તા. ૯/૦૫/૨૦૧૮ બુધવાર

વિક્રમ સંવત ૨૦૭૪ વૈશાખવદ નોમ

તા. ૯/૦૫/૨૦૧૮ બુધવાર

  • દેશના ૨૩ રાજ્યો પર આંધી- વરસાદનો ખતરો.પંજાબ, હરિયાણા અને દિલ્લીમાં વરસાદ- આંધીથી જનજીવન અસ્તવ્યસ્ત.
  • જો 2019 માં લોકસભાની ચૂંટણીમાં સાથી પક્ષોમાં સૌથી વધુ બેઠક મળશે તો હું વડાપ્રધાન બનીશ.- કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી
  • એકટરની જેમ ભાષણથી પેટ ન ભરાય, વડાપ્રધાન મોદી પર કોંગ્રેસમુક્ત ભારતનું ભૂત, તેઓ કોઈને સહન કરી શકતા નથી.- સોનિયા ગાંધી
  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2018માં લેવાયેલ ધો-૧૨ વિજ્ઞાનપ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ 10 મે રોજ જાહેર કરવામાં આવશે.
  • રાજ્યમાં જુના વાહનો પર હાઈસિક્યોરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ (HSRP) લગાવવાની મુદત 31 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે.
  • IPL-11 T20 મેચમાં જોસ બટલરના શાનદાર 82 રનની મદદથી રાજસ્થાન રોયલર્સ પંજાબ સામે 15 રનથી વિજય મેળવ્યો. મેન ઓફ ધ મેચ જોશ બટલર સતત ત્રીજી અડધી સદી કરી. રાજસ્થાન- 158/8, પંજાબ- 143/7 રાહુલના અણનમ 95 રન.
  • અફઘાનિસ્તાન સામે રમનાર એકમાત્ર ટેસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન તરીકે અજીક્યે રહાણેની વરણી કરવામાં આવી છે. અફઘાનિસ્તાન ટેસ્ટ ક્રિકેટનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ વખત ટેસ્ટ રમી રહ્યું છે. ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડના પ્રવાસે જનાર ભારતીય ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે.
  • ભારતીય સિનીયર ટીમની સાથે ભારતીય એ ટીમ પણ જુન માસમાં ઈંગ્લેન્ડના પ્રવાસે જનારી ભારતીય ટીમના સુકાની તરીકે શ્રેયસ અય્યરની વરણી કરવામાં આવી છે. પૃથ્વી શો, અક્ષર પટેલ અને શુભમન ગીલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
  • ફિલ્મ અભિનેતા અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂર અને આનંદ આહુજા પરંપરા મુજબ લગ્નગ્રંથીથી જોડાયા.

Share This: