તા. ૧૨/૦૫/૨૦૧૮ શનિવાર

વિક્રમ સંવત ૨૦૭૪ વૈશાખવદ બારસ   

તા. ૧૨/૦૫/૨૦૧૮ શનિવાર

  • કર્ણાટક વિધાનસભા માટે આજે મતદાન, 56,000થી વધુ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. નકલી વોટરકાર્ડવાળી રાજરાજેશ્વરી બેઠકમાં મતદાન સ્થગિત કરવામાં આવ્યું.ચૂંટણીમાં પહેલી વખત મોબાઈલ એપનો ઉપયોગ થઇ રહ્યો છે.
  • IPL ફિક્સીંગ પકડી પાડનાર મહારાષ્ટ્રના ATSના માજી વડા અને સુપરકોપ ગણાતા હિંમાશું રોયે સર્વિસ રિવોલ્વરથી પોતાના મોંમાં ગોળી મારી આપઘાત કર્યો. રોય કેન્સરથી પીડાતા હોવાથી ડીપ્રેશનમાં આવીને આપઘાત કર્યો હોવાનું મનાય છે.
  • વર્ષ ૨૦૦૨ના રમખાણો દરમ્યાન આણંદ જીલ્લાના ઓડ ગામમાં થયેલ નરસંહારમાં હાઇકોર્ટે 14 આરોપીને આજીવન કેદની સજા,ત્રણ આરોપીઓને નિર્દોષ મુક્ત કર્યા છે. અન્ય પાંચ આરોપીઓને સાત વર્ષની સજાને પણ યથાવત રાખી છે.
  • બિહારના ભૂતપૂવ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને રાંચી હાઈકોર્ટે દ્વારા છ સપ્તાહ માટે જામીન મંજુર કરવામાં આવ્યા. આજે લાલુના પુત્ર તેજપ્રતાપના લગ્ન છે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના નેપાળના પ્રવાસે, જનકપુરીના જાનકી મંદિરમાં પૂજા-અર્ચના કરી. નેપાળના જનકપુરથી અયોધ્યા વચ્ચે સીધી બસ શરૂ થઇ છે.
  • IPL-11 T20 મેચમાં બટલરના અણનમ 95 રનની મદદથી રાજસ્થાન રોયલ્સે ચેન્નાઇને ચાર વિકેટથી પરાજય આપ્યો.ચેન્નઈ-176 , રાજસ્થાન-177/6
  • ઉત્તરાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે.એમ.જોસેફને સુપ્રીમકોર્ટમાં જજ તરીકે નિયુક્ત કરવાના મામલે સુપ્રીમકોર્ટની કોલેજિયનમાં સૈધ્ધાંતિક સર્વસંમતિ આપવામાં આવી છે.
  • આવકવેરા વિભાગે બ્લેકમની એક્ટ હેઠળ ભૂતપૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમ અને તેમના પરિવાર સામે આખરે ચાર્જસીટ દાખલ થઇ.
  • બીટકોઈન કૌભાંડમાં ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાને ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે, રાજ્ય સરકાર દ્વારા મંજુરી આપવમાં આવી.

Share This: