તા.૧૦/૦૫/૨૦૧૮ ગુરૂવાર

વિક્રમ સંવત ૨૦૭૪ વૈશાખવદ દશમ  

તા. ૧૦/૦૫/૨૦૧૮ ગુરૂવાર

  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન સાથેની એતિહાસિક પરમાણુ સમજુતીને ફગાવી દીધી છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આ બાબતને એક ગંભીર ભૂલ ગણાવી. ન્યૂકિલયર ડીલથી અલગ થતાં જ ઇઝરાયેલનો ઈરાક પર હવાઈ હુમલો.
  • વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની ફિલપકાર્ડ અમેરિકાની મહાકાય કંપની વોલમાર્ટના હાથે 1.07 લાખ કરોડમાં 77% હિસ્સેદારી વેચી.
  • ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વંટોળ સાથે ભારે વરસાદ પડતા ઉત્તરપ્રદેશમાં 9 લોકોના મોત, દિલ્લી, હરિયાણા અને આસામમાં પણ ભારે પવન સાથે વરસાદ.
  • જુનાગઢ કોર્પોરેશને ગૌશાળાની ક્ષમતા ન હોવા છતાં જુનાગઢ ગૌશાળામાં 700 ગાય આપતાં છ મહિનામાં ગૌ માતાના મોતથી હાહાકાર.
  • કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના ગણતરીના કલાકો બાકી રહયા છે ત્યારે રાજા રાજેશ્વરી વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના નેતાના એક ફલેટમાંથી 10,000 નકલી ચૂંટણીકાર્ડ મળી આવતાં રાજકીય હંગામો.
  • IPL-11 T20 મેચમાં મુંબઈ તરફથી ઇશાન કિશનની ઝંઝાવાત બેટિંગથી મુંબઈ ઇન્ડિયન્સનો કોલકાતા સામે 102 રનથી ભવ્ય વિજય મેળવ્યો.મુંબઈ-210/6, કોલકાતા-18.1 ઓવરમાં 108 રન જ કરી શક્યું હતું.
  • ગામના સરપંચ સામે એક વર્ષ અને તાલુકા પંચાયત પ્રમુખ સામે છ મહિના સુધી અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકાશે નહિ. હાઈકોર્ટે આ મામલે કાયદો સ્પષ્ટ કરી સરકારને તેમાં સુધારો કરવા આદેશ કર્યો.
  • રાજ્યની હદમાં માર્ગ અકસ્માત થશે તો પ્રથમ 48 કલાક સુધીની સારવારનો ખર્ચ રૂ. 50,000 સુધીનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવશે. આ યોજનામાં કોઈપણ પ્રકારની આવકમર્યાદા ધ્યાનમાં નહિ લેવાય.- નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ
  • બીટકોઈન પ્રકરણમાં CID ક્રાઈમે કિરીટ પાલડીયાના વોલેટમાંથી 19.4 કરોડના 119 બીટકોઈન કબજે કર્યા. અમરેલીના પૂર્વ ધરાસભ્ય નલીન કોટડીયાએ CID ક્રાઈમ સમક્ષ હાજર થવા 11 મેં સુધીનો સમય માગ્યો.
  • ગુજરાત સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ભાજપના તમામ ધારાસભ્યો 11,000નો ફાળો આપશે. 13,000થી વધુ તળાવો અને 33 નદીને રિચાર્જ કરવાનું હાથ રાજ્ય સરકાર દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

Share This: