તા. ૧૧/૦૫/૨૦૧૮ શુક્રવાર

વિક્રમ સંવત ૨૦૭૪ વૈશાખવદ અગિયારસ   

તા. ૧૧/૦૫/૨૦૧૮ શુક્રવાર

 • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2018નું વિજ્ઞાનપ્રવાહનું પરિણામ 72.99% જાહેર કરવામાં આવ્યું, છેલ્લા પાંચ વર્ષનું સૌથી નબળું પરિણામ. સેમેસ્ટર સિસ્ટમ રદ થયા બાદ વાર્ષક પદ્ધતિથી લેવાયેલી પ્રથમ પરીક્ષામાં આવેલું નીચું પરિણામ.
 • વિજ્ઞાનપ્રવાહના ‘A’ ગ્રુપમાં 10,000 વિદ્યાર્થીઓ ઓછા પાસ થતાં ઈજનેરીની 38,000 બેઠક ખાલી રહેવાની સંભાવના.
 • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો- 12 સામાન્યપ્રવાહ અને ધો-10નું પરિણામ ચાલુ માસના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે.- ચેરમેન
 • કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત, 12 મેના રોજ મતદાન અને 15 મે રોજ મતગણતરી થશે.
 • આસામના દિબ્રુગઢને અરૂણાચલપ્રદેશના પાસીઘાટથી જોડનારા દેશના સૌથી લાંબા માર્ગ અને રેલવે પુલનું નિર્માણકાર્ય બે મહિનામાં તૈયાર થશે.
 • મલેશિયાના શક્તિશાળી નેતા મહાથિર મોહમ્મદ 92 વર્ષની વયે વડાપ્રધાન બનશે. તેઓ વિશ્વના વૃદ્ધ વડાપ્રધાન બનશે. કૌભાંડથી ખરડાયેલા નેતા નાજિબ રઝાક સામે વિજય મેળવ્યો છે.
 • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તરકોરીયાના પ્રમુખ કિમ જોંગ ઉન વચ્ચે 12 જુને સિંગાપુરમાં મુલાકાત થશે.
 • ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેનું ઉદ્દઘાટન બે વખત ટળવા અંગે સુપ્રીમકોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી. વડાપ્રધાનને ઉદ્દઘાટન માટે સમય ન હોય તો પહેલી જુનથી એક્સપ્રેસ ખુલ્લો મૂકી દો- સુપ્રીમકોર્ટ
 • જસ્ટીસ જોસેફને સુપ્રીમમાં લાવવા મામલે સુપ્રીમકોર્ટ વરિષ્ઠ જજ જસ્ટીસ ચેલમેશ્વરે ચીફ જસ્ટીસ દીપક મિશ્રાને પત્ર લખ્યો છે. અને ઉત્તરાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ કે.એમ.જોસેફના નામની કેન્દ્ર સમક્ષ ફરી ભલામણ થઇ શકે તે માટે કોલેજિયમની બેઠક બોલાવવા કહ્યું છે.
 • IPL-11 T20 મેચમાં ઓપનર શિખર ધવન અને કેપ્ટન વિલિયમ્સની શાનદાર બેટિંગની મદદથી સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્લી ડેરડેવિલ્સને નવ વિકેટથી કારમી હાર આપી.દિલ્લી ટીમના રિશભ પંતને શાનદાર 63 બિલમાં 128 રન કર્યા હતા.
 • આયર્લેન્ડની ક્રિકેટ ટીમ ટ્રેન્ટ જ્હોન્સસ્ટનના નેતૃત્વમાં આજે તેની પ્રથમ ટેસ્ટ પાકિસ્તાન સામે માલાહીડે ખાતે રમશે. આ વર્ષે આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન બે દેશને ટેસ્ટ ક્રિકેટનો દરજ્જો આપ્યો છે અફઘાનિસ્તાન પ્રથમ ટેસ્ટ 14 જુને ભારત સામે રમશે.
 • મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેનના હોદ્દાની રૂએ ડેરીને રૂ. 42 કરોડ જેટલી માતબર રકમના નુકસાનને મામલે વિપુલ ચૌધરીની અપીલ ફગાવી કાઢતાં, ચૌધરી પાસેથી રૂ. 42 કરોડની વસુલાત માટે રાજ્ય સરકારને હાઈકોર્ટે લીલી ઝંડી આપી છે.

Share This: