તા. ૨૨/૨/૨૦૧૮ ગુરૂવાર

વિક્ર્મ સંવત ૨૦૭૪ ફાગણસુદ સાતમ   

તા. ૨૨/૨/૨૦૧૮ ગુરૂવાર

 • પાકિસ્તાને Loc પર ખારી કર્મારા સેક્ટરમાં હેલીકોપ્ટર ઘૂસાડ્યું. ભારતીય સેના સચેત. નિયમ પ્રમાણે રોટરીવિંગ એરક્રાફ્ટ એક કિમીના પરિઘમાં આવી શકે નહિ.
 • EPFOમાં વર્ષ 2017 -18 માટે પીએફ પર મળતાં વ્યાજના દર 8.65% થી ઘટાડીને 8.55% કરવામાં આવ્યું.
 • સી.એસ. ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર થયું. ઓલ ઇન્ડિયાનું 67% અને અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 64.62% આવ્યું. ટોપ પચ્ચીસમાં અમદાવાદના અગિયાર વિદ્યાર્થીનીઓનો સમાવેશ થયો.
 • ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટી20 મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને છ વિકેટથી પરાજય આપ્યો. મનીષ પાંડે શાનદાર અણનમ 79 રન કર્યા અને મહેન્દ્રસિંહ ધોનીએ અણનમ 52 રન કર્યા હતા.
 • 24મીએ રાજસ્થાનના ઉદયપુરમાં ગ્રેટ ખલીનો લાઈવ રેસલિંગ શો યોજાશે. રાજસ્થાનમાં પ્રથમવાર વર્લ્ડ રેસલીગના આયોજનમાં વિદેશી પહેલવાનો પણ ભાગ લેશે.
 • પાકિસ્તાનના 70 વર્ષના ઇતિહાસમાં પ્રથમ દલિત મહિલા સેનેટર કૃષ્ણાકુમારી કોહલીની પસંદગી કરવામાં આવી.
 • પાટીદાર આંદોલન વખતે સરકારે કરેલા કેસ પાછા ખેંચવાની અરજી કોર્ટે ફગાવી દીધી. આરોપી સામેના કેસ પરત ખેંચવો સમાજના હિતમાં નથી.
 • કોંગ્રેસ દ્વારા સંસદીય સલાહકાર સમિતિના અધ્યક્ષપદે મોહનસિંહ રાઠવાની પસંદગી કરવામાં આવી છે.
 • પાટણ દલિતકાંડ મુદે સરકાર આજે સીટની જાહેરાત કરે તેવી સંભાવના.ડ્યૂટી લીસ્ટ પ્રમાણે સરકાર જવાબદારો સામે પગલાં લઇ શકે છે.
 • નોર્વેની સ્કીયર મેરીટ બ્યોર્ગેનને 14મો ગોલ્ડ મેડલ જીતી વિન્ટર ઓલમ્પિકમાં સર્વાધિક મેડલ્સ જીતનાર ખેલાડી બની.
 • ગાંધીનગર તાલુકા પંચાયત ચૂંટણીમાં અંદાજે 63% મતદાન યોજાયું. આવતીકાલે મતગણતરી યોજાશે.

Share This: