તા. ૧૩/૦૫/૨૦૧૮ રવિવાર

વિક્રમ સંવત ૨૦૭૪ વૈશાખવદ તેરસ    

તા. ૧૩/૦૫/૨૦૧૮ રવિવાર

 • કર્ણાટકમાં શાંતિપૂર્ણ મતદાન સંપન્ન, કોઈપણ અનિચ્છનીય બનાવ વગર 70% મતદાન થયું. કોની સરકાર બનશે તે હજુ સસ્પેન્સ.
 • મહારાષ્ટ્રના ઓરંગાબાદ જીલ્લામાં પાણી મુદ્દે બે સમુદાય વચ્ચે હિંસક અથડામણ, બે લોકોના મોત, 30થી વધુ લોકો ઘાયલ.
 • ભારત પોખરણ પરમાણું પરીક્ષણના વીસ વર્ષ બાદ પોતાનો પ્રથમ ઇન્ટર કોન્ટીનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલ અગ્નિ-5 લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.
 • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કબૂલાત કરતાં કહ્યું કે મુંબઈ હુમલામાં પાકીસ્તાનો આંતકીઓનો હાથ હતો.
 • બીટકોઈન ખંડણીમાં ચર્ચાસ્પદ બનેલા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા CID સમક્ષ હાજર ન થયા, તેમણે શોધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. બીજી તરફ કિરીટ પાલડીયાના સાત દિવસ વધુ રિમાન્ડ વધ્યા છે.
 • ડિગ્રી એન્જીનીયરીંગમાં પ્રવેસશ માટે પીન વિતરણ અને રજીસ્ટ્રેશન માટેની સમય મર્યાદા 28 મેં સુધી લંબાવવામાં આવી છે.
 • IPL-11 T20 મેચમાં કોલકાતાએ સર્વોચ્ય સ્કોર નોંધાવી પંજાબને 31 રને પરાજય આપ્યો.સુનીલ નરૈન અને દિનેશ કાર્તિકની ઝંઝાવાતી બેટિંગ કરી.કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતાં છ વિકેટ ગુમાવી 245 રન કર્યા હતા તેના જવાબમાં પંજાબે આઠ વિકેટ ગુમાવી 214 રન કર્યા હતા.
 • IPL-11 T20ની બીજી એક  મેચમાં દિલ્લી સામે બેંગ્લોરનો પાંચ વિકેટથી વિજય મેળવ્યો. દિલ્લી પ્રથમ બેટિંગ કરતાં ચાર વિકેટ ગુમાવી 181 રનકર્યા હતા જેના જવાબમાં બેગ્લોરે પાંચ વિકેટ ગુમાવી જરૂરી લક્ષ્યાંક વટાવી લીધો હતો.
 • એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી મેચમાં આજે ભારતીય મહિલા ટીમનો મુકાબલો જાપાન સામે થશે.ભારતીય હોકી ટીમનું નેતૃત્વ સુનીતા લકડા કરી રહી છે.
 • પાકીસ્તાનનું નવાબશાહ શહેર વિશ્વનું સૌથી ગરમ 47.5 ડિગ્રી તાપમાન નોંધાયું.સૌથી વધુ ગરમ શહેરોમાં ભારતના નવ શહેરોનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રનું ચંદ્રપુર શહેર દુનિયામાં બીજા ક્રમે સૌથી ગરમ રહ્યું.
 • કેન્દ્ર સરકાર વુદ્ધ માતાપિતાને નિ:સહાય છોડતા સંતાનોને વિરુદ્ધ આકરી સજા કરવાનો કાયદો બનાવવા જી રહી છે. સરકાર હાલીની ત્રણ મહિનાની સજા છ મહિના સુધી વધારવા પ્રયત્નશીલ છે.
 • રાજસ્થાનમાં ચૂંટણી પહેલા ગુર્જર નેતા કર્નલ કીરોડીસી બેસલા 15 મેથી ફરીથી આંદોલન કરવાની જાહેરાત કરી છે.
 • રાજ્યમાં જુલાઈ થી ઓગસ્ટ સુધી સરકાર વિરુદ્ધ દલિતો જમીન અધિકાર માટે ગાંધીનગરમાં સમાજ શક્તિ પ્રદર્શન યોજશે.

Share This: