તા.૧૭/૪/૨૦૧૮ મંગળવાર

સંવત ૨૦૭૪ વૈશાખસુદ બીજ

તા. ૧૭/૪/૨૦૧૮ મંગળવાર

  • કથુઆ, ઉન્નાવ, સુરતની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં જ રાજકોટમાં નવ વર્ષની બાળકી પર ત્રણ વખત બળાત્કાર ઘટના સામે આવી. ૨૪ વર્ષીય અપરણિત કમલેશ ઉર્ફે મુરલી ભરવાડ નામના વ્યક્તિની પોલીસે ધરપકડ કરી.
  • સમગ્ર દેશને હચમચાવી દેનાર ૧૧ વર્ષ પહેલાની હૈદરાબાદની મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસના આરોપી અસીમાનંદ સહીત તમામ આરોપીને પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ જાહેર કર્યા. ચુકાદો આપ્યાના થોડા કલાકોમાં જ જ્જ રેડ્ડીએ રાજીનામું આપતાં અનેક તર્કવિતર્ક.
  • કથુઆ, ગેંગ રેપ પીડિતાના પરિવારને રક્ષણ આપવા સુપ્રીમકોર્ટનો આદેશ.
  • અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના ભૂતપૂર્વ મેયર અને ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ ડૉ. મુકુલ શાહની અમરકંટક યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે નિમણૂંક કરવામાં આવી.
  • આઈપીએલ ટી૨૦ મેચમાં કોલકાતા સામે દિલ્લીનો ૭૧ રનથી પરાજય થયો. કોલકાતા- ૨૦૦/૯, દિલ્લી- ૧૨૯ (૧૪.૨ ઓવર)
  • ડૉ. પ્રવીણ તોગડીયાના આજથી જીએમડીસી, અમદાવાદ ખાતેથી આમરણાંત ઉપવાસ શરૂ કરશે. સંસદમાં રામમંદિર માટે કાયદો બંને તે માટે અયોધ્યાના સંતો એ ડૉ. પ્રવીણ તોગડીયાને ટેકો જાહેર કર્યો.
  • કબૂતર દ્વારા સંદેશ મોકલનાર દેશનું પ્રથમ રાજ્ય ઓડીશા બન્યું. ભુવનેશ્વરના ઓયુએટી ગ્રાઉન્ડથી કટક સુધી સફળ સંદેશો મોકલ્યો   

Share This: