાં ખોટ, મોદી ગાંધીનગર થી દિલ્લી સુધીની યાત્રામાં જેટલા ગ્લોબલ થયા એટલું જ હિન્દુત્વને નુકસાન થયું.- સંત આચાર્ય ધર્મેન્દ્ર  
 • બીટકોઈન કેસમાં અંતે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા સામે ધરપકડ વોરંટ, લુક આઉટ નોટીસ જારી થશે.

Share This: