તા. ૧૪/૦૫/૨૦૧૮ સોમવાર

વિક્રમ સંવત ૨૦૭૪ વૈશાખવદ ચૌદશ    

તા. ૧૪/૦૫/૨૦૧૮ સોમવાર

 • દેશના ઉત્તરમાં હિમાચલથી લઈને દક્ષિણમાં તમિલનાડું, પશ્ચિમ બંગાળમાં વરસાદી તોફાનથી 44 લોકોના મોત, દિલ્લીમાં 109 કિમીની ઝડપે આંધી સાથે વરસાદથી ખાનાખરાબી.
 • ઉત્તર કોરિયા 23-25 મે વચ્ચે પરમાણું પરીક્ષણ સ્થળનો નાશ કરશે. ટ્રમ્પને ટ્વીટ કરીને કહ્યું એક સ્માર્ટ અને સમજદારી ભર્યા નિર્ણય માટે આભાર.
 • કર્ણાટકમાં દલિત માટે મુખ્યપ્રધાન પદ છોડવા તૈયાર -કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા. કોંગ્રેસ જેડીએસને મનાવવાના પ્રયાસો શરૂ કર્યા.
 • કેરળમાં ચાર દિવસ વહેલા ચોમાસાનું આગમન થશે.- હવામાન ખાતાની આગાહી.
 • ભાવનગરના બાડીપડવા ખાતે જીપીસીએલ કંપની દ્વારા ચાલી રહેલ લિગ્નાઇટ કામગીરી બંધ કરાવવા અને જમીન સંપાદન મામલે આયોજિત ખેડૂત રેલી પર પોલીસનો બળપ્રયોગ.
 • IPL-11 T20 મેચમાં સનરાઈઝ હૈદરાબાદને હરાવી ચેન્નઈ પ્લે ઓફમાં સ્થાન નિશ્ચિત કર્યું. હૈદરાબાદે આપેલા 180 રનના લક્ષ્યાંક સામે અંબાતી રાયડુની શાનદાર સદીથી ચેન્નાઇને આઠ વિકેટથી હાર આપી.
 • IPL-11 T20 ની બીજી એક મેચમાં મુંબઈને રાજસ્થાને પરાજય આપતાં મુંબઈ પ્લે ઓફમાંથી લગભગ આઉટ. મુંબઈ પ્રથમ બેટિંગ કરતાં છ વિકેટ ગુમાવી 168 રન કર્યા હતા જેના જવાબમાં રાજસ્થાન ટીમના જોશ બટલરની શાનદાર બેટિંગથી જરૂરી લક્ષ્યાંક વટાવી લેતા રાજસ્થાનનો સાત વિકેટથી વિજય થયો.
 • એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી મેચમાં ભારતીય મહિલા ટીમે જાપાનને 4-1 થી હરાવ્યું.નવનીત કૌરે ભારત તરફથી હેટ્રિક બનાવી હતી.
 • દુનિયાની 10માં નંબરની ટેનીસ ખેલાડી ક્વિટોવા ત્રણ વખત મેડ્રિડ ઓપન ટાઈટલ જીતનાર પ્રથમ મહિલા બની.
 • ઇન્ડોનેશિયામાં એશિયન ગેમ્સના ત્રણ મહિના પહેલા ત્રણ ચર્ચ પર હુમલો, 13 લોકોના મોત.
 • બનાસકાંઠા જીલ્લામાં પાંજરાપોળ અને ગૌશાળાને પશુદીઠ ચાર કિલો ઘાસની ખાતરી મળતાં આંદોલન સમેટાયું. પશુપાલકો અને મુખ્યમંત્રી સાથેની બેઠકમાં સમાધાન થયું.

Share This: